• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : અરવિંદ શિવજી મેરિયા (ઉ.વ.36) તે સ્વ. દેવલબેન અને સ્વ. જુમા હમીર મેરિયાના પૌત્ર, પાલીબેન અને શિવજી જુમા મેરિયાના પુત્ર, સ્વ. વર્ષાબેન, ભાવનાબેનના પતિ, મીરા, વંશના પિતા, લક્ષ્મીબેન ખીમજી સીજુ (ભુજોડી), સુમારભાઇ, અરજણભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, પેથાભાઇ, સ્વ. રામજીભાઇ, રતનભાઇ (ઝુરા), ધનજીભાઇ, ભીમજીભાઇ, રમેશભાઇ, બાબુલાલ, રવિલાલના ભત્રીજા, મનોજ, રમેશ, ડાયાલાલ, રાજ, હરેશ, મનીષા, વિદ્યા, નયનાબેન કાંતિ બુચિયા (વડવાકાંયા), હંસાબેન નરસિંહ બુચિયા (વડવાકાંયા)ના ભાઇ, સ્વ. ભારમલ વેલા મંગરિયા (ભુજોડી)ના દોહિત્ર, તેજપાલભાઇ, દામજીભાઇ, વિશ્રામભાઇ, બાલાભાઇના ભાણેજ તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 23-10-2026ના સાંજે, ઘડાઢોળ તા. 24-10-2026ના સવારે નિવાસસ્થાન ભીમરાવનગર, કોડકી રોડ, રામદેવપીર મંદિર પાસે, ભુજ ખાતે.

ભુજ : રાજેશભાઈ છોટાલાલ સલાટ (ઉ.વ.63) (નિવૃત્ત હેડકલાર્ક, માતૃછાયા કન્યા વિદ્યાલય-ભુજ), દીપિકાબેન (દીપાબેન)ના પતિ, બિનિતા (માતૃછાયા), વિવેક (પરફેક્ટ મલ્ટિ સર્વિસીસ/ આઇ.એચ. દેસાઇ એન્ડ કું.)ના પિતા, અલ્પેશ (એડવોકેટ), ચાર્મી (અર્થ ઇન્વેસ્ટમેન્ટ્સ)ના સસરા, ગં.સ્વ. જશવંતીબેન છોટાલાલના પુત્ર,  રસિક (રસિક સ્ટીલ ફર્નિચર), બિપિન (તીર્થ એલ્યુમિનિયમ), ગીતાબેનના ભાઇ, રમીલા, વંદનાના જેઠ, ભરતભાઇ ઓધવાણીના સાળા, ગં.સ્વ. શાંતાબેન બાબુલાલ વસાણીના જમાઇ, રસિકભાઇ, સ્વ. ઉષાબેન, લીલાબેન, કીર્તિભાઇ (લક્ષ્મી ફર્નિચર)ના બનેવી, ક્રિશા અને ઋતાંશના નાના, નિકિતા, કવિતા, જય, હેતા, યશ અને એકતાના મોટા બાપા, ઉર્વશી અને જિગર (કોટક બેન્ક)ના મામા, વિનોદભાઇ સલાટ, પરેશભાઇ ગોરના વેવાઇ તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2026 ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ  કોમ્પ્લેક્ષ, છઠ્ઠીબારી, બસસ્ટેશન પાસે, ભુજ ખાતે. 

ગાંધીધામ : શરતકુમાર ડી. પરીડા (ઉ.વ.44) (દીનદયાલ પોર્ટ ફાયર બ્રિગેડ સ્ટેશન ઓફિસર) તે સ્વ. દીનબંધુ પરીડા તથા હુલાસ ડી. પરીડાના પુત્ર, સુશાંતના ભાઈ, પુષ્પાંજલિના પતિ, અક્ષિતા, અક્ષતના પિતા  તા. 20-10-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.22-10-2026ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન પોર્ટ કોલોની ઇ-134, ગોપાલપુરી, ગાંધીધામ ખાતે. 

ગાંધીધામ : નાનકીબેન કનૈયાલાલ મેંઘાણી (ઉ.વ.79) (નિવૃત્ત સરકારી શાળા શિક્ષિકા-ગાંધીધામ) તે સ્વ. કનૈયાલાલ મેંઘાણીના પત્ની (કેપીટી), નરેશ મેંઘાણી, સુનીલ મેંઘાણી, હિતેશ મેંઘાણીના માતા, જ્યોતિ એન., જ્યોતિ એસ., નીતા એચ.ના સાસુ, ગુલાબ મેંઘાણીના ભાભી, ઇશિતા, ક્રિષ્ના, દેવાંશ, ધ્રુવ, જયેશ, આદિત્યના દાદી તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. પગડી (બેસણું) તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 6 વાગ્યે, કાંજની હોલ, ભારતનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : પ્રકાશભાઇ જોલાપ્રા (ઉ.વ.41) તે સ્વ. મંજુલાબેન તથા સ્વ. દયારામભાઇ ખીમજીભાઇ જોલાપ્રાના પુત્ર, કીર્તિભાઇ તથા ગીતાબેન હરીશભાઇ દહીંસરિયાના ભાઇ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું ટેલિફોનિક છે. કીર્તિભાઇ-82384 10325, લૌકિક વ્યવહાર નથી. 

માંડવી : વેણીભાઇ ગણાત્રા (ઉ.વ. 80) તે સ્વ. મીનાબેનના પતિ, સ્વ. શાંતાબેન પ્રેમજી ચત્રભુજ ગણાત્રા (ભુજવાળા)ના પુત્ર, સ્વ. તારાબેન તુલસીદાસ નારાણજી અનમ (પદ્ધરવાળા)ના જમાઈ, નૈમિષ, આનંદી, અમિતના પિતા, સ્તુતિ, સિદ્ધાર્થ કોઠારી, ક્રિષ્નાના સસરા, હેમનના નાના, કેવમ અને જીયાંશના દાદા, જયસુખભાઈ, સ્વ. ધીરજભાઈ, પ્રવીણાબેન મૂળરાજભાઇ, મહેશભાઈ,  કલ્પનાબેન અજયભાઈ, શંકરભાઈના ભાઈ, સ્વ. પદમાબેન, ગં.સ્વ. શારદાબેનના દિયર, કરુણાબેન, બીનાબેનના જેઠ, જ્યોતિબેન, સ્વ. વનિતાબેન, સ્વ. દીપકભાઇ, રોહિણીબેન, નલિનીબેનના બનેવી, કપિલ, હિમાંશુ, અંકિતા, ભાવિની, ધીરલ, કાર્તિક, હેમિલના કાકા, રાજીલ અને કરિશ્માના મામા, ચાર્મિના ફુઆ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અમદાવાદમાં તા. 22-10-2026ના સાંજે 4થી 5. સંપર્ક  (નૈમિષ : 9099051224, અમિત : 9429547215, આનંદી : 9979617126). 

માંડવી : પીંજારા અમીનાબઇ અલીમામદ (ઉ.વ. 95) તે મ. અલીમામદ અયુબ પીંજારાના પત્ની, રમજુ, હાસમના માતા, સલીમ, સૈફઅલી (એડવોકેટ), સોહેબ હાસમ, સરફરાજના દાદી તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-10-2026ના ગુરુવારે સવારે 11થી 12 મેમણ જમાતખાના, માંડવી ખાતે. 

મુંદરા : વજીર કુલસુમબેન જકરિયા (ઉ.વ. 74) તે મ. વજીર જકરિયા શરીફ (ટપાલી)ના પત્ની, જાકીર હુસેન, હાજી મ.રફીકના માતા, અમનના દાદી, ચૌહાણ રફીક (ડોણ), રાજા મ. હનીફ (વિથોણ)ના સાસુ, મ. સમા કાસમ, મહંમદ હુસેન, અકબરના બહેન તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા, મુસ્લિમ જમાતખાના, મુંદરા ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : જુણેજા અમીનાબાઇ શરીફ ઉર્ફે બબુ (ઉ.વ.62) તે હુસેન ઇલિયાશના ભાભી, ઓસમાણ, મ. જાનમામદ, મ. સુલેમાન, મ. રમજુ, મ. રજબના બહેન, જુસબ, સિકંદર, હાજીના કાકી, હુસેન, ફકીરમામદ, મજીદ, શકુર, ગનીના ફઇ તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 અહેમદ નગર, ઇમામ ચોક, સાડાઉ ખાતે. 

મોટા કપાયા (તા. મુંદરા) : મૂળ સમાઘોઘાના પ્રવીણસિંહ દેસરજી સમા (ઉ.વ. 37) તે સ્વ. દેસરજી રણમલના પુત્ર, ચાંદુભાના ભત્રીજા, રણજિતસિંહ, જયેન્દ્રસિંહ, હીરાબા, મહિપતસિંહ, નવલસિંહના ભાઇ તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન જનકપુરી, મોટા કપાયા ખાતે. 

કુંભારડી (તા. ભચાઉ) : બટુકસિંહ જાડેજા (ઉ.વ. 82) (જમીન વિકાસ બેન્ક) (ભચાઉ તાલુકા સંઘના ઉપપ્રમુખ, પૂર્વ સરપંચ) તે વેલુભા ઉદેસિંહના પુત્ર, દિલીપસિંહ, કુલદીપસિંહના પિતા, કિરતસિંહના ભાઇ, રુદ્રરાજસિંહ, જયવીરસિંહ, જિતરાજસિંહના દાદા તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-10-2026ના રવિવારે નિવાસસ્થાન કુંભારડી ખાતે. 

દેવપર (યક્ષ) (તા. નખત્રાણા) : લુહાર હનીફાબાઇ ઇબ્રાહીમ (ઉ.વ.88) તે મ. ઇબ્રાહીમ નૂરમામદના પત્ની, અદ્રેમાન ઇબ્રાહીમના માતા તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-10-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, દેવપર (યક્ષ) ખાતે. 

અમદાવાદ : મૂળ તુણાના ચંદ્રકાંતભાઇ ઠક્કર (શેઠિયા) (ઉ.વ.76)  તે સ્વ. દિવાળીબેન નરશીભાઈ વીરજીભાઈ શેઠિયા (તુણાવાળા)ના પુત્ર, સ્વ. દેવિલાબેનના પતિ,  દીપક, હેમાંગ, રેશમાબેનના પિતા, શીતલબેન, કોમલબેન, હિતેષભાઇ ચંદેના સસરા,  સ્વ. પ્રદીપભાઈ શેઠિયા, સ્વ.  દિનેશભાઈ શેઠિયા, સ્વ. મુકતાબેન હંસરાજભાઈ રૂપારેલ, સ્વ. રમીલાબેન ભરતભાઈ પલણ, કોકિલાબેન રમણીકલાલ રૂપારેલ, પ્રતિમાબેન ઘનશ્યામભાઈ ચોથાણીના મોટાભાઈ, ગં.સ્વ. મુક્તાબેન પ્રદીપભાઈ તથા ગં.સ્વ. લીલાવંતીબેન દિનેશભાઈના જેઠ, વિધિ, વંશ, હર્ષના દાદા, હર્ષ તથા સ્વ. અંશના નાના, યોગેશ, કપિલ, વિશાલ, સીમા, ભાવના, રિંકુના મોટાબાપા, દામજીભાઈ ધામેચાના જમાઈ, સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. સુરેશભાઈ, શીલાબેન અનુપભાઈ ચંદારાણા, લતાબેન મહેશભાઈના બનેવી તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.  22-10-2026ના સાંજે 4થી 5 ગોતા, અમદાવાદ ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd