• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ચાંદીના ફર્નિચર, ઘરેણાંના ગુજરાતના પ્રથમ શો-રૂમનો ગાંધીધામમાં આરંભ

ગાંધીધામ, તા. 22 : પોર્ટ અને કંડલા સેઝના કારણે ગાંધીધામ કચ્છના આર્થિક પાટનગર તરીકે ઓળખાય છે. તેની સાથે આધુનિક બંગલાઓનું પણ અહી નિર્માણ કરાય છે. આધુનિક બંગલાઓ મોંઘી કિંમતના ફર્નિચરથી શોભતા હોય છે, પરંતુ બે, ચાર કે પાંચ વર્ષ પછી શું તેનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે ફર્નિચરનું પણ પાંચ વર્ષ પછી મૂલ્ય વધે તે હેતુથી ત્રણ વર્ષથી સોના-ચાંદીના કોર્પોરેટ શો-રૂમના ક્ષેત્રમાં ત્રણ વર્ષથી કાર્યરત રિવા શો-રૂમના સંચાલક દ્વારા માત્ર ચાંદીના ઘરેણા જ નહીં ચાંદીના ફર્નિચર અને ગૃહ સજાવટની  વસ્તુઓ સાથે ખનક ધ સિલ્વર સ્ટુડિયો શરૂ કરવાનો વિચાર કરાયો અને ગુજરાતના પ્રથમ શો-રૂમનું આજે લોકાર્પણ કરાયું હતું. આ સાથે કચ્છના આર્થિક પાટનગરના લોકો માટે એક નવતર ભેટ આપવામાં આવી છે. ગાંધીધામમાં ટાગોર રોડ ઉપર સોના-ચાંદીના કોર્પોરેટ શો-રૂમ  રિવા બાય ઉમા ગોલ્ડ હાઉસની ઉપર જ ગાંધીધામની નવી  ઓળખસમા ખનક સિલ્વર સ્ટુડિયોનો આરંભ કરાયો છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ, જિલ્લા ભાજપ મહામંત્રી અને ગાંધીધામ લોહાણા મહાજનના પ્રમુખ ધવલ આચાર્ય, રામજીભાઈ ધેડા, હોટેલ રેડીશનના એમ.ડી. મુકેશ આચાર્ય, ભીમજી સોરઠિયા, ટી.એમ. સોલ્ટના ભરત આહીર, ધ ગાંધીધામ મહાપાલિકાના કમિશનર બી.ડી. દાવેરા, ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી,રાહુલ વાળા, જિજ્ઞેશ મહેશ્વરી, રુચિરા મહેશ્વરી,  કમલેશ પરિયાણી વિગેરે ઉપસ્થિતરહ્યા હતા.ખનક સિલ્વર સ્ટુડિયોનું લોકાર્પણ ખનક ધવન કોડરાણી, જેન્તીભાઈ કોડરાણી, જિગરભાઈ કોડરાણી, માધવ મુકેશ પીત્તી, અરવિંદભાઈ ભાનુશાલી અને કમલસિંઘની ઉપસ્થિતમાં કરાયું હતું. આ પ્રસંગે ધવન કોડરાણીએ જણાવ્યું હતું કે, ઘર સજાવટમાં ચાંદીના ફર્નિચરની ઉપલબ્ધી લોકોને મળે  તેમજ છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવ અનેકગણા વધ્યા છે અને ચાંદીની ખરીદીમાં પણ વધારો થયો છે, ત્યારે લોકોને ચાંદીના ઘરેણામાં પણ નવતર વસ્તુ ઉપલબ્ધ થાય તે આ શો-રૂમ કાર્યરત કરવાનો મુખ્ય હેતુ હોવાનું ઉમેર્યું હતું. તેમણે આ શો-રૂમમાં પાંચ લાખથી પપ લાખ સુધીના ચાંદીના ફર્નિચરમાં મહારાજા ખુરશી, ચાંદીના સોફા,ચાંદીના ઘોડિયા, ચાંદીના હિંચકા સહિતની વસ્તુઓ  ગાંધીધામવાસીઓ માટે આકર્ષણરૂપ બનશે તેવું જણાવ્યું  હતું.   આ ઉપરાંત ચાંદીના કન્સોલ, ચાંદીની કોર્પોરેટ ગિફ્ટમાં  વિવિધ વેરાયટીઓ, ટેમ્પલ જ્વેલરી, ચંકી જ્વેલરી, મોજોનાઈટ, નાઈન ટુ ફાઈવ સ્ટર્લિંગ જ્વેલરી  તેમજ પાર્ટી વેર જ્વેલરીનું કલેક્શન ઉપલબ્ધ કરાવાયું છે. ચાંદીના ફર્નિચર  અને માત્ર ચાંદીના ઘરેણાનો શો-રૂમ ગુજરાતમાં પ્રથમ હોવાનું ઉમેર્યું હતું. આ ઘરેણા ફર્નિચરનું ઉત્પાદન  રાજસ્થાન, હૈદરાબાદમાં થાય છે. આ નવા શો-રૂમના આરંભથી ગાંધીધામના ઝવેરાતના વ્યવસાયને એક નવી ઓળખ મળશે. આજે સવારથી મોડી રાત્રિ સુધી શુભેચ્છકો તેમજ શહેરીજનો નવતર શો-રૂમને જોવા માટે ઊમટયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd