• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ ડો. અમિતરાય ઉમાકાંતભાઈ ત્રિપાઠી (નિવૃત્ત આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત) (ઉ.વ. 69) તે સ્વ. પંકજબેન ઉમાકાંતભાઈ ત્રિપાઠીના પુત્ર, દર્શનાબેનના પતિ, હયાતીબેન (આચાર્ય દહીંસરા કુમાર ગ્રુપ શાળા), નિકુંજભાઈ (બી.ફાર્મ. સરકારી વનસ્પતિ ઉદ્યાન, રેલડી)ના પિતા, નિરાલીબેન અને વિશાલભાઈ દવેના સસરા, મિહિકા અને કનિકાના દાદા, શ્લોકાના નાના, મનોજભાઈ સંજ્ઞાબેન, લીનાબેનના ભાઈ, રેખાબેનના જેઠ, સ્વ. વાય. પી. ભટ્ટ (નિવૃત્ત ઓફ્રેડ હાઈસ્કૂલ આચાર્ય)ના જમાઈ, અભિલાષભાઈ, વિરલભાઈ, ભવ્યભાઈના બનેવી, ભરતભાઈ દવે, વિનોદભાઈ દવેના વેવાઇ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-10-2026ના સાંજે 5થી 6 બીએપીએસ, સ્વામિનારાયણ મંદિર, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ પનવેલના સારસ્વત બ્રાહ્મણ દમયંતીબેન (બબીબેન) જોશી (ઉ.વ. 83) તે સ્વ. દયાશંકર કાનજી જોશીના પત્ની, સ્વ. ખેરાજ જોશી (લોરિયા)ના પુત્રી, સ્વ. જેઠાલાલ, અમૃતલાલ, ગં.સ્વ. અનસૂયાબેન લક્ષ્મીશંકર જેઠા (ધનાવાડા હાલે નલિયા), ગં.સ્વ. ચંપાબેન જિતેન્દ્ર જોશી (લોડાઇ), રેશ્માબેન મહેશ જોશી (ધમડકા)ના માતા, ગં.સ્વ. રેખાબેન અને નિમિષાબેનના સાસુ, શૈલેષ, હિમાંશુ, મિતેષ, નિશા, મયૂરી, તન્વી, સ્વ. કામિનીના દાદી, મનના પરદાદી, મંજુલા, મુક્તા, મોદીતા, સ્વ. અશોક, કલ્પેશ, પ્રશાંતના નાની, સ્વ. રામજીભાઇ, સ્વ. તુલસીદાસ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મણિબેનના બહેન, સ્વ. લાલજી કાનજી જોશી, વરીબેન, સ્વ. શાન્તાબેન (મોટી વિરાણી)ના ભાભી, ગં.સ્વ. સવિતાબેન લાલજી જોશીના જેઠાણી, કિરીટ, હિરેન, અરૂણા, કલ્પના, ટીનાના મોટીમા તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા રાખેલ નથી. સંપર્ક અમૃતલાલ- 95864 64107, શૈલેશ-98796 88448, હિમાંશુ-79847 69544.

ભુજ : મૂળ ખાવડાના ભૂલજીભાઇ નારણજીભાઇ ઠક્કર (ચંદે) (ઉ.વ. 88) તે સંદીપકુમાર ચંદે (સંદીપકુમાર એન્ડ કંપની-ભુજ)ના પિતા, વિશ્રામભાઇ નારણજીભાઇ ચંદે (પ્રકાશ એજન્સી-ભુજ)ના ભાઇ, ભૂલજી કેશવજી (ખાવડા)ના મોટા જમાઇ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-10-2026ના મંગળવારે સવારે 8 વાગ્યે ભીડ ફળિયા, ભુજથી ભુજ લોહાણા સ્મશાનગૃહ મધ્યે જશે.

ભુજ : જીએજા રમજુ અદ્રેમાન (બોડો) (ઉ.વ. 52) તે અનવર, સલીમ અને મુસ્તાકના ભાઈ, જાવેદ સલીમ, સોહેબ અનવર, અબ્દુલ્લાહ અનવર, મોઈન મુસ્તાકના કાકા, સંઘાર અમીનના સસરા, રાઠોડ ફિરોઝ રહેમતુલ્લા, રાઠોડ અસલમ રહેમતુલ્લાના મામા, હાફિઝ યુસુફ (અંજાર)ના સાળા તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-10-2026 બુધવારે સવારે 10થી 11 અલ-હુદા મસ્જીદ, સંજોગનગર, ભુજ ખાતે.

અંજાર : દયાબેન કાનજીભાઇ બાંભણિયા (ઉ.વ. 76) તે સ્વ. પુરીબેન મેઘજીના પુત્રવધૂ, સ્વ. રામીબેન રામજી ચોટારા (ભુજ)ના પુત્રી, કાનજીભાઇના પત્ની, સ્વ. રતનબેન ખીમજીભાઇના દેરાણી, સ્વ. ડાઇબેન, લખમીબેન, શાંતિબેનના ભાભી, હેમલતાબેન, પુષ્પાબેન, સુરેશ, દિનેશ (એડવોકેટ એન્ડ નોટરી)ના માતા, પ્રીતિબેન, સ્વ. જેઠુભાઇ કાતરિયા, સ્વ. હરીશ વાઘમશીના સાસુ, કાવ્યા, હિતાર્થના દાદી, આશિષ, મોન્ટુ, આશિષ, હિના, જયના નાની તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-10-2026ના બુધવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજ, સોનાપુરી સ્મશાન, મહાકાલેશ્વર મંદિર, નવી કોર્ટની બાજુમાં, અંજાર ખાતે.

માંડવી : ખત્રી હાજી મુસ્તાકઅહેમદ સિદ્દીક (પારવાણી) (રિટાયર્ડ ગ્રામીણ બેંક અધિકારી) (ઉ.વ. 70) તે ઝુબેર અને ઝઈમ (ઝેડ. એમ. કલર્સ)ના પિતા, સફા, ઝીકરા, મોહમ્મદ અને મરિયમના દાદા, મ. હાજી અનવરઅલીના ભાઈ, પ્રો. અબ્દુલમજીદ ભચુ (ભુજ)ના જમાઈ તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-10-2026ના મંગળવારે સવારે 11થી 12 ધાધલીમા  દરગાહ કમ્પાઉન્ડ, વિન્ડ ફાર્મ રોડ,  માંડવી ખાતે.

ભચાઉ : સજ્જનબા ઘનુભા જાડેજા (ઉ.વ. 90 ) તે સ્વ. ઘનુભા રઘુભા જાડેજાના પત્ની, મેરુભા (બટુકાસિંહ)ના કાકી, રાજેન્દ્રાસિંહ (શંભુભાઈ), અરાવિંદાસિંહ, મહાવીરાસિંહ, મંગળાસિંહ, ભરતાસિંહ જાડેજાના માતા, હરપાલાસિંહ, સ્વ. પ્રદીપાસિંહ, અર્જુનાસિંહ, શિવપાલાસિંહ, યશપાલાસિંહ, સ્વ. મોહિતાસિંહ, સંદીપાસિંહના દાદી તા. 18-10-2026ના અવસાન પામ્યા છે બેસણું  નિવાસસ્થાને દરબારગઢ (ડેલીએ )  તથા ઉત્તરક્રિયા તા. 26-10-2026ના સોમવારે.

કુકમા (તા. ભુજ) : મૂળ મોટી ધુફી (તા. અબડાસા)ના જાડેજા રતનજી લાખુભા (ઉ.વ. 67) તે વિલાશબાના પતિ, પ્રવીણસિંહ, નરેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહના પિતા, દેવાજીના મોટા ભાઇ, કરણસિંહ, વીરભદ્રસિંહ, હાર્દિકસિંહના દાદા તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન કલ્યાણેશ્વર નગર, કુકમા ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી મંગલ વરજાંગ શાખરા (ઉ.વ. 64) (શિરવા હોટલવાળા) તે ભાણબાઈના પતિ, દિવ્યા, ભારતીના પિતા, હિમાબેન, દેશાબેન, લક્ષ્મીબેનના ભાઈ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-10-2026થી ત્રણ દિવસ નિવાસસ્થાને શિવમસ્તુની સામે, શિરવા રોડ, ખાતે. ઉત્તરક્રિયા પાણી તા. 29-10-2026ના તે જ સ્થળે.

ઢીંઢ (તા. માંડવી) : સુમરા સુલેમાન અલીમામદ (ઉ.વ. 67) તે મ. સુમરા જુસબ અલીમામદ, સુમરા અદ્રેમાન અલીમામદ, સુમરા સિધિક અલીમામદ, સુમરા ઈસ્માઈલ અલીમામદના ભાઈ, સુમરા રફીકના પિતા તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-10-2026 ગુરુવારે સવારે 9.30થી 10.30 ઢીંઢ જમાતખાના ખાતે.

ફિલોણ (તા. માંડવી) : રબારી ખેતા પેથા (ઉ.વ. 66) તે સ્વ. ભીખાભાઈ, પાંચાભાઈ, જીવાભાઈના પિતા, નામાબેન (મોમાયમોરા), મેઘુબેન (ગુંદિયાળી), દેવીબેન ભો (વાંઢ)ના ભાઈ, સ્વ. વેલા બુધા (મોયમોરા)ના જમાઈ, સ્વ. ખેંગાર મંગલ, દેવાભાઈ, કરમશીભાઈના કાકાઈભાઈ તથા કિશન, જીગરના દાદા તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ફિલોણ ખાતે.

પત્રી (તા. મુંદરા) : કચ્છી બ્રહ્મક્ષત્રિય સુંદરજી લક્ષ્મીદાસ વીંછી (ઉ.વ. 81) તે સ્વ. નર્મદાબેનના પતિ, સ્વ. ભાનુમતી લક્ષ્મીદાસ વીંછીના પુત્ર, સ્વ. વૃજલાલ, સ્વ. ગાંગજી, સ્વ. હરિલાલ, મોહનલાલ, સ્વ. હંસરાજ, જ્યોતિબેન જમનાદાસ છાટબારના ભાઇ, લતા, રક્ષા, અમિત, હેમતના પિતા, પ્રવીણ મચ્છર, બિપિન ભટીના સસરા, ભવ્યા, જીતના નાના, સ્વ. મધુરી મૂળજી છાટબાર (મોટા ધાવડા)ના જમાઇ તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-10-2026ના બુધવારે સાંજે 4થી 5 વથાણ ચોક સમાજવાડી, પત્રી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

પત્રી (તા. મુંદરા) : માનબાઈ મગા ગરવા (ઉ.વ. 85) તે ડેમાબેન શાન્તિલાલ ગરવા, સ્વ. દેવલબેનના માતા, ગરવા શાન્તિલાલ હમીરના સાસુ, મિત્તલબેન (કુરબઈ)ના નાની, નરસી વલુ શેખા, સામજી વલુ શેખાના ભાભી, લાછુબાઇ, સ્વ. પુરબાઈ, અમરતબેનના જેઠાણી, પ્રેમજી, હેમંત, જેન્તી, કિશોર, રાજુ, કેસરબેન, રામુબેન, ગીતાબેનના મોટીમા, સ્વ. કાનજી વેલજી, કરમશી વેલજી, સ્વ. જીવાબેન, સ્વ. ખેંગાર વેલજીના બહેન તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 20-10-2026ના સાંજે આગરી, રાત્રે સત્સંગ, તા. 21-10-2026ના સવારે પાણીયારો.

ગોયરસમા (તા. મુંદરા) : મૂળ સાયણના ગુંસાઇ શાન્તાબેન માધવપુરી (ઉ.વ. 55) તે ગુંસાઇ માધવપુરી કલ્યાણપુરીના પત્ની, આરતીબેન, ભરતપુરી, ભારતીબેનના માતા, રમેશગિરિ (સિરાચા), અજયગિરિ (જ. કોટડા), સ્નેહાબેનના સાસુ, લખમપુરી કલ્યાણપુરી, બાલગિરિ મંગલગિરિના પુત્રવધૂ, દમયંતીબેન લખમપુરીના દેરાણી, વિનોદપુરી લખમપુરી, જગદીશપુરી લખમપુરી, વિજયાબેન દીપકગિરિના કાકી, હિંમતગિરિ, મોહનગિરિ, જયંતીગિરિના ભાભી, વાલગર જેવતગર (ભાડા)ના પુત્રી તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 22-10-2026ના ગુરુવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન ગોયરસમા ખાતે.

મોટા યક્ષ (તા. નખત્રાણા) : ગં.સ્વ. સંગાર (ગલંગા) માનબાઇ આશાભાઇ (ઉ.વ. 100) તે સ્વ. દેવાભાઇ, સ્વ. તેજાભાઇ, સ્વ. હરિલાલ, સ્વ. લધારામ, દયારામ આશા, હાસબાઇ (જખણિયા), તેજબાઇ (વાંઢ)ના માતા, શિવજીભાઇ, સ્વ. જગુભાઇના સાસુ, સંગાર સોનબાઇ, બચુભાઇ, જગદીશ, વેલજીના મોટીમા, સ્વ. ભોવા કેસર મમુ, સ્વ. ભોવા મેઘરાજ મમુના બહેન તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-10-2026થી 22-10-2026 મંગળ-બુધ-ગુરુ ત્રણ દિવસ દયારામભાઇના નિવાસસ્થાન મોટા યક્ષ ખાતે.

સાંતલપુર : મૂળ ગરામડીના તુલસીદાસ ભચુલાલ કોટક (ઉ.વ. 68) તે ભચુલાલભાઇ ચત્રભુજભાઇ કોટકના પુત્ર, સાવિત્રીબેનના પતિ, ઠાકરશીભાઈ દાનસંગભાઇ કાથરાણી (રવ)ના જમાઇ, સ્વ. ઈશ્વરલાલ, જયસુખલાલ (શિક્ષક- શાળા નં. 20-ભુજ), લીલાબેન સુરેશભાઈ સાયતા (આણંદ), જયાબેન ધીરજલાલ ચંદે (આણંદ), જમનાબેન મહેન્દ્રભાઇ રાજદે (ગાંધીધામ)ના ભાઈ, ચેતનાબેન જયસુખલાલ કોટકના જેઠ, રાજેશભાઇ, લતાબેન હિતેષભાઈ મજીઠિયા, વર્ષાબેન જયેશભાઇ ચંદે, ભાવનાબેન મનોજભાઈ ચંદે, દિપાબેનના પિતા, હિતેષભાઈ કાંતિલાલ મજીઠિયા, જયેશભાઇ સુંદરજીભાઇ ચંદે, મનોજભાઈ શિવલાલભાઇ ચંદેના સસરા, સ્વ. હરજીવનભાઈ, સ્વ. કાંતાબેન ઈશ્વરલાલ કોટક, મંજુલાબેન પ્રભુલાલ રાજદેના બનેવી, નરભેરામ વિશ્રામભાઇ મિરાણી (આડેસર)ના દોહિત્ર, શિવલાલભાઇ, પ્રભુરામભાઇના ભાણેજ, ગુણવંત, વિજય, નયના રમેશભાઈ રાણાના કાકા, પ્રતિક અને કૃપાના મોટાબાપા, ચંદ્રિકા, મનિષા, અમિત, કોમલ, કેવીન, ભાવેશ, વર્ષા, નીલેશ, સાગર, નિકુંજના મામા, અક્ષય, મિલન, આર્યન, મીત, આરવ, દક્ષના નાના તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 લોહાણા બોર્ડિંગ, સાંતલપુર ખાતે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd