માંડવી, તા. 22 : એમેચ્યોર 50 બોલ ક્રિકેટ ફેડરેશન ઈન્ડિયા
દ્વારા રમાનારી ક્રિકેટ સ્પર્ધા માટેની ભારતની ટીમમાં રામપર (વેકરા)ના અને નારાણપર
સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ઘનશ્યામ એકેડેમીમાં ધો. 9માં અભ્યાસ કરતા શિવ ચેતનકુમાર જોષીની પસંદગી
કરાઈ છે. શિવ ભારતની અન્ડર-15 ટીમ સાથે
કચ્છી કૌવત બતાવશે. 26મી સુધી રમાનારી
ક્રિકેટ માટે શિવની સૌરાષ્ટ્ર ઝોનમાંથી પસંદગી કરાઈ છે. કોચ અર્જુનસિંઘ માર્ગદર્શન
આપી રહ્યા છે. સંસ્થાના ડાયરેક્ટર રોનક રાવલ, શાળાના આચાર્યા રિદ્ધિ રાવલે શ્રેષ્ઠ પદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વામી
નારાયણવલ્લભદાસજી, સ્વામી ધર્મચરણદાસજી, સ્વામી ઘનશ્યામકેશવદાસજી, સ્વામી દિવ્યપ્રકાશદાસજીએ આશીર્વાદ
આપ્યા હતા.