નવી દિલ્હી, તા.22 : ઇંગ્લેન્ડના
આક્રમક બેટ્સમેન હેરી બ્રૂકે રન ઝંઝાવાત સર્જીને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી
ઝડપી બેવડી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. શ્રીલંકા સામે રમાયેલા
મુકાબલામાં બ્રૂકે માત્ર 114 બોલમાં 200 રન પૂરા કરીને નવો ઇતિહાસ રચ્યો
હતો. હજુ થોડા દિવસો પૂર્વે જ ભારતના શુભમન ગિલે 117 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જેને બ્રૂકે પાછળ છોડી દીધો છે. આ ઐતિહાસિક
ઇનિંગ્સ દરમિયાન બ્રૂકે 116 બોલમાં 202 રનની ફાસ્ટ ઇનિંગ્સ રમી હતી.
આ સાથે જ બ્રૂક ઇંગ્લેન્ડ તરફથી વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌપ્રથમ બેટ્સમેન
બની ગયો છે. બ્રૂકે 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત, બ્રૂકે ક્રિકેટ ઇતિહાસમાં વધુ એક દુર્લભ કીર્તિમાન
સર કર્યો છે. તે વન-ડેમાં ઇનિંગ્સની શરૂઆત (ઓપાનિંગ) કર્યા વગર એટલે કે મિડલ ઓર્ડરમાં
બાટિંગ કરતા બેવડું શતક ફટકારનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. અગાઉ આ અૉસ્ટ્રેલિયાના
ગ્લેન મેક્સવેલે પણ આવું અફઘાનિસ્તાન સામે કર્યું હતું. આ ઉપરાંત બ્રૂક વન-ડે ઇન્ટરનેશનલ
ક્રિકેટમાં 8,000 રનનો માઇલસ્ટોન
પાર કરનાર તે ઇંગ્લેન્ડનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે.