નવી દિલ્હી, તા. 22 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ગુરુવારે `િરજિમ ચેન્જ' એટલે કે `નેતૃત્વ પરિવર્તન'ના વિપક્ષી પ્રહારો પર પહેલીવાર પલટવાર કરતાં
કહ્યંy હતું કે,
આવા લોકો ભારતની પ્રતિષ્ઠા માટીમાં મિલાવવા માટે મથી રહ્યા છે. આ લોકો
વિદેશોમાં જઈને ભારતને બદનામ કરે છે, વિદેશીઓને દખલ કરવાની અરજી
કરે છે, તેવા પ્રહાર મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષ પર કર્યા હતા.
એનડીટીવી વર્લ્ડ સમિટમાં મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું
હતું કે, ખબર નથી પડતી, ક્યાં સુધી કેંગ્રેસ
પોતાની પ્રોડક્ટ (નિષ્ફળ ઉત્પાદન)ને લોન્ચ કરવા માટે દેશને દાવ પર લગાવતી રહેશે. વડાપ્રધાને
કટાક્ષ કરતાં કહ્યંy હતું કે, આખા વર્ષમાં શ્રીહરિ કોટા પરથી એટલા લોન્ચિંગ
નથી થયા જેટલા એક વર્ષમાં કોંગ્રેસ પોતાના નેતાને લોન્ચ કરવાની નિષ્ફળ કોશિશો કરે છે.કેંગ્રેસનો
એક પરિવાર પોતાના પક્ષ પર બોજ બની ચૂક્યો છે. પક્ષના વડીલ નેતાઓ પણ સમજે છે,
એકલામાં મળે ત્યારે કહે પણ છે, પરંતુ અપમાનના ઘૂંટડા
પીને ચૂપ રહે છે. તેવા તીવ્ર પ્રહાર મોદીએ કર્યા હતા. લોકતંત્રની ભલાઈ માટે સરકાર વિરુદ્ધ
પોતાની વાત રાખવા મળે છે, તેવા ઈમાનદાર ટીકાકારોનો અવાજ કેંગ્રેસના
શોરબકોરમાં દબાઈ જાય છે. તેવા પ્રહાર મોદીએ કર્યા હતા. વડાપ્રધાન બોલ્યા હતા કે,
પોતાના પરિવારને લગાતાર નિષ્ફળતાથી બચાવવા માટે કેંગ્રેસ હવે ભારતની
ઉપલબ્ધિઓ, પ્રગતિને પાંજરામાં ઊભા રાખી દે છે.