• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

બિટ્ટા આવતો શરાબનો જથ્થો નવસારીમાં પકડાયો

ભુજ, તા. 22 :  થોડા દિવસો પૂર્વે નવસારી પાસે એલસીબીએ રૂા. 76 લાખનો શરાબ ઝડપ્યો હતો. આ શરાબ કચ્છ બિટ્ટા ખાતે આવતો હોવાનું તેમજ બિટ્ટાના શખ્સોના નામ ખુલ્યા છે. મહારાષ્ટ્રના થાણેના બિયર શોપના માલિક સુનીલકુમારે શરાબ-બિયરનો જથ્થો કિં.રૂા. 2,76,000નો ટેમ્પો નં. જીજે-12-સીવી-5558માં ભરી બિટ્ટા (તા. અબડાસા)માં જિગર મોહનલાલ વડોરને આપવા રવાના કર્યે હતો. આ દરમ્યાન નવસારીના ટોલનાકા નજીક ઉપરોક્ત ટેમ્પો એલસીબીએ તપાસતાં તેમાંથી શરાબનો જથ્થો મળ્યો હતો. ટેમ્પોચાલક મજીદ આદમ સુલેમાન બોદરા (રહે. બિટ્ટા, તા. અબડાસા)ને ઝડપી શરાબના જથ્થા અંગે પૂછતાછ કરતાં થાણેના બિયર શોપના માલિક સુનીલકુમારે બિટ્ટામાં જિગરને આપવા આ શરાબ આપ્યાનું ખુલ્યું હતું. પોલીસે શરાબના જથ્થા સહિત 10 લાખનો ટેમ્પો અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂા. 12,91,000નો જથ્થો જપ્ત કરી ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd