• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : યશેષભાઇ (ઉ.વ. 48) તે સ્વ. ચંદ્રિકાબેન અને સ્વ. પ્રવીણભાઇ ખટાઉભાઇ રૂપારેલના પુત્ર, ફોરમબેનના પતિ, દિયા અને કરિશ્માના પિતા, ગં.સ્વ. સરલાબેન અને સ્વ. ધીરજલાલ જેઠાલાલ જોબનપુત્રા (નકવાણી)ના જમાઇ, સ્વ. બાલુભાઇ, ધીરજભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ (માજી ધારાસભ્ય), મહેશભાઇ, મોહનભાઇ, રશ્મિભાઇ, સ્વ. કાશીબેન, ગં.સ્વ. રતનબેન, શારદાબેન, સરસ્વતીબેન, સ્વ. ઉર્મિલાબેન, ગં.સ્વ. સરલાબેન, ચંદ્રિકાબેનના ભત્રીજા, મોસમી આનંદ ચંદે અને નિરાલીના બનેવી, માવજીભાઇ માધવાલા (ધામણગામ)ના દોહિત્ર તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-10-2026ના શનિવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી લોહાણા મહાજનવાડી (પવાણી હોલ), ભુજ ખાતે.

ભુજ : ભટ્ટી અબ્દુલલતીફ ઇબ્રાહિમ (ઉ.વ. 65) તે મ. ઇબ્રાહિમના પુત્ર, રમીઝ ભટ્ટીના પિતા, મ. અબ્દુલકરીમ લાંગાયના જમાઈ, ભટ્ટી મહમદુસેન, ભટ્ટી સલીમના મોટા ભાઈ, લાંગાય ઉમર, મ. અમીન લાંગાયના બનેવી, મ. અબ્દુલરાઝક સોઢા, મ. લાંગાય હનીફના સાળા, બાયડ હનીફ સિદ્દીકના સસરા, મ. રમજુ ભચુ ભટ્ટીના ભત્રીજા તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 1, 2 અને 3-10-2026ના ગરબી ચોકની બાજુમાં, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : અનિલાબેન ઠક્કર (થોભરાણી) (ઉ.વ. 66) તે ધીરજલાલ પ્રેમજી ઠક્કર (એસ.ટી)ના પત્ની, સ્વ. પાર્વતીબેન પ્રેમજી ઠક્કર (થોભરાણી)ના પુત્રવધૂ, સ્વ. ભાનુમતીબેન ધરમશી રાયકુંડલ (મુલુંડ)ના પુત્રી, તીર્થન, શાલીનના માતા,  સ્વ. દક્ષાબેન જેઠાલાલ (માસ્તર), ગં.સ્વ. ભારતીબેન (શાન્તાબેન) ભૂપેન્દ્ર (એસ.ટી.)ના દેરાણી, લતા અશ્વિન (ગ્રામીણ બેંક), ગં.સ્વ. નંદિની (સિમ્પલ) નીતિન (એન.પી. પાન)ના જેઠાણી, સ્વ. સીતાબેન પ્રબોધચંદ્ર બૂચ, સ્વ. જમનાબેન, સ્વ. સરલાબેન, સ્વ. જેઠાલાલ (શંભુ માસ્તર), સ્વ. ભૂપેન્દ્ર (એસ.ટી.), મહાલક્ષ્મી (મયુબેન)ના નાના ભાઈના પત્ની, અશ્વિન (ગ્રામીણ બેંક), સ્વ. નીતિન (એન.પી.), નિરંજના (મેપા)ના ભાભી, વૃત્તિ, દીપક ઠક્કર, વિશાલ (આશાપુરા પાન), હર્ષિલ (ડીજે), રુતુજ, સર્જિત, ડો. હેમાશ્રી, મુક્તિ, કથન, માહીના કાકી, શીતલ (ટીના)ના મામી, વૈશાલી, ખુશ્બૂ, રોશની, કાંચીના કાકીજી, શ્રેયાંશ, નિશ્ચલ, પુન્ય, પાન્યા, જહાંન, પરિશીના દાદી તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-10-2026ના શુક્રવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

ભુજ : છગનલાલ કાનજી રાઠોડ (સલાટ) તે જશુબેનના પતિ, જિતેન્દ્ર, સ્વ. કીર્તિ, મનોજના પિતા, જિગર, યશ, ધાર્મિક, દિવ્યના દાદા, વિશાખાબેનના દાદાજી સસરા, ભાવનાબેન, સ્વ. કોકિલાબેન, તેજલબેનના સસરા, ભોગીલાલ, સ્વ. વનરાજ, સ્વ. મોહન, સ્વ. વનિતાબેન શાંતિલાલના ભાઇ, સ્વ. મેનાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, સાવિત્રીબેનના જેઠ, નરેન્દ્ર, મહેશ, હરેશ, નયનાબેન, જશુબેન, રીતાબેનના કાકા, જિજ્ઞા, શીતલ, લક્ષ્મીના મોટાબાપા તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-10-2026ના સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજવાડી, દાંડીવાળા હનુમાન મંદિરની બાજુમાં, ભુજ ખાતે.

ગાંધીધામ : ઉર્મિલાબેન જોબનપુત્રા (ઉ.વ. 62) તે લહેરચંદભાઇ ગંગારામભાઇ જોબનપુત્રાના પત્ની, હર્ષભાઇ, રાજભાઇના માતા તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 2-10-2026ના શુક્રવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 207, વોર્ડ 12-સી, લીલાશાહ નગર, ગાંધીધામ ખાતેથી નીકળશે.

અંજાર : માનાબેન (ઉ.વ. 65) તે લધુભાઇ પાંચાભાઇ ગોરડિયા (રાઠોડ)ના પત્ની, સ્વ. ભચુભાઇ પાંચાભાઇ તથા મેગાબેન મેઘજીભાઇ મંગરિયા (ગાંધીધામ)ના ભાઇના વધૂ, સ્વ. વિરમભાઇ ભચુભાઇ, દેવલબેન ભચુભાઇ બળિયા, ગોપાલભાઇ, ટાભાભાઇ, રતિલાલ, હરિલાલ, ધનજી આત્મારામ, દાનજી આત્મારામ ગોરડિયાના કાકી, સ્વ. વેલજી લધુ, ખેંગાર લધુ, દેવજી લધુ, પારૂબેન વિનોદભાઇ પાયણ (દેવીસર હાલે ભુજ)ના માતા, લક્ષ્મીબેન વિરમભાઇના કાકીજી સાસુ, પરેશ, રાજેશ, વિરમના દાદી, સ્વ. વિશ્રામભાઇ જખુભાઇ બુચિયા, દેવજી જખુભાઇ, સ્વ. વિરજી જખુભાઇ બુચિયા (ભારાસર), ગંગાબેન કારુભાઇ લોંચાણી (મિરજાપર)ના બહેન તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 3-10-2026ના શનિવારે સાંજે આગરી, તા. 4-10-2026ના રવિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન નગરપાલિકા કચેરી સામે, વણકરવાસ, અંજાર ખાતે.

અંજાર : મ.ક.સ.સુ. શાંતિલાલ સુથાર (પીઠડિયા) (ઉ.વ. 62) (પીઠડિયા મંડપ સર્વિસ-અંજાર) તે સ્વ. જડીબેન શંભુલાલ શિવજીભાઈ પીઠડિયાના પુત્ર, ભાવનાબેનના પતિ, ધર્મેશભાઈ, સ્વ. વિશાલના પિતા, રિંકુબેન, ચેનલબેનના સસરા, કશ્યપ, દિવ્યા, લક્ષ્ય, કાસવીના દાદા, સ્વ. ખીમજી શિવજી પીઠડિયાના ભત્રીજા, બચુભાઈ, સ્વ. જવેરભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈ, રંભીબેન શામજીભાઈ પરમાર (સામખિયાળી), અનુબેન કુંવરજીભાઇ લીંબડ (ચોબારી)ના ભાઈ, લખમશીભાઈ, સ્વ. નેણશીભાઈ, સ્વ. મગનભાઇના કાકાઇ ભાઈ, સ્વ. અરાવિંદભાઈ ડાયાલાલ સોલંકીના જમાઈ, સંજયભાઈ અરાવિંદભાઈ સોલંકીના બનેવી, રાજેશ, જ્યોત્સનાબેન હિતેશભાઈ પરમાર (મુંબઈ), સંદીપ, હસમુખના કાકા, પૂજાબેન ગોપાલભાઈ પરમાર (મુંદરા), જય, સંજનાબેન વત્સલભાઈ પરમાર (વલ્લભીપુર), નૈતિકના મોટાબાપા તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-10-2026ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે. લૌકિક ક્રિયા બંધ છે.

માંડવી : હાલે ચેમ્બુર (મુંબઈ) કચ્છી દશા શ્રીમાળી વણિક નરેન્દ્રભાઈ વાડીલાલભાઈ મહેતા (ઉ.વ. 84) તે સ્વ. વાડીલાલ ભગવાનજી મહેતાના પુત્ર, કુસુમબેનના પતિ, કિશોરભાઈ, બિહારીભાઈ, સ્વ. ચંદ્રકળાબેન વસંતલાલ મહેતા, કુમુદબેન પ્રવીણલાલ મહેતા, સરલાબેન ચંદ્રકાન્ત મહેતા, સ્વ. સુલોચનાબેન વિપીનચંદ્ર મહેતા, પુનિતાબેન મહેશભાઈ સ્વાલી, નીરુબેન ભરતભાઈ મહેતાના ભાઈ, સ્વ. મણિબેન વેલજી વિસનજી મહેતા (માનકૂવા)ના જમાઈ તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માધાપર (તા. ભુજ) : નટવરલાલ ઠાકરશીભાઇ સાયતા (ઠક્કર) (ઉ.વ. 74) તે પ્રભાબેનના પતિ, દિનેશભાઇ, નવીનભાઇ, રમેશભાઇ, સ્વ. ગિરીશભાઇ, સરોજબેન જશવંતલાલ ઠક્કર, સ્વ. ઉષાબેન મનુભાઇ ઠક્કરના ભાઇ, પિન્ટુભાઇ, પારુલબેન ચેતનકુમાર, રુચિબેન મૌલિકકુમારના પિતા, આશિષ નવીનભાઇ ઠક્કરના કાકા તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 2-10-2026ના શુક્રવારે સવારે 9થી 11 તથા દશો સવારે 11થી 1 યક્ષ મંદિર, પ્રથમ માળે, ગાંધી સર્કલ પાસે, માધાપર ખાતે.

ગજોડ (તા. ભુજ) : ગુલાબબા રાણાજી સોઢા (ઉ.વ. 95) તે સ્વ. ચંદુભા રાણાજીના માતા, પ્રવીણાસિંહ, પૃથ્વીરાજાસિંહ, ખેંગારજી, સવાઈસિંહ, ખેતુભા, તણુભા, સવુભા (જાડાઈ)ના દાદી, ભેરાસિંહ, આઈદાનાસિંહના કાકી તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. દશાવ વિધિ તા. 6-10-2026ના મંગળવારે તથા બારમું તા. 8-10-2026ના ગુરુવારે.

કુંદરોડી (તા. મુંદરા) : ખેતશીભાઇ ગાંગજીભાઈ દનિચા તે દામજીભાઈ, શામજીભાઈ, ભચીબેન, હીરબાઈબેન, કાનબાઈબેનના ભાઈ, રાણાભાઈ મેઘાભાઈ દેવરિયા (મોટા રેહા)ના જમાઈ તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તા. 4-10-2026 રવિવારે અને તા. 5-10-2026 સોમવારે નિવાસસ્થાને કુંદરોડી ખાતે.

રત્નાપર-મઉં (તા. માંડવી) : હાલે સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) નીલેશકુમાર ભીમાણી (ઉ.વ. 38) તે સ્વ. દમયંતીબેન અને સ્વ. મોહનભાઈ ભાણજી ભીમાણીના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. ભાણજી પ્રેમજી ભીમાણીના પૌત્ર, વિરલ (સાંયરા)ના નાના ભાઈ, પ્રિયાબેનના દિયર, ભારતીબેન  લખમશીભાઈ (ભુજ), અનસૂયાબેન મણિલાલભાઈ (પુના), કમળાબેન અરાવિંદ પોકાર (નાસિક, જનકપુર), ઊર્મિલા અંબાલાલ પોકાર (ગાંધીધામ-જિયાપર)ના ભત્રીજા, વિરલ, ડો. વિશાલ (વિસનગર), જીગીષા મયંક નાકરાણી (ભુજ-લક્ષ્મીપુર), પાર્થ (અમેરિકા), પ્રિયાંશ (કેનેડા)ના ભાઈ, ક્રિષ્ના, ઉદય, શ્રીશા, દેવસ્ય, આદિત્યના કાકા, સ્વ. મનજી કેસરા સેંઘાણી (મોમાયમોરા)ના દોહિત્ર, જગદીશભાઈ, શાંતિભાઈ (મોમાયમોરા)ના ભાણેજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-10-2026ના શનિવારે સવારે 8.30થી 10 પાટીદાર સમાજ સમાજવાડી, રત્નાપર-મઉં (તા. માંડવી) ખાતે.

જડોદર-કોટડા (તા. નખત્રાણા) : ભચીબા સોઢા તે વેસુભા ભીખુભા સોઢાના પત્ની, રમેશભા, લક્ષ્મણસિંહ, હંસાબા, હીરાબા, ભગવતીબાના માતા, રમેશભા, સમતજી, ભરતભાના સાસુ, રતનજી પબાજી રાઠોડના બહેન અવસાન પામ્યા છે. બેસણું તા. 2-10-2026ના શુક્રવારે બપોરે 3થી 4 મોમાઇ માતાજી મંદિર, જડોદર (કોટડા) ખાતે.

 વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે હૈદરાબાદના જિજ્ઞેશ વેલજીભાઇ પાંચાણી (ઉ.વ.38) તે વેલજીભાઇ વિઠ્ઠલદાસ પાંચાણીના મોટા પુત્ર, તરુણાબેનના પતિ, સાક્ષીબેન, મનનના પિતા, મેહુલ, રોશનીબેન મનોજકુમાર (રાજનંદગાંવ)ના મોટા ભાઇ, હીરાલાલભાઇ (હૈદરાબાદ)ના ભત્રીજા તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી-બેસણું તા. 3-10-2026ના શનિવારે સવારે 8.30થી 10.30 વિરાણી મોટી પાટીદાર સનાતન સમાજ ખાતે. 

કોઠારા (તા. અબડાસા) : જુણેજા જલુબાઇ અભુભખર (ઉ.વ. 65) તે મ. રજાક, અબ્દુલસતાર, અબ્દુલ, ઇકબાલના માતા, જુણેજા ઇશાક હાજી અલીમામદ, ઇબ્રાહિમ, સલેમાન, મ. મામદસિધિક, જુસબના ભાભી, જુણેજા સાલેમામધ (બાયઠ)ના પુત્રી, રહીમાબાઇ (માંડવી)ના બહેન, નારેજા હાજી દાઉદ (નવાવાસ), તુર્ક સલીમ (કોડાય), નારેજા મામદ (વાડા)ના સાસુ તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-10-2026ના સવારે 10થી 11 શાહ બુખારી દરગાહ કમ્પાઉન્ડ ખાતે.

વમોટી મોટી (તા. અબડાસા) : ખલીફા સુમારભાઇ લધાભાઇ (ઉ.વ.83) તે મ. હારૂન લધા (અંજાર)ના નાના ભાઈ, અબ્દુલ  અબ્બાસ (અંજાર)ના કાકા, ઈરફાન, સિકંદર, અનીક, અવૈસ, આતિફના દાદા, જુસબ રમજાન (નલિયા), ફકીર મામદ ઓસમાણ (લાયજા), અબ્દુલ રજાક રમજાન (વિરાણી)ના સસરા, કાસમ અલીમામદ (વિરાણી)ના ફુવા, લોઢિયા અભુભક્કર હાજી હુસેન, ચાવડા અયુબ અબ્દુલ્લા ખાલીદ સિદ્ધિકના કાકાસસરા તા. 1-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-10-2026ના શનિવારે સવારે 10.30થી 11.30  નિવાસ્થાન વમોટી મોટી ખાતે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd