• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ધ્રબ : દુકાનોમાંથી 73 હજારના શરાબ સાથે ત્રણ જબ્બે : એક પકડવાનો બાકી

ભુજ, તા. 1 : ગઇકાલે મુંદરા પોલીસે ધ્રબની સીમમાં ઘનશ્યામ કોમ્પ્લેક્ષની દુકાનોમાંથી 73 હજારના શરાબના જથ્થા સાથે ત્રણને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે આ કામના અન્ય એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ માંડવીના નાના આસંબિયા પાસે પોલીસે 38 હજારના શરાબના જથ્થા સાથે માધાપરના શખ્સને પકડી લીધો હતો. ગઇકાલે મુંદરા પોલીસે ધ્રબ સીમમાં આવેલી ઘનશ્યામ કોમ્પલેક્ષની દુકાનોમાં દરોડા પાડી અલગ-અલગ શરાબની 107 બોટલ તથા 48 બિયરના ટીન એમ કુલ્લે રૂા. 75,381નો શરાબનો જથ્થો તથા ત્રણ મોબાઇલ જેની કિં. રૂા. 23,000 એમ કુલ્લે રૂા. 98381ના મુદ્દામાલ સાથે પુનશી નારણભાઇ ગઢવી અને વિશ્રામ નારણભાઇ ગઢવી (રહે. બંને મોટા કપાયા, મૂળ સમાઘોઘા) તથા નિકુલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (હટડી તા. મુંદરા)ને ઝડપી લીધા હતા. જ્યારે આ કામના અન્ય આરોપી મૂળજી સવરાજ ગઢવી (રહે. બારોઇ વાડીવિસ્તાર, મુંદરા)ને ઝડપવા છાનબીન આદરી છે. બીજી તરફ આજે સવારે નાના આસંબિયા સ્કૂલ સામે આવેલા પુલ પાસે ભુજ-માંડવી માર્ગ પરથી બાતમીના આધારે એલસીબીએ એકિટવાથી આવતા માધાપર (તા. ભુજ)ના સંજય પ્રદીપ ગોરને અલગ અલગ બ્રાન્ડની શરાબની 19 બોટલ જેની કિં. રૂા. 30000 તથા એકિટવા નં. જી.જે. -12 -એચએચ -2021 જેની કિં. રૂા. 3000 અને એક મોબાઇલ કિં. રૂા. 5000 એમ કુલ્લે રૂા. 73  હજારના મુદ્દામાલ સાથે ઝડપી કોડાય પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd