• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

પટાવાળા હોય કે સચિવ, કાયદો સૌ માટે સમાન

નવી દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટ તરફથી એક મહત્ત્વની ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની નજરમાં તમામ બરાબર છે. અલ્હાબાદ હાઇ કોર્ટમાં પેન્ડિંગ પૂર્વ જિલ્લા જજના સેવાથી કથિત રીતે સસ્પેન્શનને પડકારતી અરજી ઉપર પ્રાથમિકતાના આધારે સુનાવણી કરવાનો નિર્દેશ આપવાથી ઈનકાર કરતા અદાલતે આ ટિપ્પણી કરી હતી. પીઠે કહ્યું હતું કે ચપરાસી હોય કે રાજ્યના મુખ્ય સચિવ, તેનાથી કોઈ ફરક પડતો નથી. દર વ્યક્તિને ન્યાય સુધી સમાન પહોંચનો અધિકાર છે. કોર્ટ તરફથી ટિપ્પણી કરવામાં આવી હતી કે બંધારણીય સમાનતાનાં આ ક્ષેત્રમાં વ્યક્તિગત આધારે કોઈ માટે અલગ વ્યવસ્થા કરી શકાય નહીં. પૂર્વ જિલ્લા જજ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમની અરજી અલ્હાબાદ હાઇ કોર્ટમાં પેન્ડિંગ છે અને અદાલતમાં કેસનો બોજ હોવાથી સુનાવણીમાં સમય લાગી રહ્યો છે. તેના ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો હાઇ કોર્ટ દ્વારા આ મામલે પ્રાથમિકતાના આધારે સુનાવણી કરવાનો નિર્દેશ આપવામાં આવે તો બીજા વાદીઓ સાથે અન્યાય થશે જે પોતાના કેસની સુનાવણી માટે રાહ જોઈ રહ્યા છે. પીઠે શરૂઆતમાં સંકેત આપ્યો હતો કે આ મામલે સીજેઆઇની અધ્યક્ષતાની પીઠ સામે વિચાર કરવામાં આવી શકે  છે જો કે સીજેઆઇ અદાલતમાં બેસ્યા નહોતા. અરજકર્તાના વકીલ દ્વારા ત્વરિત રાહત ઉપર ભાર મૂકવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી હતી. જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે, આવો આદેશ પસાર કરી શકાશે નહીં. વિલંબ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવવાથી અન્ય અરજકર્તાઓ સાથે અયોગ્ય વ્યવહાર ગણાશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd