• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

નખત્રાણા તાલુકામાં મગફળી ઉખેડવાનો ધમધમાટ

નખત્રાણા, તા. 1 : કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા તાલુકામાં વરસાદના અભાવે મગફળીનો કપિત પાક  નિષ્ફળ જતાં મગફળી પેદાશોના હબ ગણાતા નખત્રાણા તાલુકાના કિસાનો દ્વારા મગફળી (ભૂતડી) ઉખેડવાના શ્રીગણેશ કરતાં વાડીના કામો ગાજી રહ્યા છે. વરસાદની અછતના કારણે ગત વર્ષની તુલનાએ પિયત વાડીઓમાં પેદાશા 50 ટકા અડધી જેટલી થવા ધારણા છે. બીજી તરફ પ. કચ્છના અબડાસા, લખપત, નખત્રાણા ત્રણેય તાલુકામાં વરસાદના અભાવે કપિત (રામમોલ) ખેતરોમાં બિલકુલ વાવણી ન થતાં પેદાશમાં ઓટ પડી છે, જ્યારે દેશ તથા વિદેશમાં દાણા બર ક્વોલિટી માલોમાં નિકાસ માટે માંગ છે. દક્ષિણના રાજ્યોમાં બિયારણ માટે મગફળીની ખરીદી માટે નવરાત્રિમાં અન્નાની આવ તેમજ સાઇટ તેલોમાં ભારે તેજીના કારણે મગફળીના ભાવ ઊંચા રહ્યા છે. કોટડા (જ.)ની કાજા કંપની જે સિંગદાણાની નિકાસ તથા બિયારણના કામકાજ કરતી જૂની પેઢીના માલિક પંકનભાઇ ઠક્કર તથા વિતેસ કોમોડિટીના સંચાલક બંટીભાઇ ઠકક્કરે મગફળીની માર્કેટિંગ તથા ભાવની વિગતો આપતા `કચ્છમિત્ર'ને જણાવ્યું કે, ચાલુ ચોમાસામાં નખત્રાણા તાલુકામાં પ્રથમ વાવણીલાયક વરસાદ પછી ખેંચાયેલા વરસાદથી પિયત વાડીની ઉપજ માંડ અડધી થશે, જ્યારે નખત્રાણા, લખપત, અબડાસા સહિત ત્રણેય તાલુકામાં ખેતરો કપિત વાવેતર બિલકુલ થયું નથી, જેના કારણે સારા ચોમાસા થવાના આશાથી મગફળી બિયારણના કામકાજ કરતા વેપારીઓએ બિયારણ માટે સ્ટોક કરેલા સીંગદાણાના જથ્થાનું વેચાણ ન થતાં વેપારીઓને એવા દાણા નીચા ભાવે વેંચી મોટી નુકસાની વેઠવી પડી હતી.મગફળીની ઓછી પેદાશના કારણે શરૂઆતથી 40 કિલોના રૂપિયા 3700 જેટલા ઊંચા ભાવ રહ્યા છે. બીજી તરફ તાલુકા વિસ્તારમાં મગફળી નવા માલની આવક માર્કેટમાં દરરોજ 3થી 44 હજાર ગુણીની આવકે  જી-24 જાતની મગફળીના ભાવ 3700થી 3750 40 કિલોના રહ્યા છે. લક્ષ્મીપર નેત્રા વિસ્તારમાં મગફળી ઉખેડવાની શરૂઆત ધમધમાટથી સીમતળની વાડીઓ ગાજી ઊઠી હોવાની ખેડૂત વિશ્રામભાઇ પાયરે વિગતો આપતાં  જણાવ્યું કે,  ઓછા વરસાદના કારણે અડધા ભાગ જેટલી પેદાસ થશે, જ્યારે મગફળીનો સૂકોચારો (કુટી)ની વધુ માંગના કારણે ઊંચા ભાવ મળશે. આથી ખેડૂતોને સારું વળતર થશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd