ભુજ : પંખેરિયા મુસા હુશેન (ઉ.વ. 63) તે મ. હુશેનના પુત્ર, પંખેરિયા મ. જાકબ, પંખેરિયા
ઓસમાણ, પંખેરિયા અબ્દુલના ભાઈ, કેવર અમિન,
ગુલામ, હુશેન (બિદડા)ના સાળા તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-10-2026ના ગુરુવારે સવારે 10થી11 મુસ્તફા જમાતખાના, ભુજ ખાતે.
સૂરજપર (તા. ભુજ) : પ.ક.મ.ક.સ.સુ. દરજી મોઢ હરીશભાઇ (ઉ.વ. 65) તે સ્વ. લક્ષ્મીબેન મૂરજીભાઇ
મોઢના પુત્ર, દમયંતીબેનના પતિ,
સ્વ. નવલબેન મનજી ગોહિલ (ભુજ), સ્વ. દેવીબેન વિશનજી
સોલંકી (કોઠારા), સ્વ. કાન્તાબેન રામજીભાઇ મકવાણા (આદિપુર),
સ્વ. શંકરલાલ મૂરજી મોઢ (સુથરી), વનિતાબેન દેવજીભાઇ
ચાવડા (નિરોણા)ના ભાઇ, સરસ્વતીબેન, જિજ્ઞેશ,
પ્રકાશના પિતા, રમેશભાઇ અનુપભાઇ પરમાર (લંડન),
જયશ્રી, ભાવિનીના સસરા, આશા,
દીપ, વીર, રવિના દાદા,
જીતના નાના, મોનિકાના નાનાજી સસરા, ગં.સ્વ. સરલાબેન શંકરલાલ મોઢના દિયર, વિપુલભાઇ,
સ્વ. ચેતનભાઇના કાકા, રસીલાબેન, સ્વ. ફાલ્ગુનીબેનના કાકાજી સસરા, ખુશ્બૂ, હેમાંગ, ખુશી, હીર, દિયા, પાર્થના દાદા, નવલબેન કલ્યાણજીભાઇ,
સરસ્વતીબેન હંસરાજભાઇના ભત્રીજા, સ્વ. ગંગાબેન
દેવજીભાઇ સોલંકી (લાલાવાળા)ના જમાઇ, લહેરીલાલ, શાન્તિલાલ (ભુજ), મણિબેન, માનબાઇ,
સોનબાઇ, કસ્તૂરબેન, રતનબેન,
પુરીબેન, હેમાબેનના બનેવી તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-10-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 લેવા પટેલ સમાજવાડી, સૂરજપર ખાતે.
મમુઆરા (તા. ભુજ) : સવા રાણા નાગપાર જાટિયા (આહીર) (ઉ.વ. 95) તે હીરા રાણાના ભાઇ, લખમણ (કવિ), ધનજી,
વિશ્રામ, હરિ, ગોકુલ,
જશીબેન કરમણ ગાગલ (અટલનગર)ના પિતા, હરિ હીરા જાટિયા
(પૂર્વ કારોબારી ચેરમેન, કચ્છ જિલ્લા પંચાયત)ના મોટાબાપુ તા.
29-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન મમુઆરા (તા. ભુજ) ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : યાદવ નરેન્દ્રભાઈ (ઉ.વ. 52) તે ગીતાબેન મોહનભાઈ યાદવના
પુત્ર, કાંતાબેન ટાંક, શોભનાબેન
પરમારના ભાઈ, ટાંક અરૂણભાઈ, પરમાર રમેશભાઈના
સાળા, ટાંક સુમિત, પરમાર ભાવેશ,
પરમાર હિરન, સુરભિબેન, નેહાબેન,
શિલ્પાબેન, દિવ્યાબેન, નેહાબેન
રાઠોડના મામા તા. 28-9-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 30-9-2026ના
બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, તળાવની સામે, ગળપાદર ખાતે.
વરસામેડી (તા. અંજાર) : કુરેશી હલીમાબાઇ હબીબ (ઉ.વ. 108) કુરેશી ઓસમાણ (ભેંસવાળા), કુરેશી અભૂ (વીડી)ના માતા, મ. ઉમર મીઠુ સમેજા (ખારા પસવારિયા)ના સાસુ તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-10- 2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વરસામેડી (તા. અંજાર) ખાતે.
લુડવા (તા. માંડવી) : મુળીબેન (ઉ.વ. 82) તે માધવજી કાનજી ધોળુના પત્ની, સ્વ. પ્રેમજીભાઈ કેશરાભાઈ (પદમપુર)ના નાના ભાઈના
પત્ની, સ્વ. મૂળજીભાઈના ભાભી, વિમળાબેન
વસંતલાલ સેંઘાણી (ગઢશીશા), મનીષાબેન હરેશભાઇ ભીમાણી (રત્નાપર),
મુક્તાબેન નરશી માવાણી (નાસિક), મોહનભાઇ,
રમેશભાઈ, કિશોરના માતા, સંગીતાબેન,
જ્યોત્સનાબેન, કોમલબેનના સાસુ, ચંદુભાઈ, પુરુષોત્તમભાઈ (પદમપુર)ના કાકી, નરોત્તમ, રતિલાલ, ચંદુલાલ,
મુકેશના મોટાબા, પ્રગતિ, અંશ, વિશ્વા, મનના દાદી,
ગાવિંદ કરશન ભગત (દરશડી)ના બહેન તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 30-9-2026ના સવારે 8.30થી 11.30 પાટીદાર સમાજવાડી ખાતે.
મસ્કા (તા. માંડવી) : મંગલદાસ મોતા (ઉ.વ. 73) તે સ્વ. ધનબાઇ પ્રાગજી લધા
મોતાના પુત્ર,
સાવિત્રીબેનના પતિ, સ્વ. પ્રેમજી,
સ્વ. ખીમજી, ગં.સ્વ. પાર્વતીબાઇ, સ્વ. જમણાબાઇ, ગં.સ્વ. રાધાબાઇ, ગં.સ્વ. પુરબાઇના ભાઇ, ગં.સ્વ. ગોદાવરીબાઇ, સ્વ. વેજબાઇ, સ્વ. સાવિત્રીબાઇના દિયર, મહેશ, કાંતિલાલ, રિતેષ,
રાજેશ, વિનયના પિતા, શિલ્પાબેન,
નિશાબેન, શિલ્પાબેન, ભક્તિબેન,
જિજ્ઞાબેનના સસરા, વૃતિક, જૈનિલ, ધ્રુવ, નિક્સ, નિવ, શૌર્ય, ક્રિશા, પરીના દાદા, મોનિકાબેનના દાદાજી સસરા, સ્વ. મણિલાલ, જગદીશ, લીલાવંતીબેન,
ગં.સ્વ. હેમલતાબેન, સ્વ. જયાબેન, નિર્મળાબેન, ગં.સ્વ. રમીલાબેનના કાકા, ગં.સ્વ. નિર્મળાબેન, પ્રફુલાબેનના કાકાજી સસરા,
સ્વ. વાલજી લધા મોતા, સ્વ. નરસિંહ લધા મોતાના ભત્રીજા,
સ્વ. કેશરબાઇ ભાણજી કેશવાણી (ટુન્ડા)ના જમાઇ, સ્વ.
ઇશ્વરલાલ, સ્વ. ગૌરીશંકર, સ્વ. કંકુબેનના
બનેવી તા. 28-9-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-10-2026ના ગુરુવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
તલવાણા (તા. માંડવી) : મૂળ ખીરસરાના હાલેપોત્રા બિલાલ સાલેમામદ
(ઉ.વ. 82) તે રાયમા અધા અલીમામદના જમાઈ, હાલેપોત્રા મુકીમદાદાના કાકાઈ ભાઈ, હલેપોત્રા હુશેનના કાકા, હાલેપોત્રા જાફર, રબરખિયા, અજીમ, અબ્બાસ,
અલાડેનાના મામા તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-10-2026ના ગુરુવારે સવારે 10થી 11 રૂકનુદ્દીનશાહ દાતારના કમ્પાઉન્ડમાં, તલવાણા ખાતે.
ભોરારા (તા. મુંદરા) : નવલસિંહ જાડેજા (ઉ.વ. 24) તે નટુભા વેલુભા જાડેજાના પુત્ર, ઝાલા તખતસિંહ જસુભા (ભોજવા-વિરમગામ)ના જમાઇ,
ગાભુભા, અજુભા, નટુભાના ભત્રીજા,
ઘનશ્યામસિંહ, શક્તિસિંહ, પ્રવીણસિંહ, મહિપતસિંહના નાના ભાઇ, નિકુલસિંહ, હરદીપસિંહ, દિવ્યરાજસિંહ,
આર્યદીપસિંહના કાકા તા. 28-9-2026ના અવસાન પામ્યા છે.
ભુજપુર (તા. મુંદરા) : વિલાસબા બબુભા રાણાજી જાડેજા તે રૂપસિંહ, રણછોડસિંહ, જીતુભા,
કિશનસિંહના માતા, સુલતાનસિંહ, કનુભા, મંગુભા, સુખદેવસિંહ,
જાલુભા, સામતસિંહ, બબુભા,
રાજુભાના કાકી તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી (હનુમાન) દરબાર ફળિયા, ભુજપુર ખાતે.
જિયાપર (તા. નખત્રાણા) : મણિબેન અબજીભાઈ પોકાર (ઉ.વ. 75) તે સ્વ. અબજીભાઈ માવજીભાઈ પોકારના
પત્ની, વિનોદભાઈ, હંસાબેન (વડોદરા),
પીયૂષભાઈ, તુલસીભાઈના માતા, સ્વ. પરબતભાઈ, વસંતભાઈ, શાંતાબેન
(સુખપર), મંજુલાબેન (નાસિક), વનિતાબેન
(દેશલપર)ના ભાભી, તારાબેન, ત્રિવેણીબેન,
રેખાબેન, મોહનલાલ ઠાકરાણી (ભડલી)ના સાસુ,
ગં.સ્વ. ગંગાબેન, લીલાબેનના જેઠાણી, પ્રિન્સી, દિવ્ય, હેત, જીલ, પરીના દાદી, સ્વ. દેવજીભાઈ
ભીમજીભાઇ પારસિયા (મણિપર)ના પુત્રી તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-9-2026ના બુધવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન
જિયાપર ખાતે.
ધારેશી (તા. લખપત) : ગોરડિયા પૂંજાભાઇ પબાભાઇ (ઉ.વ. 73) તે ખીમજીભાઇ, લાલજીભાઇ (ગણેશનગર-નખત્રાણા), સ્વ. નાથીબેન લાલજી સીજુ (ગણેશનગર), પૂરબાઇ કાનજી બલિયા
(વાયોર), નાનબાઇ વિશ્રામ સીજુ (ભાડરા), કાનબાઇ શિવજી પાયણ (નાના વાલ્કા), નેણબાઇ ધનજી પાયણ
(ભાડરા), લક્ષ્મીબેન કાનજી સિજુ (લૈયારી)ના ભાઇ, હરેશભાઇ, તેજાભાઇ, લખુભાઇ,
ઉમરાબેન કાનજી સીજુ (લૈયારી હાલે ભુજ)ના પિતા, કાનજીભાઇ, પુનાભાઇ, પરાગભાઇના કાકાઇ
ભાઇ, સ્વ. મમુભાઇ બુધાભાઇ ખોખર (ગુનેરી)ના જમાઇ, સ્વ. મંગાભાઇના બનેવી, રાહુલ, દીપેન,
નીતિન, અક્ષય, પ્રિન્સ,
તેજલ, હીરલ, અંજના,
પાયલ, મમતા, રાધિકાના દાદા,
ભીમજી, ભાવેશ, નારાણ,
અજિત (બધા ધારેશી), દિનેશ, નીલેશ, હંસરાજ, મેહુલ (ગણેશનગર)ના
મોટાબાપા તા. 29-9-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-10-2026ના રાત્રે તથા તા. 10-10-2026ના સવારે ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાને.
ગુનેરી (તા. લખપત) : જાડેજા ખાનજી વિરાજી (ઉ.વ. 77) તે જાડેજા ગોમાજી વિરાજી, સ્વ. જાડેજા દેવાજી વિરાજીના ભાઇ, જાડેજા ગનુભા દેવાજી, મહેન્દ્રસિંહ ગોમાજી, દીપસિંહ ગોમાજીના મોટાબાપુ તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 5-10-2026ના સોમવારે રાત્રે, ઘડાઢોળ તા. 6-10-2026ના મંગળવારે બપોરે નિવાસસ્થાન
ગુનેરી ખાતે.
માતાના મઢ (તા. લખપત) : નોતિયાર આમધભાઇ સુમાર (ઉ.વ. 68) તે હાજી સુમાર, ઇબ્રાહિમ, ઇલિયાસ સુમારના
ભાઇ તા. 28-9-2026ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 30-9-2026ના
જામા મસ્જિદ, માતાના મઢ ખાતે.