ભુજ : સૈયદા અમીનામા (જેનુમા) (ઉ.વ. 85) તે પીર સૈયદ મ. હાજીબાવા (સાંકળવાળા
પીર)ના પત્ની, મહેબૂબશા, સુલતાનશા, સરફરાઝશાના માતા, સૈયદ
અમીરશા હુસેનશા (ખેડોઇ)ના બહેન, પીર સૈયદ કાસમશા (સાંકળવાળા પીર),
સૈયદ અકબરશા (ફરાદી)ના સાસુ તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-8-2026ના રવિવારે સવારે 9.30થી 10.30 ભાઇઓ અને બહેનો માટે કુંભાર
જમાતખાના, ભીડ ગેટ, ભુજ ખાતે.
ભુજ : વાસુદેવ ઘનશ્યામદાસ બચાણી (ઠક્કર) (ઉ.વ. 67) તે ચંદ્રિકાબેનના પતિ, જગદીશભાઇ, પરસોત્તમભાઇ,
સવિતાબેન દિલીપભાઇ ભાગનાણીના પિતા, મગનલાલ ઘનશ્યામદાસ
બચાણીના ભાઇ, હની, અંશુ, યુવરાજ, અનમોલના દાદા તા. 31-7-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 1-8-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન સી-150/151, મારૂતિ પ્લોટ, સંસ્કારનગરથી ખારીનદી સસ્થાને જવા નીકળશે. પ્રાર્થનાસભા
તા. 1-8-2026ના સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી,
હમીરસર તળાવ પાસે, ભુજ ખાતે.
અંજાર : કલર રોમત ઓસમાણ (ઉ.વ. 70) તે જુસબ, સુલેમાન, કાસમના માતા
તા. 30-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-8-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હેમલાઇ ફળિયા,
અંજાર ખાતે.
ભચાઉ : રમેશભાઇ (ઉ.વ. 65) તે અચલાનંદ સ્વરૂપચંદ કેલાના પુત્ર, અશોકભાઇ, સુરેશભાઇ,
અરૂણભાઇ, વિનોદભાઇ, નીતિનભાઇ,
પીયૂષભાઇ, રસીલાબેન, વનિતાબેનના
ભાઇ, રમેશકુમાર છાપી, લોકેશભાઇ (મોરબી)ના
સાળા, મોનિકાબેન જિગરભાઇ (મોરબી), તેજસના
પિતા તા. 30-7-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 3-8-2026ના ત્રીજાની વિધિ તથા અગિયારમું-બારમું લુહાર સમાજવાડી, ભચાઉ ખાતે.
રાપર : ઠક્કર રાજેશભાઈ કોટક (ઉ.વ. 45) તે ચંપાબેન જમનાદાસ કેવળરામના
પુત્ર, જીનલબેનના પતિ, મહેક તથા
હેતના પિતા, બકુલભાઈ, ભગવતીબેન મણિલાલ રાણા,
હેતલબેન સચિનકુમાર રાજદે, સુરેશભાઈ, રમેશભાઈના ભાઈ, સ્વ. શાંતિલાલ, સ્વ. નરભેરામભાઈ તથા પ્રભાબેન માધવજીભાઈ કોટક (અંજાર)ના ભત્રીજા, સ્વ. રતિલાલ છગનલાલ સાયતાના દોહિત્ર, સ્વ. તુલસીદાસ,
સ્વ. ઈશ્વરલાલ (મુંબઈ)ના ભાણેજ, મીનાબેનના દિયર,
કાશ્મીરાબેનના જેઠ, બંસરી, માનવના કાકા, ક્રિષ્ના, હિતાર્થના
મોટાબાપા, દીપિકા, ધવલ, રોહિત, ક્રિષ્ના, મનીષના મામા તા.
30-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 2-8-2026ના
રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : ઈશ્વરલાલ કાનજીમલ રાજગોર તે સ્વ. કાનજીમલ
દેવજીમલ રાજગોરના પુત્ર, સ્વ. સોનજી,
ડો. શંકરલાલ, સ્વ. સગાળાજી, ડો. રાવતાજી, સ્વ. ટેકચંદ, શાંતાબેન
જોશી, ડો. બાબુલાલ (સાતા)ના ભાઈ, ગણપત,
મનોજ, હંસા, જયા,
સ્વ. ઓમપ્રકાશના પિતા, ભાર્ગવ, હર્ષિલ, તેજસ્વીના દાદા, લવ,
જેનીલ, પ્રિન્સ, પ્રથમના
નાના તા. 31-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 2-8-2026ના
સાંજે 4થી 6 નિવાસસ્થાન રાધાકૃષ્ણ સોસાયટી, ગ્રીન સિટી, માધાપર ખાતે.
અજરખપુર (તા. ભુજ) : ખત્રી નૂરબાઇ જુસબ (ઉ.વ. 85) તે હાજી આરબ જુસબ, હનીફાબેન રહીમના (ભુજ), હાજિયાણી સકીના જાફર (દયાપર), મેમુનાબેન ખમીસા (દયાપર)ના
માતા, જુસબ બાપુ, હારુન બાપુ, આઈસુબેન સિધિક (ધમડકા), અમીનાબેન ઉમર (ભુજ)ના બહેન,
મોહમ્મદ, ઇકબાલ (ધમડકા)ના મોટીમા તા. 31-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-8-2026ના રવિવારે સવારે 11 વાગ્યે મદની મસ્જિદ, અજરખપુર ખાતે.
સાડાઉ (તા. મુંદરા) : જુણેજા આઇશાબાઇ રમજુ (ઉ.વ. 65) તે જુણેજા રમજુ મામદના પત્ની, ગની, અકબરના માતા,
સાલેમામદ જુસબના સાસુ, શેખ સલેમાન, અબ્દુલ્લા, અભુભખર, સાલેમામદના
બહેન તા. 31-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-8-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
સાડાઉ ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : હલીમાબાઇ રમજુભાઇ સોતા (ઉ.વ. 91) તે સોતા આમદ, સોતા સિધિકના માતા, સોતા
મુબારક, રજાક, મુસ્તાક, ઇરફાન, તૌસીફના દાદી અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
2-8-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન ભદ્રેશ્વર ખાતે.
સુખપર-વિરાણી મોટી (તા. નખત્રાણા) : કચ્છી સારસ્વત બ્રાહ્મણ
જોષી જમનાદાસ કાનજી (બોડા) (ઉ.વ. 87) (પૂજારી, લક્ષ્મીનારાયણ
મંદિર-સુખપર) તે સ્વ. સાકરબેન કાનજી બોડા (મોટી વિરાણી)ના પુત્ર, પ્રભાબેનના પતિ, સ્વ. કાંતાબેન માધવજી રત્નેશ્વર (દેશલપર)ના
મોટા જમાઇ, સ્વ. કાશીબેન શંભુશંકર (વરસામેડી), સ્વ. મણિબેન હરિશંકર (રતડિયા), સ્વ. સરસ્વતીબેન ત્રિકમદાસ
(મુરુ), સ્વ. ખુશ્બૂબેન પ્રભાશંકર (કોટડા-જડોદર)ના ભાઇ,
સ્વ. છોટાલાલ, સ્વ. નાનાલાલ, સ્વ. રમેશભાઇ, જગદીશભાઇ, પ્રજ્ઞેશભાઇ,
રસીલાબેન રમેશચંદ્ર, મીનાબેન મુકેશભાઇના બનેવી,
સ્વ. ધર્મિષ્ઠાબેન, સંજયભાઇ, ક્રિષ્નાબેન, ભાવેશ, કુંતલ,
હિરેન, કોમલ, જિતેશ,
નયન, નિરલ, હેમકુંદ,
દીપાલી, જાનવી, અક્ષતના ફુવા,
તૃપ્તિ, મેહુલ, નિશા,
નીતા, નીરવ (બેન્ક ઓફ ઇન્ડિયા - વિરાણી)ના માસા,
દીપ્તિના માસા સસરા, સ્વ. લાભશંકર, પ્રવીણ, રમણીક, વિજય, સ્વ. પ્રહલાદ, અરવિંદ, રાજેશ,
જયેશ, રમેશ, વનિતાબેન,
ગીતાબેન, મહેશભાઇ, રમેશભાઇ,
ચંદુલાલ, મોહનલાલ, જગદીશભાઇ,
સુભાષભાઇ, કાંતાબેન, પ્રેમિલાબેન,
હંસાબેન, ક્રિષ્નાબેન, લીલાબેનના
મામા, જિનિશા, નિવાંશી, મહાવીરના દાદા તા. 31-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-8-2026ના રવિવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, સુખપર-મોટી વિરાણી ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : મૂળ જતાવીરાના મોહનદાન અરજણદાન
સોમલ (ગઢવી) (ઉ.વ. 57) તે ઉષાબેનના
પતિ, સ્વ. બલવીરદાન, ઘનશ્યામદાન,
વર્ષાબેન આનંદદાન શામળના મોટા ભાઈ, સ્વ. રવિદાન
રામજી રોહડિયા (વિંગણિયા)ના જમાઈ, મીતદાન, પાર્થદાન, નિશાબેન, દિવ્યાબેન ધવલદાનના
પિતા, જીત બલવીરદાનના મોટાબાપુ, શંભુદાન
દેવીદાન, યોગેશદાન દેવીદાન, સ્વ. કીર્તિદાન
શિવદાન, રમેશદાન શિવદાન, કરણીદાન શિવદાનના
કાકાઈ ભાઈ તા. 30-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 1-8-2026 શનિવારથી
તા. 3-8-2026 સોમવાર સુધી નિવાસસ્થાન, મોટી વિરાણી ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : કુંભાર અલીમામદ જુમ્મા (ઉ.વ. 62) તે કુંભાર કાસમ, મામદ, ઇસ્માઇલના પિતા,
ઇબ્રાહિમ જુમ્મા, હસણ જુમ્મા, હુસેન જુમ્મા (નેત્રા), હારૂન જુમ્મા (નખત્રાણા)ના મોટા
ભાઇ તા. 30-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-8-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને
ઘડાની રોડ, ડંધા ખાતે.
રાજકોટ : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જયશ્રીબેન અનિલભાઈ શુકલ
(ઉ.વ. 79) તે અનિલભાઈ વિષ્ણુપ્રસાદભાઈ
શુકલ (રેલવેવાળા)ના પત્ની, સ્વ. બહાદુરભાઈ
(વિષ્ણુપ્રસાદ), રેવાશંકર શુકલના પુત્રવધૂ, જયંતભાઈ (ભીમાભાઈ), ભાનુબેન વિનોદરાય ત્રવાડી,
સુશીલાબેન શંભુપ્રસાદ ત્રવાડી, ઉષાબેન હસમુખરાય
ત્રિવેદીના ભાભી, અમિતભાઇ (અર્બન મનીબેંક તથા જનકાર બિટસ),
શાત્રી નીતેશ શુકલના માતા, સ્વ. ભાગીરથીબેન મગનલાલ મણિશંકર ત્રિવેદીના પુત્રી,
ભરતભાઇ હરિલાલ ત્રિવેદીના બહેન, જયેશભાઇ,
જિજ્ઞેશભાઈ, વિશાલના ફઇ તા. 29-7-2026ના અવસાન પામ્યા છે. પિયર પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-8-2026ના
સાંજે 4થી 5 મોઢ બ્રાહ્મણની વાડી, ચંદન પાર્ક, મેઇન રોડ, રૈયા રોડ,
રાજકોટ ખાતે.