• મંગળવાર, 30 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ભોજાયના ગુંસાઇ આનંદપુરી માધવપુરી (ઉ.વ. 40) તે નર્મદાબેન માધવપુરીના પુત્ર, રોહિતપુરી, ચંદ્રેશપુરીના ભાઇ, સ્વ. ચાંદનીબેનના પતિ, ડિમ્પલના પિતા, શીતલબેન, જાનકીબેનના દિયર, દીપ, કરણ, વેદિકા, પ્રાચી, જીયાના કાકા, મંજુલાબેન રામગર (પીપરી), કાન્તાબેન હીરાગર (કુકમા)ના ભત્રીજા, જિતેન્દ્રપુરી, ભીખુપુરી, રમેશપુરી લક્ષ્મણપુરી (ગાંધીધામ), નરેન્દ્રપુરી, જયેશપુરી (માનકૂવા)ના કાકાઇ ભાઇ, મીણાબેન દેવગર (ચિયાસર)ના દોહિત્ર, શંકરગર, પ્રતાપગર, વસંતગરના ભાણેજ તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. બારસ-શંખઢોળ વિધિ તા. 10-7-2026ના શુક્રવારે તથા પ્રાર્થનાસભા તા. 2-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મૂળ સુથરીના પિંજારા ખતુબાઇ અબુબકર (ઉ.વ. 78) તે મ. અબુબકર અદ્રેમાનના પત્ની, સાલેમામદ, અબ્દુમજીદ, અનવર, અબ્દુલકરીમ, મો.સફી, કાસમ, સુલેમાનના માતા, જાવેદભાઇ ગની (ભુજપુર)ના સાસુ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-7-2026ના બુધવારે સવારે 11થી 12 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર, મુસ્તફા મસ્જિદ પાસે, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : કુંભાર ફરીદાબેન ફારૂક બ્રેર (ઉ.વ. 41) તે ફારૂક ઐયુબના પત્ની, અલ્ફાઝના માતા, મ. હાજી હારૂન લોટાના પુત્રી, હાજી ઈસ્માઈલ, જાકબ, હાજી ગનીના બહેન તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ - જિયારત તા. 1-7-2026, બુધવારે સવારે 10થી 11, ભુજ કુંભાર જમાતખાના ખાતે.

અંજાર : મૂળ સિનોગ્રાના કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી કાન્તિલાલ જેઠાલાલભાઇ ચૌહાણ (ઉ.વ. 69) તે રમીલાબેનના પતિ, ચિરાગભાઇ, વિમલભાઇ, વૈશાલીબેનના પિતા, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. શિવલાલભાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. રસિકભાઇ, દિલીપભાઇ, સ્વ. ધનગૌરીબેન, પ્રેમુબેન, પુષ્પાબેન, કસ્તૂરીબેન, લીલાવંતીબેનના ભાઇ, સોનલબેન, રોશનીબેન, યોગેશકુમાર ઠક્કર (વિરમગામ)ના સસરા, સ્વ. દેવશીભાઇ ટાંકના જમાઇ, ધાર્મી, ખનક, અક્ષ, રુહીના દાદા તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 1-7-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, પીરવાડી ખાતે.

આદિપુર : મૂળ મંગવાણાના સોનલબેન (ઉ.વ. 71) (આદિપુર ચારણ મહિલા મંડળના માજી પ્રમુખ) તે ચારણ નારણભાઈ વાલજીભાઈ ધરડા (ચારણ સમાજના માજી પ્રમુખ)ના પત્ની, સ્વ. મૂરજીભાઈ પડાઇયા (ઉલ્હાસનગર)ના બહેન, સ્વ. કરમસિંહભાઇ, વેલજીભાઈ, માંડણભાઇના નાના ભાઈના પત્ની, શાંતિલાલ, સુરેન્દ્ર, પ્રવીણ, કાન્તિલાલ, કંકુબેનના માતા, જખાભાઇ, મેઘજીભાઈ, સ્વ. કરશનભાઈ (મંગવાણા), મોહનભાઈ, અર્જુનભાઈ, જગદીશભાઇ, ઈશ્વરલાલ, ગંગદાસ, હરીશના કાકી, સાજણભાઇ ચૌહાણના વેવાણ, ગાવિંદભાઈ એરવારના સાસુ, રાહુલ, ધનસુખ, ગૌતમ, સંજય, રવિ, ડિમ્પલબેન, મીનલબેન, ઉર્વિબેન, ભાવનાબેન, જયાબેનના દાદી તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 6-7-2026ના સોમવારે સાંજે આગરી અને તા. 7-7-2026ના મંગળવારે સવારે પાણીયારું નિવાસસ્થાને આદિપુર-અંજાર રોડ, પ્લોટ નં. 305, જયપાળ સોસાયટી, આદિપુર ખાતે.

આદિપુર : રઝિયા અબ્દુલસમદ સમેજા (ઉ.વ. 42) તે અબ્દુલસમદ (સિકંદર ટેક્સીવાળા)ના પત્ની, સિદિક ઇબ્રાહિમના પુત્રવધૂ, સુહાના, સમીર, સાહિલ, સાહિદ, રેહાનના માતા, ઉમર અકબરના ભાભી, જુસબ હાજી ઇબ્રાહિમ (મા આશાપુરા ટ્રાવેલ્સ-ગાંધીધામ), સલીમ, ઉસમાન, હારુ (કેડીના મોટર્સ), અલી, આશિકના બહેન તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. તાજિયત ત્રણ દિવસ નિવાસસ્થાન કોરાર વાંઢ, કુંભારડી, આદિપુર ખાતે.

ગાંધીધામ : જેઠાલાલ હમીરભાઇ માતંગ (ભાગવંત) (ઉ.વ. 86) (મજદૂર યુનિયન લીડર) તે સ્વ. માનબાઇના પતિ, કિશન, હરીશ, કમલ, નરેશ (નટુ), વિકી (ઉત્તમ), કમળાબેન (દેવી), લક્ષ્મીબેન, ધનવંતીબેન, હંસાબેન, તમન્નાબેનના પિતા, રતનબેન, ઉષાબેન, જ્યોત્સનાબેન, બાબુલાલ દનિચા, જીવરાજભાઇ ધોરિયા, વેરશીભાઇ ગરવા, શ્યામભાઇ ધુળિયા, લક્ષ્મણભાઇ ગરવાના સસરા, સાવન, દીપક, શિવાંશ, વંશદેવ્યાંશી, માનસી, શિવાંજ, ઇશા, જેન્શીના દાદા, મોનાબેન, અનિલ, સપના, હિના, પીયૂષ, યોગેશ, નીલેશ, કોમલ, જિગર, નિધિ, વિનોક, તેજસ, તનિષ્કા, રુદ્ર, કીર્તિકાના નાના તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 1-7-2026ના આગરી તથા તા. 2-7-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન પ્લોટ નંબર 675, સોમૈયા રોડ, વલિડાડા પાણીની બાજુમાં, સેક્ટર-પાંચ, ગાંધીધામ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ આણંદસરના વેલજીભાઇ ભીમજીભાઇ વિઝુડા (ચારણ) (ઉ.વ. 67) તે અમરતબેનના પતિ, મોહનભાઇ, મણિલાલ, રમીબેન, લીલાબેનના પિતા, સ્વ. નારણભાઇ, કરમણભાઇ, લખુભાઇ, વિરજીભાઇ, રાણીબેન (મોડાસા), શુમિબેન (વિજપાસર)ના ભાઇ, રિદ્ધિ, દર્શિલ, ધૃવલ, કવિના દાદા, સ્વ. લધાભાઇ પૂંજાભાઇ ખીમસુર (માધાપર મંજલ)ના જમાઇ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-7-2026ના બુધવારે સવારે 8થી 11.30 બ્રહ્મસમાજ વાડી (નારાયણ વાડી), કચ્છમિત્ર સર્કલ પાસે, માધાપર ખાતે.

બળદિયા (તા. ભુજ) : પટેલ રામજીભાઈ પરબત વેકરિયા (ઉ.વ. 103) તે સ્વ. વાલબાઈના પતિ, કુંવરજી પરબત વેકરિયાના ભાઈ, લક્ષ્મણ, તેજબાઈ, અમરબાઈ (લંડન), માનબાઈ, લક્ષ્મીબેન, શાંતાબેન, રામબાઈ, રાધાબેન (લંડન), કાંતાબેન (લંડન)ના પિતા, અમૃતબેનના સસરા, દીપેશ તથા ભાવિકાના દાદા, એકતાબેનના દાદા સસરા, હરશિવના પરદાદા તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-7-2026ના બુધવારે સવારે 7થી 8 ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓનું) ઉપલોવસ, બળદિયા અને બહેનો માટે નિવાસસ્થાન બળદિયા ખાતે.

બળદિયા (તા. ભુજ) : ગરવા કાનજી શામજી ગાજણ (ઉ.વ. 60) તે સ્વ. વીરબાઈ શામજી ગરવાના પુત્ર, સ્વ. પરબત, સ્વ. રમીલાબેન ગોપાલભાઈ (મોટી વિરાણી)ના ભાઈઅમરતબેનના પતિ, અનિલ, હિતેન, રંજના, હિરેનના પિતા, રેખાબેન, ઉષાબેન, મીત (ભુજ)ના સસરા, સ્વ. વાલબાઈ રતનશી (માધાપર)ના જમાઈ, સ્વ. પરબતભાઈ, લક્ષ્મણભાઈ, હીરજીભાઈ, સ્વ. પ્રતાપભાઈ, અશોકભાઈ, વિનોદભાઈ, ડાઈબેન પ્રેમજી (માધાપર), માનાબેન ગોપાલ (ચાંદ્રોડા), પાર્વતીબેન છોટાલાલ (બળદિયા)ના બનેવી, દેવલબેન નારાણભાઈ (કોટડા ચ.)ના કાકા, નિક્સી, કાવ્યા, વેદાંતના દાદા તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 3-7-2026ના શુક્રવારે ઘડાઢોળ અને  4-7-2026ના સવારે પાણી નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા (તા. ભુજ) ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ હાજાપરના લક્ષ્મીબેન વલમજી ટાંક (ઉ.વ. 90) તે સ્વ. વલમજી રાજા ટાંકના પત્ની, સ્વ. શિવજી ગોવિંદ ચૌહાણ (રેહા)ના પુત્રી, વિરાબેન, ભાણીબેન, શાંતાબેન, ગૌરીબેનના બહેન, શાંતિલાલ, મહેન્દ્ર (પાણી પુરવઠા નિવૃત્ત કર્મચારી), રંજનબેન બલરામ ચૌહાણ, કોકિલા દિનેશ ચૌહાણના માતા, સ્વ. ભારતીબેન, હર્ષદાના સાસુ, દર્પણ, અંકિતાના દાદી, નિશાંત, કાર્તિક, અલ્પેશ, પૂર્વી, કાજલના નાની, હેમાન્શીના દાદીસાસુ, હિવાના પરદાદી તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-7-2026ના સાંજે 5.30થી 6.30 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.

પદ્ધર (તા. ભુજ) : પાંચાભાઈ ગાવિંદભાઈ ખુંગલા (ઉ.વ. 63) (મંત્રી પદ્ધર વઈ આહીર સમાજ) તે રૂડીબેનના પતિ, નારણભાઈ, સ્વ. શામજીભાઈ, કંકુબેનના ભાઈ, મહેશના પિતા, રાજેશ, હિતેષ, ભાવેશ, સાકુબેનના કાકા, સ્વ. સવા ભીમા કોઠીવાર (વડવારા)ના જમાઈ, સ્વ. શામજીભાઈ સવા, સ્વ. પરબત સવાના બનેવી તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પદ્ધર ખાતે.

ઝુરા (તા. ભુજ) :  ગં.સ્વ. જાડેજા રાણબાઈ રતનજી  (ઉ.વ. 80) તે નારાણજી તથા મુરુભાના માતા, શક્તિસિંહ, અર્જુનસિંહ તથા પ્રહલાદસિંહના દાદી, ભચુભા ભીમજી જાડેજાના કાકી તા. 28-06-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઝુરા ખાતે. ઉતરક્રિયા આગરી  તા. 03-07-2026, શુક્રવારે રાત્રે, બારસ (ઘડાઢોળ) તા. 04-07-2026 શનિવારના.

લુડવા (તા. માંડવી) : નર્મદાબેન અબજીભાઈ ધોળુ (ઉ.વ. 79) તે દિનેશ ધોળુ, જયશ્રીબેન, લક્ષ્મીબેન, મનીષાબેનના માતા, જ્યોત્સનાબેન, નરાસિંહભાઈ, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈના સાસુ, મીત અને મયંકના દાદી, રતનશીભાઇ, શિવદાસભાઈ, સ્વ. ધનજીભાઈ, નાનજીભાઈ, જેન્તીભાઇના ભાભી તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી  તા. 30-6-2026ના મંગળવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે.

સુખપર (તા. મુદરા) : સમેજા શાકીર બાબુ (ઉ.વ. 19) તે જુસબ જુણેજાના પૌત્ર, ગફર ઇશાક સમેજાના દોહિત્ર, ઈરફાન બાબુના ભાઈ, કરીમ ગફર સમેજા, અકબર ગફર સમેજાના ભાણેજ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-7-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સુખપર (તા. મુંદરા) ખાતે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : ગઢવી મેઘરાજ કલ્યાણભાઈ (અભાણી) (ઉ.વ. 78) તે હાસબાઈબેનના પતિ , લક્ષ્મણ, માણશી, કેશવ, કામઈબેન, દેવલબેનના પિતા, નાગાજણ, સ્વ. હાસબાઈ, નાગશ્રીબેન, સોનબાઇબેન, જયશ્રીબેનના ભાઈ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 8-7-2026ના બુધવારે નિવાસસ્થાને.

રાયધણજર (તા. અબડાસા) : હાલે ડોમ્બીવલી શૈલેશ રતનશી ગડા (ઉ.વ. 46) તે દેવકાંબેન રતનશી ગડાના પુત્ર, માનસીના પતિ, ઉદયના પિતા, ભાઇલાલ, સ્વ. ગિરીશ, હિતેન્દ્ર, દિનેશ, કલ્પનાના ભાઇ, જયાબેન વેલજી, સરલાબેન પ્રફુલ જીવરાજ (કોટડા રોહા)ના સાળા, જયશ્રીબેન હેમંતભાઇ જોષી (રત્નાગિરિ)ના જમાઇ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-7-2026ના બુધવારે બપોરે 3થી 4.30 જૈન મહાજનવાડી, રાયધણજર ખાતે.

અટડા (તા. લખપત) : ગોરડિયા માલાભાઇ નાનજીભાઇ (ઉ.વ. 65) તે ભાણબાઇના પતિ, સ્વ. ગાંગબાઇ અને નાનજીભાઇના પુત્ર, ભાણબાઇ, કેશાભાઇ, ડેમાબેન ધનજી બાંભણિયા (રામપર સરવા), કેશાબેન લધુભાઇ બળિયા (પાનેલી), વાલભાઇ લખુભાઇ ખોખર (ત્રંબૌ), માનબાઇ કેસાભાઇ બળિયા (વાલ્કા નાના), ડાઇબેન કાનજી સોધમ (ત્રંબૌ), ગોરબાઇ ખીમજીભાઇ સીજુ (જંગણિયા)ના ભાઇ, લાલજી, નવુભાઇ, રમેશભાઇ, વાલબાઇ ખીમજીભાઇ સીજુ (વાલ્કા નાના), જેઠાબેન પરબતભાઇ સીજુ (ઘડાણી), પ્રેમિલાબેન ભાવેશભાઇ મેરિયા (જડોદર કોટડા)ના પિતા, સામતભાઇ કેશાભાઇ, નારાણભાઇ કેશાભાઇ, ખીમજીભાઇ કેશાભાઇના કાકા, હરજીભાઇ નાથાભાઇ બળિયા (પાનેલી)ના બનેવી તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. તા. 6-7-2026ના બારસ.

Panchang

dd