નવી
દિલ્હી,
તા. 29: કેન્દ્રીય કેબિનેટમાં આગામી એક બે દિવસમાં
ફેરબદલનું એલાન થવાની અટકળો શરૂ થઈ છે. જો કે કેન્દ્ર સરકાર તરફથી આ મામલે તારીખને
લઈને કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. કહેવાય છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસથી ભારત પરત
ફર્યા બાદ મંત્રી પરિષદમાં ફેરફાર થઈ શકે છે. આ દરમિયાન સૌથી વધારે ચર્ચા શિક્ષા
મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નામની છે. જો કે હજી સુધી સાફ થઈ શકયું નથી કે એનડીએ
તરફથી શું નિર્ણય કરવામાં આવશે. ખાસ વાત એવી પણ થઈ રહી છે કે કેબિનેટ ફેરબદલમાં
હાલમાં જ પક્ષોમાંથી થયેલી તૂટ બાદ એનડીએને સમર્થન આપનારા નેતાઓને પણ જગ્યા
આપવામાં આવી શકે છે. થોડા સમય પહેલા જ ટીએમસી, શિવસેના
(ઉદ્ધવ) અને આપના સાંસદોએ એનડીએને સમર્થન આપ્યું હતું. હવે મંત્રીમંડળમાં ફેરફાર
પીએમના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાને રાખીને થઈ શકે છે. પીએમ મોદી છ થી 11 જુલાઈ
ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ જવાના છે.
જ્યારે જાપાનના પીએમ એકથી ત્રણ જુલાઈ ભારત પ્રવાસે છે. આ ઉપરાંત સંસદનું ચોમાસું
સત્ર 18 જુલાઈથી
શરૂ થવાનું છે. જે ઓગસ્ટ સુધી ચાલશે. તેવામાં આગામી એક બે દિવસમાં મોટી ઘોષણાની
અટકળ ચાલી રહી છે. કેબિનેટ ફેરફારમાં કોને જગ્યા મળશે તે સાફ થયું નથી પણ સાંસદ
અરુણ ગોવિલ, શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે, પૂર્વ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ, બિહારના પૂર્વ
સીએમ સીએમ નીતીશ કુમાર, સંજય દીના પાટિલ, વીડી શર્મા, રાઘવ ચઢ્ઢાને સામેલ કરવામાં આવી શકે છે.
કહેવાય છે કે ધર્મેન્દ્ર પ્રધાન, રવનીત બિઠ્ઠુ અને હરદીપસિંહ
પુરીને બદલવામાં આવી શકે છે. જો કે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.