ફુલર્ટન
(અમેરિકા) તા.29: ભારતના
અનુભવી શટલર અને પૂર્વ વિશ્વ નંબર વન કિદાંબી શ્રીકાંતનો બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર
ખિતાબ જીતવાનો ઈંતઝાર વધ્યો છે. યૂએસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં
શ્રીકાંતનો ચીની તાઇપેના ખેલાડી સુ લી યાંગ વિરૂધ્ધ 1પ-21, 21-16 અને
9-21થી
પરાજય થયો હતો. શ્રીકાંતે વર્ષ 2017માં ફ્રેંચ ઓપન જીત્યા પછીથી બીડબ્લ્યૂએફ ટૂર
ખિતાબ જીત્યો નથી.