ભુજ, તા. 29 : શહેરની ભાગોળેના કોવઈનગરથી
સૂરજપર-દહીંસરા જતા ઈન્ટરનેટ વાયરની ચોરી થયાની ફરિયાદના ગણતરીના કલાકોમાં એલસીબીએ
બે આરોપીને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો
ભેદ ઉકેલી લીધો છે. સૂરજપર રહેતા અને બ્રોડબેન્ડના વ્યવસાયી એવા હિતેશભાઈ વિશ્રામભાઈ
મેપાણીએ ગઈકાલે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરથી સાંજ દરમ્યાન ભુજના
કોવઈનગરથી સૂરજપર-દહીંસરા જતા ઈન્ટરનેટ કેબલ વાયર અંદાજે 200 મીટર કિં. રૂા. 30 હજારની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે. દરમ્યાન એલસીબીએ આ ચોરાઉ
વાયર વેચવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે જુસબ સુલેમાન મોગલ (રહે. ભુજ, ધંધો : છુટક વાઈફાઈ કેબલનું કામ) અને
ભુજના રિક્ષાચાલક નવસાદ અલાઉદીન ભટ્ટીને વાયર કિં. રૂા. 30000 અને રિક્ષા નં. જીજે-12-બીટી- 1176 કિં.
રૂા. 50,000 તેમજ બે મોબાઈલ કિં. રૂા. 4,000 એમ કુલ્લે રૂા. 84,000ના મુદ્દામાલ સાથે ઝડપી ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી લીધો
હતો.