બેલફાસ્ટ
તા. 29 : આયરલેન્ડ સામેની બે મેચની ટી-20 શ્રેણી
હાર બાદ ભારતીય ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકાર્યું કે તેની ટીમ પરિસ્થિતિ
અનુસાર રમી શકી નહીં. અમારા બોલરોએ તેમની યોજના સારી રીતે અમલી બનાવી, પણ બેટિંગ મોરચે અમે ચૂકી ગયા. આયરલેન્ડ ટીમની પ્રશંસામાં કહ્યું તેઓ
સ્માર્ટ ક્રિકેટ રમ્યા. તેઓ બોલિંગ-બેટિંગમાં રણનીતિનો અમલ કરી શકયા. પોતાની
કપ્તાનીમાં પહેલી શ્રેણીમાં જ હાર વિશેના સવાલ પર શ્રેયસે કહ્યું ઈમાનદારીથી કહું
તો અમારા માટે આ શ્રેણી ઘણી સારી રહી. અમને ખબર પડી કે ભુલો કેવી રીતે સુધારવી.
જીતનો શ્રેય પૂરી રીતે આયરલેન્ડને મળે છે. ડેબ્યૂ મેચમાં 3 વિકેટ
લેનાર બોલર પ્રિંસ યાદવની પ્રશંસામાં કહ્યું કે તે આઇપીએલમાં સફળ રહ્યો હતો. એ
આત્મવિશ્વાસ તેણે અહીં પણ બતાવ્યો.