• મંગળવાર, 30 જૂન, 2026

વરસાદમાં ઘરે પહોંચવા માટે લોકોએ માર્ગોનો સર્વે શરૂ કર્યો

ગાંધીધામ, તા.29 : ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી પણ લોકોને સમસ્યાઓ ઓછી થઈ નથી જોડિયા શહેરોમાં લગભગ માર્ગો ઉપર મોટા મોટા ખાડાઓ છે તેના કારણે વરસાદ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત સર્જાય નહીં તે માટે ખુદ લોકો ક્યા માર્ગથી પોતાના ઘરે પહોંચી શકશે તેનો સર્વે કરી રહ્યા છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને તેના એન્જાનિયરો ઉપર થી લોકોએ ભરોસો ગુમાવ્યો છે મોટાભાગના રસ્તાઓ ઉપર ખાડાઓ છે એટલે બાઈક સવારોને વરસાદમાં અકસ્માત સર્જાવવાની અથવા તો કોઈપણ ખાડામાં પોતાની બાઈક ફસાવાની ચિંતા સેવી રહ્યા છે. કોર્પોરેશનનું તંત્ર કોઈ પગલાં ભરતું નથી એટલે ખાનગી ઓફિસોમાં તેમજ કંપનીઓમાં અને અન્ય એકમો માં કામ કરતા લોકો વરસાદમાં સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે તે માટે ખુદ દરરોજ નિયમિત અલગ અલગ માર્ગોથી પોતાની બાઈક ચલાવીને ચોમાસા દરમિયાન વરસાદમાં કયા માર્ગ ઉપરથી ઓફિસે જઈ શકાય અને પરત ઘરે પહોંચી શકાય તે માટેનો સર્વે કરી રહ્યા છે. મહાનગરપાલિકાના તંત્ર પાસે વરસાદ પહેલા શહેરની સ્થિતિ સુધરે તેવી કોઈ આશા લોકોને નથી અને વરસાદ દરમિયાન માર્ગો ઉપર હેરાનગતિનો સામનો કરવો પડશે તે સત્ય છે. ખુદ કોર્પોરેશનના કર્મચારીઓ પણ વરસાદમાં પોતાના ઘરે સુરક્ષિત પહોંચવા માટેના રસ્તા શોધી રહ્યા છે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીની બદલી પછી મહાનગરપાલિકાના તંત્રએ એન્જાનિયારિંગ વિભાગ ઉપરથી કમાન ગુમાવી હોવાના આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલના સમયે શહેરની સ્થિતિ ગંભીર છે ઠેક ઠેકાણે રસ્તાઓને ખોદી નાખવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરો સમયસર કામ પુરા કરતા નથી તેનું પરિણામ નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે વરસાદ દરમિયાન જોડિયા શહેરો જળબંબાકાર થવાની ભીતિ છે સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ કચેરીઓમાંથી બહાર નીકળીને કામગીરીનું નિરીક્ષણ કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે  તેમજ જે એન્જાનિયરો કોન્ટ્રાક્ટરોના કહેવા ઉપર ચાલી રહ્યા છે. તેમની પણ સમીક્ષા થવી જોઈએ તેવું પ્રબુદ્ધ નાગરિકો કહી રહ્યા છે.

Panchang

dd