• મંગળવાર, 30 જૂન, 2026

સ્ટોક્સની અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હાર

નોટિંગહામ, તા. 29 : કેપ્ટન બેન સ્ટોકસની અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ટીમને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે. શ્રેણીની  અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો 160 રને શાનદાર વિજય થયો હતો અને 2-1થી શ્રેણી કબજે કરી હતી. ઈંગ્લેન્ડની ધરતી પર 3 મેચની 0-1થી પાછળ રહ્યા પછી સિરીઝ જીતનાર ન્યૂઝીલેન્ડ પહેલી ટીમ બની છે. 373 રનના વિજય લક્ષ્યાંક સામે મેચના આજે છેલ્લા દિવસે લંચ પછી ઇંગ્લેન્ડ ટીમ 212 રને ઓલઆઉટ થઇ હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસે ગઇકાલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તે અંતિમ ઈનિંગ્સમાં ઓપનિંગમાં આવ્યો હતો અને 2 ચોગ્ગા-2 છગ્ગા સાથે 30 રનની ઝડપી ઈનિંગ્સ રમી આઉટ થયો હતો. બીજા દાવમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 60 રન વિકેટકીપર જેમી સ્મિથે કર્યા હતા. બેન ડકેટ 36, હેરી બ્રૂક 21 અને જો રૂટ 18 રને આઉટ થયા હતા. જેકબ બેથલ ઝીરોમાં અને એમિલિયો ગે 10 રને આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ઝેક ફોલક્સે 3 વિકેટ લીધી હતી. નાથન સ્મિથ અને મિચેલ સેંટનરને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડના પહેલા દાવમાં 438 અને બીજા દાવમાં 9 વિકેટે 288 રન થયા હતા. ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 34 રન થયા હતા. બીજા દાવમાં આજે તે 212 રને ઓલઆઉટ થઇ હતી.

Panchang

dd