• ગુરુવાર, 25 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મંજલના જાડેજા સુખદેવસિંહ રામસિંહ (ઉ.વ. 53)  તે સંદીપસિંહ, પ્રિન્સરાજસિંહના પિતા, સ્વ. સુરૂભા, રઘુવીરસિંહ, ઘનશ્યામસિંહ, દિલીપસિંહના પૌત્ર, કિરીટસિંહ, ભરતસિંહ, ક્રિપાલસિંહ નરેન્દ્રસિંહ, અસપતસિંહના ભત્રીજા, જયેન્દ્રસિંહ વાઘેલાના સાળા, વંદિતસિંહ વાઘેલાના મામા તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-6-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 શક્તિધામ, ભુજ ખાતે. ઉત્તરક્રિયા તા. 4-7-2026ના શનિવારે નિવાસસ્થાન શિવઆરાધના સોસાયટી, ભુજ ખાતે.

ભુજ : તુર્ક ખેરુનબાઇ ફિરોઝ (જમાદાર) (ઉ.વ. 55) તે ફિરોઝ અલીમામદના પત્ની, તુર્ક સલીમ અલીમામદ, તુર્ક અ.સતાર અલીમામદ, તુર્ક અ.લતીફ અલીમામદના ભાભી, તુર્ક ગુલામ અ.ગની, સિકંદર અ.ગનીના બહેન તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-6-2026ના શનિવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ : હાલે મિરજાપર સેવક બ્રાહ્મણ પ્રકાશભાઈ ઈશ્વરલાલ તિલક (ઉ.વ. 53) તે સ્વ. મનછાબેન તથા સ્વ. ઈશ્વરલાલ ભગવાનજી તિલકના પુત્ર, મહેન્દ્રભાઈ, વસંતભાઈ, નયનભાઈ, અનસૂયાબેન ભાઈલાલભાઈ દેવધર, ગીતાબેન ભૂપતભાઈ રાસ્તેના ભાઈ, નીલેશભાઈના કાકા, ખુશીના દાદા તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-બેસણું તા. 26-6-2026ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : સૈયદ હુમેરામા સાજનશા (ઉ.વ. 2.5) તે સૈયદ સાજનશા અકબરશાના પુત્રી, સૈયદ અકબરશા મલૂકશાના પૌત્રી, સૈયદ અસ્લમશા અબ્દુલશકુરશાના દોહિત્રી, સૈયદ શાહરુખશા અકબરશાના ભત્રીજી તા. 23-6-2026ના અવસાન પામ્યા છે.

અંજાર : સારસ્વત બ્રાહ્મણ યોગેશ નરોત્તમભાઈ ખીયરા (ઉ.વ. પર) તે ચંપાબેન નરોત્તમભાઈના નાના પુત્ર, સ્વ. જયરામભાઈ વેલજીભાઈ પાંધી (ટપ્પ2 સોનાવા2ાવાળી)ના દોહિત્ર, મધુસૂદન, જયશ્રીબેન, નીતાબેનના નાના ભાઈ, દક્ષાબેનના દિયર, ચાંદની, ઉર્વિ, ખુશ્બૂના કાકા, મનાલી, રિદ્ધિ, હેન્સી, કશિશના મામા, ધવલકુમાર, સંપન્નકુમારના કાકાજી સસરા, તરુણકુમાર, કલાપિભાઈના સાળા તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-6-2026ના શુક્રવારે સાંજે 5થી 6 સારસ્વત વાડી, રામઓટા પાસે, નિંગાળિયા ફળિયાની સામે, અંજાર ખાતે.

અંજાર : મૂળ મંજલ (તરા)ના દવે વિનોદકુમાર મગનલાલ (ઇફકો) (ઉ.વ. 74) તે ગં.સ્વ. મીનાબેનના પતિ, સ્વ. દવે શાંતિલાલ, સ્વ. દવે પ્રીતમલાલ, સ્વ. કાન્તાબેન મોહનલાલ વ્યાસના નાના ભાઈ, પંડ્યા બેચરલાલ વાઘજી (દેશલપર)ના મોટા જમાઈ, સ્વ. પ્રભુલાલભાઈ, મોહનભાઈ, હરેશભાઈ (દેશલપર), નયનાબેન હિમાંશુભાઈ રાવલ (માધાપર)ના બનેવી, લીલાવંતીબેન દિલીપભાઈ મહેતા (અંજાર), કંચનબેન હરેશ ઠાકર (ભુજ), દક્ષાબેન દિલીપકુમાર પંડ્યા (નખત્રાણા), સ્વ. સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, વીરેન્દ્રભાઈ (અંજાર), જવલેશભાઈ દવે, અશોકભાઈ દવે (નખત્રાણા)ના કાકા, હિના, ડિમ્પલ, રોશની, કિરણના પિતા, કિરીટ પંડ્યા (ભુજ), તુષાર પંડ્યા (નખત્રાણા), મૃગેશ દવે (જામનગર)ના સસરા, કાવ્યા, રિયાના દાદા તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-6-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 મહાવીર વિવિધલક્ષી હોલ, સાંઇબાબા મંદિરની બાજુમાં, જૈન કોલોનીની બાજુમાં, નયા અંજાર ખાતે.

અંજાર : જયાબેન ખીમજીભાઈ જોગી (સંઘાર) (ઉ.વ. 68) તે ખીમજીભાઈ જોગી (સંઘાર)ના પત્ની, મંગલભાઈ, પ્રેમિલાબેન ચંદુભાઈ, કલ્પનાબેન દેવશીભાઈ, હેમલતાબેન ચેતનભાઈ, ટીનાબેન રામજીભાઈ, ગીતાબેન ભરતભાઈના માતા, અનિતાબેનના સાસુ, જય, નામદેવના દાદી, વીરબાઈ વેલજીભાઈ જોગીના પુત્રવધૂ, ચાગબાઈ ગાંગજીભાઈ રાઠોડના પુત્રી તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 3-7-2026ના રાત્રે ભજન (સંતવાણી), તા. 4-7-2026ના શનિવારે સવારે ગૌપૂછ પાણી નિવાસસ્થાન બિલેશ્વર નગર 90/બી, અંજાર ખાતે.

લાખોંદ (તા. ભુજ) : પુરીબેન હેઠવાડિયા (ઉ.વ. 80) તે સ્વ. ગોવિંદભાઇ ભચાના પત્ની, દેવજીના માતા, કાનજીભાઇ, અરજણભાઇ, નારણભાઇ, ધનજીભાઇના ભાભી તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન લાખોંદ ખાતે.

ધ્રંગ (તા. ભુજ) : ઉમર ઓસ્માન ચાવડા (ઉ.વ. 39) તે ઓસ્માન કારાના પુત્ર, આમદ અને ડાડાના ભાઇ, અકબર અબ્દુલ મયાત્રા, હનિફ સિધિક ત્રાયાના સાળા તા. 20-6-2026ના અવસાન પામ્યા છે.

ગળપાદર (તા ગાધીધામ) : ગવરીગર મંગલગર ગોસ્વામી (ઉ.વ. 73) (કરણી માતાજી મંદિરના પૂજારી) તે સ્વ. ધનબાઈ મંગલગર કરસનગર ગોસ્વામીના પુત્ર ગં.સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. શાન્તાબેન રેવાગર, ગં.સ્વ. રંજનબેન મોહનભારથી, ઈશ્વરગરના મોટા ભાઈ, સનીશગર, યશગર, લવેસગર, હીરલબેનના પિતા, પ્રિયાબેન સતીશગર, રામગર છગનગર (બેલા)ના સસરા, વેદાંત, દ્રિવિતના દાદા, યશ્વીના નાના, સ્વ. માનગર ભાણગર, માનગર હીરાગર, હેમગર ગાવિંદગર, ચતુરગર હીરાગર, કેશવગર ગાવિંદગરના કાકાઈ ભાઈ, સ્વ. અમરગર શિવગર, સ્વ. ચંચલગર શિવગર, નરશીગર શિવગરના ભાણેજ, સ્વ. રેવાગર રામગર (કોડાય), સ્વ. મોહનભારથી મહાદેવભારથી (ધોળાવીરા)ના સાળા, પોપટભારથી ભગવાનભારથી (ધોળાવીરા), રાજભારથી ભગવાનભારથીના બનેવી, કેશવગર પ્રેમગર (ઝુરા)ના વેવાઈ તા. 23-6-2026ના અવસાન પામ્યા છે. લોકાઈ તા. 26-6-2026ના શુક્રવારે નિવાસસ્થાને અને પ્રાર્થનાસભા તા. 26-6-2026ના શુક્રવારે સાંજે 5થી 6 આહીર સમાજવાડી, ગળપાદર ખાતે. ધાર્મિકવિધિ તા. 5-7-2026ના રવિવારે નિવાસસ્થાને.

મોટી મઉં (તા. માંડવી) : ગં.સ્વ. લક્ષ્મીબેન (ઉ.વ. 73) તે સ્વ. હરજીભાઇ પરસોત્તમભાઇ માવના પત્ની, સ્વ. મીઠાબાઇ, સ્વ. પરસોત્તમભાઇના પુત્રવધૂ, હિંમત (મુંબઇ), દીપક, કાન્તાના માતા, સ્વ. જેઠાલાલ, સ્વ. નવીનભાઇના ભાભી, ગં.સ્વ. વર્ષાબેન, ગં.સ્વ. શીતલબેનના જેઠાણી, રેખાબેન, દક્ષાબેન, વીનેશભાઇના સાસુ, સ્મિત, નિશા, મિત્તલ, જિગર, નિમિષાના મોટામા, કિરણ, રિદ્ધિ, કરણ, આર્યન, નિરાલીના દાદી, નેહા, વિવેકના નાની, સ્વ. ભચીબાઇ, સ્વ. ખીમજીભાઇ બેચરલાલ ભદ્રાના પુત્રી, જેન્તીલાલ, મંગલભાઇ, પ્રવીણભાઇ, શંકરભાઇના બહેન તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, મોટી મઉં ખાતે.

પાનેલી (તા. નખત્રાણા) : સોઢા મહેન્દ્રાસિંહ મંગળસિંહ (ઉ.વ. 62) તે સોઢા જોરૂભા ગુમાનસિહના ભત્રીજા, સોઢા બહાદુરાસિંહ, ભારૂભા, સ્વ. રધુભા, સુખદેવસિંહ, હિંમતાસિંહ, લખધીરસિંહ, સ્વ. મહિપતાસિંહ, રાણુભાના ભાઇ, જિતેન્દ્રાસિંહ, વીરભદ્રાસિંહના પિતા, રામદેવાસિંહ, જયેન્દ્રસિંહ, પ્રવીણસિંહ, અજિતાસિંહ, અશ્વિનસિંહના કાકા, લક્કીરાજસિંહ, દેવેન્દ્રસિંહ, શિવરાજસિંહના મોટાબાપા, વૈદાનશીબા, વશદિપસિંહ, ધૈર્યરાજસિંહના દાદા તા. 21-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું સોઢા દરબારવાસ ખાતે. ઉત્તરકિયા તા. 2-7-2026ના નિવાસસ્થાન પાનેલી ખાતે.

ઉકીર (તા. અબડાસા) : મૂળશંકર લાલજી રાજગોર (જોષી) (ઉ.વ. 66) તે લતાબેનના પતિ, સ્વ. ભાણબાઇ લાલજી (વાયોર)ના પુત્ર, સ્વ. પ્રેમજીભાઈ (ઉકીર), વિમળાબેન નાનજી વ્યાસ (જુણાગિયા), મુલાબેન પરષોત્તમ ખોવારા (નાની અરલ), દમયંતિબેન ગૌરીશંકર મથર (લક્ષ્મીપર નેત્રા)ના ભાઈ, ગં.સ્વ. વિમળાબેન પ્રેમજી જોષી (ઉકીર)ના દિયર, કવિતાબેન દીપક ભરાડા (ઝરપરા), લક્ષ્મીબેન પ્રવીણ ભરાડા (જખણિયા), હંસાબેન અશ્વિન ચાવડા (ભચાઉ), પ્રેમિલાબેન પીયૂષ ભરાડા (ઝરપરા), જિજ્ઞેશ, અમિત, ભાવનાના પિતા, અંજનાબેન ચેતન રાજગોર (ના. સરોવર)ના કાકા, નાગરજીભાઈ મેધજીભાઈ જોષી (સુરત)ના જમાઈ તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-6-2026ના શુક્રવારે સવારે 8થી સાંજે 5 સુધી નિવાસસ્થાન ઉકીર ખાતે.

કોઠારા (તા. અબડાસા) : લુહાર મરિયમબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 77) તે લુહાર અબ્દુલકાદર, લુહાર અબુબકર, લુહાર જાકબના માતા તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 27-6-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, કોઠારા ખાતે.

રાજકોટ : કચ્છી લોહાણા વસંતરાય તે સ્વ. જેઠાબેન આશાનંદ પરસોત્તમદાસ ચંચલના પુત્ર, સ્વ. ભાગીરથીબેનના પતિ, દીપક, મનીષ, હિરેનના પિતા, અર્ચનાબેન, રત્નાબેનના સસરા, સ્વ. મૂળરાજભાઇ, ઓધવજીભાઇ, વલ્લભભાઇ, ડુંગરશીભાઇ, રમેશભાઇ, સ્વ. તુલસાબેન, સ્વ. દમયંતીબેનના ભાઇ, સ્વ. જશોદાબેન શિવજીભાઇ ચંદે (અકરી હાલ પૂના)ના જમાઇ તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી. 

Panchang

dd