ગાંધીધામ,
તા. 29 : શહેરમાં બે જુદી-જુદી
જગ્યાએ પોલીસે કાર્યવાહી કરી જાહેરમાં જુગાર રમતા આઠ ખેલીઓને પકડી પાડી રોકડ રૂા. 3200 જપ્ત કર્યા હતા. શહેરના કાસેઝમાં આવેલા લાલ ગેટ પાસે
ઓરડીઓની પાછળ પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચતા સુજિત અરવિંદ પાસવાન, રાહુલકુમાર અંશકુમાર પોલ, અભિષેક શંકરસિંઘ, રંજિત અહિદિર પાસવાન નામના શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી
રોકડ રૂા. 1800 જપ્ત કરાયા હતા. બીજી
કાર્યવાહી શહેરના પીએસએલ ઝૂંપડાં વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં જાહેરમાં જુગાર
રમતા રાજેશ મુન્નીલાલ ચૌધરી, સચિન કાનજી સોલંકી, નીરજકુમાર રામાશંકર રામ તથા જાકીર
હુસેન તૈયબ હુસેન નામના શખ્સોને ઝડપી લેવાયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1400 જપ્ત કરાયા હતા.