ગાંધીધામ, તા. 29 : કચ્છ ફૂટબોલ ક્લબ એકેડેમીના ખેલાડીની રાષ્ટ્રીય
કક્ષાની અકાદમીમાં કોચિંગ માટે પસંદગી થઈ છે. અંજારના યશરાજ સોલંકીએ દેશની નબંર-વન
એકેડેમી મીનરવા એકેડેમીમાં પંજાબ ખાતે ટ્રાયલમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન શ્રેષ્ઠ
દેખાવ કરીને પાંચ વર્ષનો કરાર મેળવ્યો છે. સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત દ્વારા કચ્છ
ફૂટબોલ ક્લબ એકેડેમીને ફાળવાયેલાં મેદાનમાં કોચ જયંત સીલ પાસે યશરાજે તાલીમ મેળવી
હોવાનું વિશાલ થાપાએ જણાવ્યું હતું. કે.એફ.સી.એ. માટે આ ગર્વની ક્ષણ હોવાનું તેમણે
ઉમેર્યું હતું. આ સફળતા બદલ તેને અભિનંદન મળી રહ્યા છે.