• શનિવાર, 27 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : લીલાવંતીબેન સાવલા (ઉ.વ. 81) તે સ્વ. લીલાધર ઉમરશી સાવલા (નિવૃત્ત મામલતદાર)ના પત્ની, મધુબાલા એલ. સાવલા (નિવૃત્ત નાયબ ચીટનીસ), ઇલા મનોજ શાહના માતા, મનોજ ઝવેરીલાલ શાહના સાસુ, મનન મનોજ શાહના નાની, મીઠીબાઇ ઉમરશી સાવલા (ડુમરા)ના પુત્રવધૂ, રતનબાઇ આણંદજી લાલન (કોટડી મહાદેવપુરી)ના પુત્રી, દામજી સાવલા, પદમશી સાવલા, મૂરજી સાવલાના ભાભી તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : મધુબાલા સાવલા-97278 69531.

ભુજ : સવિતાબેન વેલજી ગરવા (ઉ.વ. 37) તે દેવજી, રામજી, પરેશના નાના બહેન તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27, 28-06-2026ના નિવાસસ્થાન જૂની રાવલવાડી, ગાયત્રી ગરબી ચોક પાસે. લૌકિક વ્યવહાર પૂર્ણ થયેલ છે.

ભુજ : સમા સકીના અબ્દુલગની (ઉ.વ. 52) તે અબ્દુલગનીના પત્ની, સાહિલ, અયાજના માતા તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-6-2026ના સવારે 8.30થી 9.30, મોહમદ મિયા સોતા બકાલી મસ્જિદ, પાટવાડી નાકા, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. અમૃતબેન દેવેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ. 83) તે સ્વ. દેવેન્દ્રસિંહ જ્યોતિસિંહ ચૌહાણના પત્ની, સ્વ. કેશરબેન દાનસંગજી પરમારના પુત્રી, મિતેષભાઇ (આશાપુરા માઇનકેમ), સંગીતાબેન રાજપૂત, ભારતીબેન ભાટી (શાળા નં. 6-ભુજ)ના માતા, જ્યોતિબેન, વિજયભાઇ રાજપૂત, ધીરેન્દ્રસિંહ ભાટીના સાસુ, ભવ્યતા આકાશ સિસોદિયા (ગાંધીધામ), વૈદેહીના દાદી, ભૂમિકા નીરજ મકવાણા (ઓસ્ટ્રેલિયા), સ્વ. આદર્શ તથા તેજના નાની, સોનાલી આદર્શ રાજપૂતના નાનીજી, શૌર્ય, મોક્ષ, રુદ્રાંશના પરનાની તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-6-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : કુંભાર હાજીયાણી સકીનાબાઈ (ઉ.વ. 77) તે મ. કુંભાર સુલેમાનના પત્ની, મામદ, અનવરના માતા, સિદ્દીક ઈબ્રાહિમના ભાભી, કુંભાર હાજી મુસા ઉંમરના કાકી, મ. આમદના બહેન, શાહરુખ મામદના દાદી તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-6-2026ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ કુંભાર જમાતખાના, ભીડ ગેટ બહાર, ભુજ ખાતે.

આદિપુર : સુનીલ બેલાણી (ઉ.વ. 57) (એસ.કે. પબ્લિક સ્કૂલ / કીડઝ સ્પેસ પ્રિ-સ્કૂલ) તે સ્વ. સાવિત્રીબેન (એફસીઆઈ), સ્વ. કનૈયાલાલ ધમનદાસ (જી.ઇ.બી.)ના પુત્ર, કિરણબેન (યુ.એસ.એ.)ના પતિ, મોહિત (યુ.એસ.એ.)ના પિતા, એન્જિનીયર અનિલભાઇ (અમદાવાદ)ના ભાઇ, આર્કી, મનીષાબેનના જેઠ, કરણ, અમનના કાકા, ભાગુભાઇ આર. સહાની (ગાંધીધામ હાલે અમેરિકા)ના બનેવી, મોહન મનકાણી, હરેશ એમ. દાદલાણી (ગાંધીધામ ટાઇપિંગ), રમેશ શુક્લ, વાસુદેવ કોરવાણી (અમેરિકા), સ્વ. શ્યામ તેજવાણી, સ્વ. પરમાનંદ સુરતાણી (અમેરિકા)ના સાઢુભાઇ, કિશનભાઇ, શ્યામભાઇ (બંને અમદાવાદ)ના ભત્રીજા, શાંતાબેન મોહનલાલ ચંદનાની, સ્વ. કવિતાબેન શંકરલાલ બુટાણીના ભાણેજ તા. 21-6-2026ના અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-6-2026ના શનિવારે સાંજે 5.30 કલાકે ઓમ શિવમંડળી હોલ, શિવમંદિર, આદિસર તળાવ પાસે, આદિપુર ખાતે.

અંજાર : કચ્છી ભાટિયા રૂપા ગોકુલગાંધી (ઉ.વ. 66) તે ગિરીશ નટવરલાલ ગોકુલગાંધી (રિટાયર્ડ આઇ.ઓ.બી.)ના પત્ની, સ્વ. ચંપાબેન કરશનદાસ વેદ (માંડવી)ના પુત્રી, નીરવ અને દેવાંશી રામૈયાના માતા, વિજનાના સાસુ, શિરીષ અને અજય વેદના બહેન, નિકુંજ વેદના ફઈ, સ્વ. અનસૂયાબેન, ગં.સ્વ. પ્રેમિલાબેન, ગં.સ્વ. નલિનીબેનના ભાભી તા. 25-6-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-6-2026ના શનિવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજન કોમ્યુનિટી હોલ, ટેલિફોન એક્સચેન્જ પાછળ, અંજાર ખાતે ભાઈઓ-બહેનોની સાથે.

અંજાર : ચા.મ.મો. બ્રાહ્મણ રજનીકાંત કૃષ્ણલાલ ભટ્ટ (ઉ.વ. 87) તે સ્વ. આશાબેનના પતિ, સ્વ. ચંદ્રકાન્ત કૃષ્ણલાલ ભટ્ટ, શોભાબેન પંડ્યા, સત્યાબેન ભટ્ટ, સ્વ. પૂર્ણિમાબેન ત્રિવેદીના ભાઈ, રૂપેશભાઈ, યોગેશભાઈ ભટ્ટના પિતા, હેતલબેન રૂપેશ ભટ્ટના સસરા, સેજલબેન, હેતલબેન, જાનકીબેનના કાકાજી સસરા, દીપકભાઈ, વંદનાબેન ઉમેશકુમાર પંડ્યા (રાજકોટ), નીલેશભાઈ, સુદેશભાઈ ભટ્ટના કાકા, રાધા, શિવાની, ભવ્ય, હર્ષ, અંજલિ, વિવાન, રિશીના દાદા તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-6-2026ના શનિવારે સાંજે 5થી 6 મિત્રીવાડી (પીરવાડી), અંજાર ખાતે.

અંજાર : યોગેશ વિસરિયા (ઉ.વ. 25) તે મણશીભાઇ સુમારભાઈ વિસરિયાના પુત્ર, ડો. સચિન વિસરિયા, હિતેશ વિસરિયાના ભાઇ, મેઘજીભાઈના ભત્રીજા, વિનોદભાઈ, શામજીભાઈ, ગાવિંદભાઈ, વિવેકભાઈના કાકાઈ ભાઇ, ક્રિયાંશના કાકા તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ ઘડાઢોળ (પાણી) તા. 27-6-2026ના શનિવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન વોર્ડ નં. 7, મહેશ્વરીવાસ, ગણેશ મંદિર પાસે, અંજાર ખાતે.

લખપત : ખલિફા કરીમાબાઇ સિધિક (ઉ.વ. 64) તે મ. સિધિક અલીમામદના પત્ની, હુશેન અબ્દુલાના બહેન, અનવર, અબ્દુલસકુર, અબ્દુલમતિનના માતા, ગુલમામદ હાસમ, ફકિરમામદ હાસમના માસી, જુસબ લધુ, રમજાન હુસેન, મુશા અલીમામદ, રસિદ જુમ્માના સાસુ, સિરાજ, હસનૈન, આસિફ, ફરાન, અયાઝના દાદી, સમીર, અનીષ, સિકંદર, રમજાનના નાની તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-6-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન લખપત ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મનસુખભાઇ બાબુભાઇ (ઉ.વ. 53) તે ગં.સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. બાબુભાઇના પુત્ર, અમૃતબેનના પતિ, સ્વ. કૌશિકભાઇ, સ્વ. પરેશભાઇ, રિન્કુબેનના પિતા, સ્વ. ચુનીલાલ, સ્વ. ચંપાબેન, જગદીશભાઇના ભાઇ, સોમાભાઇ, કમલેશભાઇ, મેકરણભાઇ, કાનજીભાઇ, વિજયભાઇના કાકાઇ ભાઇ, ભીખાભાઇ, દેવાભાઇ, બાબુભાઇના બનેવી, રાજવીરના દાદા તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-6-2026ના શનિવારે સાંજે 5થી 6 લેવા પટેલ સમાજવાડીની બાજુમાં, મિરજાપર ખાતે તથા ઉત્તરક્રિયા તા. 6-7-2026ના સોમવારે નિવાસસ્થાન મિરજાપર ખાતે.

લોરિયા (તા. ભુજ) : આરતીબેન રમેશગિરિ ગોસ્વામી (ઉ.વ. 38) તે રમેશગિરિના પત્ની, ગં.સ્વ. હેમલતાબેન જાદવગરના પુત્રવધૂ, હેન્સી, શિવગિરિના માતા, સ્વ. નિર્મળાબેન જગદીશગિરિ (દુધઇ), નયનાબેન અનિલગિરિ ગુંસાઇ (અંજાર), સ્વ. ગોદાવરીબેન અલ્પેશપુરી (માધાપર), ગં.સ્વ. ભાવનાબેન રાજેશગિરિ (અંજાર), રાજેશગિરિ જાદવગિરિના ભાભી, શોભનાબેન રાજેશગિરિના જેઠાણી, સ્વ. ભાવનાબેન, સ્વ. કુંવરનાથના પુત્રી, વિજયનાથના નાના બહેન, ઉર્વિબેનના નણંદ, વિલેશપુરી હીરાપુરીના ભાણેજી, સ્વ. પુરણગિરિ (કુકમા), સ્વ. વિશ્રામગિરિ (દેવીસર), સ્વ. રવિગિરિ (ભુજ), ધરમગિરિ નારાણગિરિના પૌત્રવધૂ અવસાન પામ્યા છે. સાદડી 12 દિવસ નિવાસસ્થાન લોરિયા ખાતે.

દેશલપર (ગુંતલી) : કચ્છી સારસ્વત બ્રાહ્મણ ચંદ્રિકાબેન (ઉ.વ. 69) તે શંકરલાલ ગોવિંદજી જોષી (ઉપપ્રમુખ - અખિલ કચ્છ સા.બ્રા. મહાસ્થાન)ના પત્ની, સ્વ. નરભેરામ જેઠમલ પ્રશ્નોરા (જખૌ)ના પુત્રી, સ્વ. રાજેશ (વાપી), હેતલ (ભુજ), અશોક, જયેશના માતા, વૈશાલીબેન (વાપી), હિમાંશુ કિરીટભાઈ જોષી (પ્રમુખ, ભુજ સા.બ્રા.મહા), મીરાં (મુદીતા)ના સાસુ, સિયા, જલ્પા, જેનીલના દાદી, ધ્રુમીલ, પ્રિયાંશુના નાની, સ્વ. મોહનલાલ (નેત્રા), વિમળાબેન જટાશંકર જોષી (નલિયા), મંગળાબેન દેવશંકર જોષી (મથલ), નરેન્દ્રભાઈ (માધાપર), ધર્મિષ્ઠાબેન કાંતિલાલ જોષી (જખૌ)ના ભાભી, દિનેશભાઈ (રામપર-સર્વા), સુરેશભાઈ, લહેરીભાઈ (મુંદરા), મહેન્દ્રભાઈ (નેત્રા)ના કાકી, મિતુલ, સ્નેહલ ભાવેશ જોષી (ના. સરોવર), ચાંદની વિવેક જોષી (નખત્રાણા), દિપેનના મોટા બા, સ્વ. તાપીશંકર, દિનેશભાઈ, મહેશભાઈના બહેન, જયશ્રીબેન પ્રતાપભાઈ જોષી (હાજાપર), જગદિશભાઈ, વિજ્યાબેન લ્હેરીભાઈ જોષી (મુંદરા), નિલેશભાઈ, પરેશ (હેબાવાધામ), સચિન, કોમલ દર્શન જોષી (નલિયા), મયૂર, ભાવિકના ફઈ તા. 26-06-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-6-2026ના સાંજે 4થી 5 પ્રાથમિક શાળાની બાજુમાં, મોટા ચોક, દેશલપર (ગુંતલી) ખાતે.

મોડકુબા (તા. માંડવી) : હાલે મુંદરા જાડેજા કુંવરબા રૂપસંગજી (ઉ.વ. 99) તે સ્વ. જાડેજા રૂપસંગજી હરિસંગજીના પત્ની, સ્વ. જાડેજા ભોજરાજજી, સ્વ. જાડેજા જીલુભાના ભાભી, જાડેજા રતનજી, જાડેજા જટુભા, પઢિયાર નંદુબા કરસનજી (ભુજ), સોઢા જનકબા માધુભા (મંજલ રે.), સ્વ. ચાવડા ગંગાબા જીલુભા (હિંગરિયા), ઝાલા જયાબા દેવાજી (બોહા)ના માતા, જાડેજા ભરતાસિંહ, જાડેજા નરપતાસિંહ, જાડેજા મહેન્દ્રાસિંહ, જાડેજા શુભરાજાસિંહના દાદી, જાડેજા મહિદીપાસિંહ, જાડેજા મહિપાલાસિંહના પરદાદી તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મુંદરા ખાતે. પ્રાર્થનાસભા તા. 29-6-2026ના સોમવારે સાંજે 4થી 5 સદ્ગુરુ સ્માર્ટ વિલા, ઉમિયાનગર, મુંદરા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : હાલે કાંદિવલી-મુંબઈ રાજગોર બ્રાહ્મણ ગં.સ્વ. દમયંતીબેન પ્રભાશંકર કેશવાણી (ઉ.વ. 79) તે સ્વ. પ્રભાશંકર લાલજી કેશવાણીના પત્ની, સ્વ. રતનબેન લાલજી દામજી કેશવાણીના પુત્રવધૂ, ગીતાબેન જયંતીલાલ નાકર, હર્ષાબેન દિપેશભાઈ સાંગલે, દીપ્તિબેન નીતિનભાઈ રાજગોર, જિજ્ઞાબેન ચંદ્રકાન્ત વ્યાસ, સ્વ. કું. લતાબેન, સ્વ. જ્યોત્સનાબેન વિનોદભાઈ શાહ, મયૂરભાઈના માતા, ખુશ્બૂબેનના સાસુ, સ્વ. રવિલાલ, સ્વ. દયારામ, સ્વ. હસમુખલાલના ભાઈના પત્ની, પુષ્પાબેન અંબાલાલ નાકર, ગં.સ્વ. નિર્મળાબેન કાંતિલાલ મોતા, કાંતાબેન ભવાનીશંકર મોતાના ભાભી, ગં.સ્વ. રંજનબેનના દેરાણી, સ્વ. મંગળાબેન, ગં.સ્વ હંસાબેનના જેઠાણી, હેત, ક્રિતના દાદી, સ્વ. કંકુબેન શિવજી રણછોડજી મોતા (બાગ)ના પુત્રી, સ્વ. બાબુલાલ, ચુનીલાલ, ગં.સ્વ. શાંતાબેન કાંતિલાલ ઉગાણી, રેખાબેન અશ્વિનકુમાર કેશવાણીના મોટા બહેન, ગં.સ્વ. લીલાવંતીબેન, મૃદુલાબેનના નણંદ, વર્ષા, નમ્રતા, ચાંદની, ચિરાગ, કિંજલ, સાહિલ, પ્રિન્સ, રિશીના નાની તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-6-2026ના રવિવારે સાંજે 4થી 6 જમનાદાસ અડુકીયા હાઈસ્કૂલ, રામલેન, આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની સામેની ગલી, કાંદિવલી ખાતે.

વેરસલપર (તા. નખત્રાણા) : હાલે મોરબી ચૂનીલાલ પ્રેમજી દિવાણી (ઉ.વ. 77) તે સ્વ. ડાહીબેન પ્રેમજી દિવાણીના પુત્ર, સ્વ. પાર્વતીબેનના પતિ, મનીષાબેન, રીનાબેન, કેતન (મોરબી)ના પિતા, જગદીશ પાંચાણી (બેંગ્લોર), પ્રદીપ પોકાર (ડોમ્બિવલી), સીમાના સસરા, શ્લોક, ખુશના દાદાગંસ્વ. મંગળાબેન દિનેશભાઈના જેઠ, સ્વ. ચતુરબેન લાલજીભાઈ, ગં.સ્વ. ગંગાબેન મણિલાલના મોટા ભાઇ, સ્વ. મુળીબેન મનજીભાઇ નાનજી ધોળુ (વિથોણ)ના જમાઇ તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-6-2026ના સવારે 8થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વેરસલપર ખાતે.

રવ મોટી (તા. રાપર) : જાડેજા સુબજીબા (ઉ.વ. 100) તે રતનસંગ ગંભીરસિંહ જાડેજાના પત્ની, પથુભા, લાધુભા (ભૂતપૂર્વ કર્મચારી સ્વામિનારાયણ ગુરુકુળ-રાપર)ના માતા, જાડેજા રવીન્દ્રસિંહ, પ્રદીપસિંહ, અજયસિંહ (સીએસ કંપની સેક્રેટરી-પૂના), મયૂરસિંહ, જનકબા, જોસનાબા, આશાબા, આરાધનાબાના દાદી, બાલુભા નટુભા વાઘેલા, અશોકસિંહ નટુભા વાઘેલા (મોટી હમીરપર)ના દાદીસાસુ તા. 24-6-2026ના અવસાન પામ્યા છે. મોરિયા તા. 2-7-2026ના સવારે નિવાસસ્થાન રવ મોટી ખાતે.

મુંબઇ : વિજયાબેન રાજગોર (ઉ.વ. 58) તે સ્વ. દિનેશચંદ્ર કાશીરામ રાજગોરના પત્ની, સ્વ. ઝવેરબેન કાશીરામ રાજગોરના પુત્રવધૂ, રૂપલ અને હાર્દિકના માતા, સ્વ. શંકરજી, સ્વ. કરશનજી, સ્વ. મોહનજીના ભત્રીજાવહુ, હરિશંકરભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. ઇંદુબેનના દેરાણી, ચારુબેન રસિકલાલ નાકરના ભાભી, સ્વ. સોનબાઇ જેઠમલ (વાંકુ)ના દોહિત્રી, સ્વ. રતનબેન ભવાનીશંકર નાકર (ખોંભડી)ના પુત્રી, સ્વ. લક્ષ્મીશંકર, સ્વ. ટોકરશીભાઇ, પ્રભાશંકરભાઇ, ધીરેન્દ્ર, દિલીપ, ગિરીશ, ગં.સ્વ. દમયંતીબેન મુલશંકર ઉગાણીના બહેન તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-6-2026ના શનિવારે સાંજે 4થી 6 કચ્છી રાજગોર મિત્રમંડળ હોલ, લવકુશ બિલ્ડિંગ, બીજે માળે, પાંચ રસ્તા, કીર્તિ મહેલ હોટલની ઉપર, મુલુંડ-વેસ્ટ, મુંબઇ ખાતે.

બરંદા (તા. લખપત) : સિધિક અલીમાદ પઢિયાર (ઇરફાન) (ઉ.વ. 26) તે મ. હાજી ઇસ્માઇલ પઢિયારના પૌત્ર, અલીમામદ હાજી ઇસ્માઇલના પુત્ર, હાજી આધમ હાજી હુશેન પઢિયારના જમાઇ, ઇકબાલ અલીમામદ, છાદના હમીર પઢિયાર, ખમીશા હમીર પઢિયાર, અલીમામદ હાજી પઢિયારના ભત્રીજા, હુશેન અલીમામદના ભાઇ, જાકબ જુમા પઢિયાર, હાજી સુલેમાન આધમ પઢિયારના ભાણેજ, જુસબ કાસમ, રમજાન અબ્દુલ્લાના મામાઇ ભાઇ, સાધિક હાજી આધમના બનેવી તા. 25-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-6-2026ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, બરંદા ખાતે. 

Panchang

dd