• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

એટીપી ફાઇનલ્સમાં જોકોવિચ રેકોર્ડ સાતમીવાર ચેમ્પિયન

તૂરિન (ઇટાલી), તા.20: સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને રેકોર્ડ સાતમીવાર એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટનો ખિતાબ કબજે કર્યો છે. વિશ્વ નંબર વન નોવાક જોકોવિચે ફાઇનલમાં સંપૂર્ણ વર્ચસ્વ સાથે ફક્ત 1 કલાક 43 મિનિટમાં સ્થાનિક ખેલાડી યાનિક સિનરને 6-3 અને 6-3થી હાર આપી હતી. આ જીત સાથે જોકોવિચ વર્ષનો અંત નંબર વન ખેલાડીનાં રૂપમાં કરશે તે પણ નિશ્ચિત બની ગયું છે. 2023નું વર્ષ જોકોવિચ માટે શાનદાર રહ્યંy છે. વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. એ પછી ફ્રેંચ ઓપનમાં જીત હાંસલ કરીને નડાલના 23 ગ્રાંડસ્લેમ ખિતાબની બરાબરી કરી હતી. વિમ્બલ્ડનના ફાઇનલમાં તેનો કાર્લોસ અલ્કારેજ સામે પરાજય થયો હતો.  છેલ્લે અમેરિકી ઓપન જીતીને 24 ગ્રાંડસ્લેમ ટાઇટલનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Janmadin Vishesh Purti

Panchang