• રવિવાર, 22 માર્ચ, 2026

વિખૂટાં બાળકનો પરિવાર સાથે મિલાપ કરાવતી પ્રાગપર પોલીસ

મુંદરા, તા. 21 : પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિખૂટાં પડેલાં બે વર્ષના નાના બાળકને પ્રાગપર પોલીસ મથકે લઈ અવાયા બાદ પરિવારની શોધખોળ કરીને બાળકનું પરિવાર સાથે મિલન કરાવાયું હતું. શનિવારે સમાઘોઘાના બારોટ જાનકીબેન જીવરાજભાઇ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે એક બાળકને લઇ આવ્યા અને જણાવ્યું કે, `જિંદાલ કંપનીથી પ્રાગપર રોડ તરફ જતા રોડની સાઇડ પરથી આશરે બે વર્ષનું બાળક મળી આવ્યું છે. આ પછી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મારફતે મુંદરા તાલુકાના તથા કચ્છ જિલ્લાના આગેવાનો અને પોલીસમિત્રનો સંપર્ક કરી બાળકનો ફોટો મોકલાવી પૂરું નામ તેમજ વાલી-વારસ તથા વતનનું સરનામું શોધવા તજવીજ હાથ ધરાયા બાદ જાણવા મળ્યું કે, આ બાળકનું નામ શિવાંશુ સુશિલકુમાર ગુપ્તા (ઉ.વ. 2) છે, જે હાલે પંકજ કોલોની, સમાઘોઘામાં રહે છે અને રમતાં-રમતાં ઘરેથી નીકળી ગયું હતું. તેના માતા-પિતા પણ તેની શોધખોળ કરી રહ્યા હતા. આ પછી તેમના માતા-પિતાના આધારકાર્ડનું વેરિફિકેશન કરી બાળકનું તેમના માતા-પિતા સાથે મિલાપ કરાવાયો હતો.   આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એસ.એન. ચુડાસમાની સૂચનાથી એ.એસ.આઇ. ગોપાલભાઇ ડી. ધુઆ તથા હેડ કોન્સ. કલ્પેશાસિંહ કે. જાડેજા તથા મહિલા કોન્સ. અસ્મિતા એસ. સોસા વિગેરે જોડાયા હતા. 

Panchang

dd