નવી દિલ્હી, તા. 21 : કોલકાતા નાઈટ
રાઈડર્સના મેંટોર ડવેન બ્રાવોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટી ભૂલ કરી હતી. આઈપીએલ 2026 પહેલા કેકેઆરએ અન્ય ફ્રેન્ચાઈઝીની
જેમ તૈયારીઓ બતાવવા પ્રેસ કોફરન્સ કરી હતી. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ અભિષેક નાયર, શેન વોટ્સન, કેપ્ટન અજિંક્ય
રહાણે અને ડવેન બ્રાવો હાજર હતા. જો કે ઈવેન્ટ
શરૂ થતા પહેલા ડવેન બ્રાવો સહાયક કોચ વોટસન સાથે વાત કરી રહ્યો હતો, આ દરમિયાન ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. જો કે માઈક ઓન હોવાથી તેની વાતો
તમામ લોકો સાંભળી રહ્યા હતા. ડવેન બ્રાવો શેન વોટ્સન સાથે વાત કરતા કહી રહ્યો હતો કે
જ્યારે તેને ફોન આવ્યો ત્યારે ઘરે બે ગર્લફ્રેન્ડ સાથે હતો. બ્રાવોએ આ વાત જાણીજોઈને
નહોતી કરી પણ તેને ખ્યાલ નહોતો કે માઈક હોન છે. જો કે બ્રાવો આગળ કંઈ બોલે તે પહેલા
અજિંક્ય રહાણેએ તેને ટોક્યો હતો અને કહ્યું હતું કે માઈક ઓન છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 29 માર્ચના મુંબઈ ઈન્ડિયન્સ સામે
મુંબઈમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગત સત્રમાં માત્ર પાંચ જીત સાથે આઠમા સ્થાને રહેનારી કેકેઆરની ટીમ રહમાનુલ્લાહ
ગુરબાઝ અને ક્વિંટન ડીકોકની ગેરહાજરીમાં નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરવું પડશે.