ગાંધીધામ, તા. 21 : કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસીએશનના યજમાન પદે ગાંધીધામ ખાતે 13 વર્ષ બાદ રાષ્ટ્રીયકક્ષાની
ઈન્ટર સ્ટેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આગામી તા. 21થી તા. 31 સુધી યોજાશે. આ ટૂર્નામેન્ટ
દરમ્યાન વિવિધ 34 રાજ્યના 1650 જેટલા ખેલાડી કાંડાંનું કૌવત દર્શાવશે. કે.ડી.ટી.ટી.એ. ઈન્ડોર
સ્ટેડિયમ ખાતે ટૂર્નામેન્ટની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ સંદર્ભે આયોજિત
પત્રકાર પરિષદને સંબોધતા આયોજન સમિતિના અધ્યક્ષ તુલસી સુઝાને જણાવ્યું હતું કે, કેડીટીટીએની ટીમ ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધા આપવા
માટે કટિબદ્ધ છે. ગુજરાતમાં મોટા પાયે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું યજમાન પદ બીજી વખત મળ્યું
તે બદલ આંનદની લાગણી વ્યક્ત કરી તમામ સ્પર્ધકો
માટે ઉચ્ચ સ્તરીય સુવિધા આપવાની નેમ વ્યક્ત
કરી હતી. તેમણે સ્વ. હરિશ સંગતાણીને યાદ કરી તેમણે ગાંધીધામમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા માટે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેના પ્રયાસો થકી જ ગાંધીધામમાં રાષ્ટ્રીયકક્ષાની ટૂર્નામેન્ટનું આયોજન શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમા
જીએસટીટીએ અને કે.ટી.ટી.એ.ના ઉપક્રમે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા તળે યોજાશે.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો પણ સહકાર મળ્યો છે.
ઈવેન્ટ ટાઈટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેલબ ટેનિસ
છે, જ્યારે એસીટી ગ્રુપ અને ફ્રેન્ડસ ગ્રુપનો સહયોગ મળી રહ્યો
છે. સુજાન કાર્નિવલ ફર્નિચર, વિનએશિયા ગ્રુપ, બાપુઝ ગ્રુપ ઓફ કંપની, દરિયા શિપિંગ એજેન્સીનો પણ સહયોગ
સાંપડયો છે. ટૂર્નામેન્ટ 13 વિભાગમાં રમાશે. અંડર 15 બોયઝ-ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપ સિંગલ્સ, ડબલ્સ ઉપરાંત અંડર 13 બોયઝ અને ગર્લ્સમાં
સિંગલ્સ અને ડબલ્સ અને અંડર-11માં બોયઝ
અને ગર્લ્સ સિંગલ્સનો સમાવેશ થાય છે. 23મીએ એમ.પી. મિત્રા ઈન્ડોર સ્ટેડિયમ હરિશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે સવારે 10 વાગ્યે ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ
કમિશનર મનિષ ગુરુવાણી, વિપુલ મિત્રા વિગેરેની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન
સમારોહ યોજાશે. આઠ દિવસની ટૂર્નામેન્ટમાં
ઈનામની રકમ 5,11,200 રાખવામાં આવી છે અને આ રકમ પણ બમણી કરવામાં આવી હોવાનું
જીએસટીટીએના વર્કિંગ પ્રેસિડેન્ટ કુશલ
સંગતાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત સ્પર્ધકોને
સતત લીંબુપાણી અને ફળ આપવામાં આવશે
તેમજ દરેક સ્પર્ધકને ભેટ આપવામાં આવશે. ગાંધીધામમાં પ્લેન અને ટ્રેનની ઓછી કનેક્ટિવિટી
વચ્ચે બીજીવાર પણ ખેલાડીઓ ગાંધીધામમાં રમવા માટેની માંગ કરે તેવું આયોજન ગોઠવવાની નેમ
વ્યક્ત કરી હતી. આયોજન સચિવ હરી પિલ્લઈએ સ્પર્ધકોની સંખ્યા ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે,
સમગ્ર ભારતમાંથી 1600થી વધુ એન્ટ્રી મળી છે અને ચેમ્પિયનશિપને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ
પૂર્ણ કરી દેવાઈ હોવાનું કહ્યું હતું. સહઆયોજન સચિવ મનીષ હિંગોરાણીએ કહ્યું
હતું કે, આ સ્પર્ધા ઊભરતા ખેલાડીઓ માટે એક પ્લેટફોર્મ
તરીકે કામ કરશે. આ ચેમ્પિયનશિપને ગુજરાત સહિત ભારતના આગામી પેઢીના પેડલર્સને ઓળખવામાં
અને પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વની ભૂમિકા
ભજવશે તેવું કહ્યું હતું. - ગુજરાતની ટીમમાં ત્રણ કચ્છના
ખેલાડી : પાંચેક મેડલની આશા : ગાંધીધામ, તા. 21 : આગામી તા.
21મીથી ગાંધીધામ ખાતે 13 વર્ષ બાદ યોજાનારી
રાષ્ટ્રીયકક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં કચ્છના ત્રણ ખેલાડી
છે. આ ઉપરાંત આ ટીમમાં દેશના ટોપ ક્રમાંકિત ખેલાડીઓ હોવાથી આ ટૂર્નામેન્ટમાં પાંચેક
મેડલ મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતની
ટીમમાં અંડર 15-બોયઝમાં વિવાન દવે (સુરત), દેવ
ભટ્ટ ,( રાજકોટ),
દ્વિજ ભાલોડિયા(અમદાવાદ) અને આર સિંધવી (કચ્છ), અંડર 13માં
દેવ ભટ્ટ (રાજકોટ), ધ્રુવ ભંભાની (કચ્છ), અંશ ખમાર (અમદાવાદ) ટ્વિશ પટેલ (અમદાવાદ) અને અંડર
11માં
નક્સ પટેલ રેહાંશ સિંઘવી (કચ્છ)નો સમાવેશ થાય છે. ગર્લ્સમાં અંડર 15માં દાનિયા ગોદીલ (સુરત), ચાર્મી ત્રિવેદી (ભાવનગર), ફિઝા પવાર (અમદાવાદ), વિન્સી તન્ના (સુરત), અંડર 13માં વિન્સી તન્ના (સુરત), ખનક
શાહ (અમદાવાદ), ધિમહી કાબરાવાલા (સુરત), નિત્યા ચોક્સી (અમદાવાદ) અને અંડર 11માં
મિશા લખવાની (અમદાવાદ) અને દિવ્યા પટેલ
(સુરત)નો સમાવેશ થાય છે.