• રવિવાર, 22 માર્ચ, 2026

બુમરાહ અંગે બદલ્યો કપીલ દેવનો મત

નવી દિલ્હી, તા.21 : 1983મા પહેલી વખત ભારતને વિશ્વકપ ખિતાબ જીતાડનારા કેપ્ટન કપિલ દેવ જસપ્રીત બુમરાહ માટે પહેલા વિપરીત મત ધરાવતા હતા. તેઓને બુમરાહના વિચિત્ર બોલિંગ એક્શનથી એવું નહોતું લાગતું કે તે લાંબો સમય રમી શકશે. જો કે બુમરાહ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ બાબતનો ખુદ કપિલ દેવે સ્વીકાર કર્યો છે અને અગાઉના નિવેદનને પાછુ લીધું છે. કપિલ દેવે પોતાના નવા નિવેદનમાં કહ્યું છે કે બુમરાહના સારા પ્રદર્શન અને અત્યારસુધીની કારકિર્દીને ધ્યાને રાખીને તેણે જુની વાતોને ખોટી સાબિત કરી છે અને હું બુમરાહની પ્રશંસા કરું છું. કપિલ દેવને એક કાર્યક્રમ દરમિયાન સવાલ કરવામાં આવ્યો હતો કે વર્તમાન સમયે ટી20 ખેલાડીઓમાં તેઓનો ફેવરિટ ખેલાડી કોણ છે ? જેના જવાબના કપિલ દેવે વિના વિલંબે બુમરાહનું નામ લીધું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે બુમરાહે કારકિર્દી શરૂ કરી ત્યારે લાગતું હતું કે લાંબું રમી શકશે નહીં. ઈજા થઈ જશે. તેની એક્શન અજીબ હતી. જો કે તેણે બધી બાબતોને ખોટી સાબિત કરી છે અને બુમરાહ હકીકતમાં પ્રશંસાને પાત્ર છે. 

Panchang

dd