ગાંધીધામ / ભુજ, તા.21 : કચ્છમાં અપમૃત્યુના
જુદા- જુદા બનાવમાં પાંચ જીવન પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. સામખિયાળીમાં અગમ્ય કારણોસર ભરતભાઈ ખીમાભાઈ સોલંકી (ઉ.વ. 28)એ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
હતું. અંજાર તાલુકાના વરસામેડીની સીમની સોસાયટી
વિસ્તારમાં રહેતા અને ગંભીર રીતે દાઝી ગયેલા તાસીમ શબ્બીર (ઉ.વ. 21)એ સારવાર દરમ્યાન આંખો મીંચી
લીધી હતી. રાપરમાં કોઈ કારણોસર અજાણ્યો પદાર્થ પી જનાર મલુબેન રમજાનભાઈ કુંભાર (મુસ્લિમ) (ઉ.વ. 19)નું મૃત્યુ થયું હતું, જ્યારે મુંદરાના બરાયામાં આશાપુરા કંપનીમાં
ગાડીનાં કામ દરમ્યાન ગંભીર રીતે ઘાયલ દહીંસરાના 25 વર્ષીય યુવાન સુરેશભાઇ વાછિયાભાઇ
મહેશ્વરીનું મૃત્યુ નીપજ્યું હતું. અંજાર-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર ટ્રેઈલરે
સાઈકલચાલકને હડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દેવશંકરસિંઘ બબનસિંધનું મૃત્યુ
થયું હતું. અકસ્માત મૃત્યુનો આ બનાવ સુભમ સોસાયટીમાં ગત તા. 19/3ના 11.30થી તા. 20/3ના 9.30 વચ્ચે કોઈ પણ સમયે બન્યો હતો.
ભચાઉના જંગી સોલંકીવાસ, બસ સ્ટેશનની બાજુમાં ભચાઉ ખાતે રહેતા આ યુવાને
કોઈ કારણસર લુંગી વડે પંખામાં ગળેફાંસો ખાધો હતો. લાકડિયા સરકારી હોસ્પિટલના ડો. સુજિતકુમારે
તેમને મૃત જાહેર કર્યા હતા. આ યુવાને કયા કારણોસર
આ પ્રકારનુ અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ
હાથ ધરી છે. અકસ્માતનો વધુ એક બનાવ ગત તા.
12-3ના 21.20 વાગ્યાના અરસામાં 9 એવેન્યૂમાં બન્યો હતો. મૃતક યુવતી કોઈ પ્રકારે
ચૂલામાં ગંભીર રીતે દાઝ્યા હતા. રામબાગ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને વધુ સારવાર માટે
ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ચાલુ સારવાર દરમ્યાન તેમણે ગત તા. 20/3ના 19.44 વાગ્યાના અરસામાં દમ તોડયો
હતો. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે. રાપરના
દૂધ ડેરી વિસ્તારમાં આ બનાવ ગઈકાલે બપોરના
એક વાગ્યાના અરસામાં બન્યો હતો. આઠ મહિનાનો લગ્નગાળો ધરાવતા આ મહિલાએ પોતાના માતા-પિતાનાં
ઘરમાં કોઈ કારણોસર બાથરૂમમાં અજાણ્યો પદાર્થ પી ગયા હતા. તેમને સારવાર કારગત નીવડે
તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. રાપર
સરકારી હોસ્પિટલના ડો. હાર્દિકભાઈ સોનગરાએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ પાછળનું
કારણ જાણવા પોલીસે વધુ છાનબીન હાથ ધરી છે. ભુજ તાલુકાના દહીંસરાનો 25 વર્ષીય યુવાન સુરેશભાઇ વાછિયાભાઇ
મહેશ્વરી મુંદરા તાલુકાના બરાયા સ્થિત આશાપુરા કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો.
ગઇકાલે તે કંપનીમાં ગાડીમાં કામ કરતો હતો, ત્યારે માથાં તથા મોઢાંના ભાગે ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં બપોરે ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો મૃતકના
કાકા અશોકભાઇ મહેશ્વરીએ હોસ્પિટલની ચોકીમાં જાહેર કરી હતી. આ અંગે પ્રાગપર પોલીસને
જાણ કરાઇ છે. અંજાર-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર આશીર્વાદ ઈમ્પેક્સથી દૂર
કટ પાસે ગત તા. 19/3ના સાત વાગ્યાના
અરસામાં ટ્રેઈલર નં. જીજે-12- ડબલ્યુ -
8890ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન
ચલાવીને સાઈકલ લઈને જતા દેવશંકર સિંઘને ટક્કર
મારી હતી, જેનાં કારણે તેમને પેટ સહિતના શરીરના જુદા-જુદા
ભાગોમાં ઈજા પહોંચતાં તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે મૃતકના પુત્ર વિજેશસિંધ દેવશંકર
સિંઘની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.