મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 21 : ભુજ-નખત્રાણા
હાઇવે પર દેવપર (યક્ષ), નખત્રાણા અને
નખત્રાણાથી આગળ જતા હાઇવે પરના ડિવાઇડરો પાસેના ધૂળના ગંજ અકસ્માત નોતરે છે. યક્ષથી
આવતા દેવપર (યક્ષ)-વિથોણ ફાટકથી આગળ અને હાઇવેના વણાંકથી આગળ ઠેર ઠેર ડિવાઇડરો પાસે
ધૂળના ઢગલા પડયા છે. નખત્રાણા નવા આરામગૃહથી પોલીસ સ્ટેશન સુધી માર્ગમાં, કે.વી. હાઇસ્કૂલ પાસેના રામેશ્વર જતા રસ્તા પર પણ ધૂળના ગંજને કારણે અકસ્માતો
થવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી. ટુવ્હીલર માટે વધુ જોખમી રૂપ આ ધૂળના ઢગલાને પગલે સામે
આવતાં વાહનને સાઇડ આપતા જરા ગફલત થાય તો ભટકાઇ જવાની સંભાવના નકારી શકાતી નથી. ના.
સરોવર, મા. મઢ, હાજીપીર તેમજ મીઠાનું પરિવહન,
પવનચક્કીના પૂરજા, મશીનરી લઇ જતા ભારેખમ સેંકડો
વાહનો આ હાઇવે પરથી પસાર થાય છે. કોઇ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં ઉપરોક્ત હાઇવે પરના
સ્થળો પર ધૂળના નિકાલની કામગીરી હાથ ધરાય તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઇ હતી.