• રવિવાર, 22 માર્ચ, 2026

ભુજનાં તોરલ ગાર્ડન ખાતે ગેરકાયદે બનેલું વોલીબોલ ગ્રાઉન્ડ દૂર કરવા માંગ

ભુજ, તા. 21 : તોરલ ગાર્ડનમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે વોલીબોલનું મેદાન બનાવાયું છે, તે દૂર કરવા પ્રમુખસ્વામીનગર ગેટ નં. બે, આશાપુરા મંદિરની સામેના રહીશોએ ભાડાના મુખ્ય અધિકારીને ફરિયાદ કરી હતી. જેમાં જણાવાયા મુજબ તોરલ ગાર્ડન ખાતે ગેરકાયદે રીતે વોલીબોલ રમતગમતનું મેદાન બનાવાયું છે. તદુપરાંત આ વોલીબોલનાં મેદાનમાં રાત્રિના મોડે સુધી યુવાનો વોલીબોલ રમવા આવશે, પરિણામે આસપાસના રહીશોને ખલેલ પડશે અને મોડીરાત્રિ સુધી યુવાનો વોલીબોલ રમતા હોય ઉપરાંત કાયદો-વ્યવસ્થા પણ બગડે તેવી ભીતિ છે, જેથી તાત્કાલિક અસરથી આ મેદાન દૂર કરાવી અને સોસાયટીના રહીશોને યોગ્ય ન્યાય આપવા માટે માંગ કરાઇ હતી. 

Panchang

dd