ગઈકાલે ભુજ (કચ્છ)ની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા (ડીજીપી) જી.એસ
0pt;line-height:115%;font-family:"Latha",serif;
mso-ascii-font-family:Shruti;mso-hansi-font-family:Shruti">.મલિકે આ અદ્યતન સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી અને ત્યાં રમી રહેલા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા આ નવા સ્પોર્ટ્સ મેદાન અંગેની વિગતો અપાઈ હતી.આ મેદાનમાં ક્રિકેટ, બોક્સ ક્રિકેટ, નાઈટ ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ સહિતની વિવિધ રમતો માટેની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.પોલીસ વિભાગ દ્વારા તૈયાર થયેલું આ મેદાન શહેરના યુવાનો તેમજ પોલીસ જવાનો માટે આશીર્વાદરૂપ અને અત્યંત ઉપયોગી છે, મેદાનની મુલાકાત દરમિયાન ડીજીપી જી.એસ.મલિકે પશ્ચિમ કચ્છ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની રમતગમતની પહેલથી યુવાપેઢી પોલીસ દળ સાથે વધુ નજીક આવશે અને યુવાનોમાં પોલીસ ભરતી પ્રત્યે પણ આકર્ષણ વધશે.