• સોમવાર, 30 નવેમ્બર, 2026

ગુકેશ-સિંદારોવ 2-2 પોઇન્ટની બરાબરી પર

જીનિવા, તા.29 : વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં 0pt;line-height:115%; font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">ભારતના વર્તમાન વિજેતા ડી.ગુકેશ અને ઉઝબેકિસ્તાનના જાવાખિર સિંદારોવ વચ્ચે સતત ચોથી ગેમ 34 ચાલમાં ડ્રોમાં પરિણમી હતી.આથી બન્ને ખેલાડી 2-2 પોઇન્ટની બરાબરી પર ચાલી રહ્યા છે.ચોથી ગેમમાં સફેદ મોહરાથી રમતા ગુકેશે સિંદારોવની રક્ષાત્મક રણનીતિને ભેદવાનો પ્રયાસ કર્યો હતો, પણ નિર્ણાયક સફળતા મળી ન હતી.34 ચાલ પછી બન્ને ખેલાડી ડ્રો માટે સંમત થયા હતા.14 ગેમની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જે ખેલાડી પહેલા 7.પ પોઇન્ટનો સ્કોર બનાવશે, તે શતરંજ વિશ્વ વિજેતા જાહેર થશે.સતત ચાર બાજી ડ્રો થવાથી હવે બન્ને ખેલાડીની નજર પાંચમી બાજી જીતી સરસાઇ હાંસલ કરવા પર રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang