• સોમવાર, 30 નવેમ્બર, 2026

અંજારમાં પગપાળા જતા યુવાન પાસેથી લૂંટ ચલાવાઈ

ગાંધીધામ, તા.29 : અંજારમાં ગત મોડી 0pt;line-height:115%; font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">રાત્રે પગપાળા જઈ રહેલા યુવાનને મારા ભાઈનો ચોરાયેલ મોબાઈલ તારી પાસે છે તેમ કહી બે શખ્સ રોકડ રૂા.4100ની લૂંટ ચલાવી નાસી ગયા હતા.અંજારના કુંભાર ચોકમાં ભાડાનાં મકાનમાં રહેનાર મૂળ અરાવલીનો ફરિયાદી ધ્રુવકુમાર  રમેશ કલાસવા નામનો યુવાન ગંગાનાકા નજીક ભારત પટ્રોલ પંપમાં કામ કરે છે.ગત રાતે બારેક વાગ્યે તે જમવા માટે કુંભાર ચોક બાજુ જવા પગપાળા નીકળ્યો હતો, તે ભૂતનાથ મહાદેવનાં મંદિર પાસે પહોંચતાં બાઈક પર બે શખ્સ ત્યાં આવ્યા હતા અને મારા ભાઈનો ફોન ચોરાઈ ગયો છે, તે તારી પાસે છે તેમ કહી ફરિયાદીને માર માર્યો હતો.બાદમાં તેના ખિસ્સામાંથી રોકડ રૂા.4100ની લૂંટ કરી બંને નાસી ગયા હતા.આ શખ્સો પૈકી એકએ સફેદ શર્ટ, પેન્ટ પહેર્યા હતા, બીજાએ સફેદ શર્ટમાં પીળા રંગના ચેક્સવાળો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang