નખત્રાણા, તા.29 : આ શહેરમાં પ્રસંગોપાત યોજાતી
0pt;
line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> પાર્ટી અને લગ્નો દરમ્યાન વપરાતા એંઠવાડાથી પ્લાસ્ટિકના ઝબલાં, થાળી, વાટકા, ગ્લાસ જાહેર રસ્તા પર ફેંકાતાં તેને ખાઈ જતાં રખડતા ઢોર મોતને ભેટે છે તે બાબતે જાગૃત નાગરિકોએ નારાજગી ઠાલવી હતી.ઝબલાં ખાઈ જવાથી પશુઓના પેટમાં જમા થઈ જતા હોવાથી જીવલેણ નીવડતા હોવાથી જાહેર રસ્તે ખાદ્યપદાર્થોવાળી વસ્તુઓ ન ફેંકી જીવદયા દાખવાય તેવો જાગૃત નાગરિકોએ અનુરોધ કર્યો હતો.દુષ્કાળના સમયમાં ઘાસચારાની ખૂબ જ તંગી હોવાથી ગાયો અને આખલા જેવા પશુઓ ભૂખના માર્યા રખડતાં રખડતાં જાહેર રસ્તે પડેલા ખાદ્યપદાર્થોવાળા પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતા હોવાથી લોકોએ જાગૃત થઈ આવી વસ્તુઓને ઢોરો ખાઈ ન જાય તે રીતે નિકાલ કરવો જોઈએ અથવા બાળીને નાશ કરવો જોઈએ તેવું જાગૃત નાગરિકોએ સૂચન કર્યું હતું.