ક્રાઈસ્ટચર્ચ, તા.29 : ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી અને
0pt;
line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસ દરમિયાન ભારતીય ટીમને મોટો ફટકો પડયો હતો.પહેલા દાવમાં પાંચ વિકેટ લેનાર ઝડપી બોલર આકાશદીપ માથામાં દડો લાગવાથી મેચની બહાર થઇ ગયો હતો.આઇસીસીના નિયમ અનુસાર પ્રસિદ્ધ કૃષ્ણા કનક્શન સબ્સ્ટિટયૂટનાં રૂપમાં ભારતીય ઇલેવનમાં સામેલ થયો હતો.ખાસ વાત એ રહી હતી કે, આ મામલે પણ મોહમ્મદ સિરાજને તક મળી ન હતી.બીજા દાવમાં પ્રસિદ્ધ કૃષ્ણા 10 ઓવર ફેંકી ચૂક્યો છે, પણ વિકેટ હાથ લાગી નથી.આકાશદીપે ભારત તરફથી આજે 29 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી.બેટિંગ દરમિયાન તેને પહેલાં જેકબ ડફી અને પછી કાઇલ જેમિસનના દડા હેલ્મેટ પર લાગ્યા હતા.જો કે આકાશદીપે તેની ઇનિંગ ચાલુ રાખી હતી.બાદમાં માથાની ઈજાને લીધે તેને મેચ રમતો અટકાવી દેવામાં આવ્યો હતો અને તેના સ્થાને કનક્શન સબ્સ્ટિટયૂટ ખેલાડી તરીકે પ્રસિદ્ધ કૃષ્ણા ભારતીય ઇલેવનમાં સામેલ થયો હતો.