ગાંધીધામ, તા.29 : રાપર તાલુકાના વરણુ
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">રણ વિસ્તારમાં દારૂની હેરાફેરી દરમ્યાન પોલીસે બે ગાડીનો પીછો કરી રણમાં ખૂંપી ગયેલી ફોર્ચ્યુનર ગાડીમાંથી રૂા.3,48,120નો શરાબ જપ્ત કર્યો હતો.જો કે, ત્રણ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા.પૂર્વ કચ્છ એલસીબીના એક કર્મચારી ખાનગી વાહનમાં વરણુનાં રણમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.દરમ્યાન કાળા રંગની ફોર્ચ્યુનર ગાડી નંબર જી.જે.-12 - એફ.બી.- 0777માં વેરસરાનો જુવાનસિંહ બનેસંગ સોઢા નામનો શખ્સ દારૂ લઇને નીકળ્યો છે તથા તેની આગળ થાર ગાડી પાઈલટિંગ કરી રહી હોવાની પૂર્વ બાતમી આ કર્મચારીને મળી હતી.પોતે એકલા હોવાથી આ કર્મીએ સ્થાનિક આડેસર પોલીસનો સંપર્ક કરી ત્યાં બોલાવી હતી.દરમ્યાન પોલીસ ગાડીઓની વોચમાં રહેતાં બે ગાડી આવતાં તેને રોકાવવાની કોશિશ કરાઇ હતી, પરંતુ વાહનોના ચાલકોએ ગાડી ઊભી રાખી નહોતી અને તીવ્ર ગતિએ આગળ હંકારી દીધી હતી.પોલીસે રણમાં ગાડીઓનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.દરમ્યાન ફોર્ચ્યુનર ગાડી રણમાં ફસાઇ જતાં તેમાં સવાર જુવાનસિંહ તથા અન્ય એક શખ્સ ગાડીમાંથી ઊતરી આગળવાળી થાર ગાડીમાં દોડતાં દોડતાં ચડીને ત્રણેય શખ્સો થાર ગાડીમાં નાસી છૂટયા હતા.રણમાં ખૂંપેલી ગાડીને ટ્રેક્ટર વડે બહાર કાઢીને આડેસર પોલીસ મથકે લઇ જવાઇ હતી.જ્યાં આ કારમાંથી 8 પી.એમ.180 મિ.લિ.ના 1440 ક્વાર્ટરિયા, ગ્રીન લેબલના 625 ક્વાર્ટરિયા, 8પીએમ સ્પેશિયલ રેર વ્હીસ્કી 750 મિ.લિ.ની 48 બોટલ તથા કિંગફિશર બિયરના 504 ટીન એમ કુલ રૂા.3,48,120નો દારૂ જપ્ત કરાયો હતો.હાથમાં ન આવેલા જુવાનસિંહ તથા તેની સાથેના અન્ય બે શખ્સને પકડી પાડવા તથા દારૂ કયાંથી ? કોણે મોકલાવ્યો હતો ? તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.