અમદાવાદ, તા.29 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
0pt;
line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> રાજ્ય ખાદ્યતેલ વેપારી મંડળનું 22મુ અધિવેશન અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની ઉપસ્થિતિમાં યોજાયું હતું.મહામંડળ દ્વારા શરૂ કરાયેલા `શુદ્ધતા માટે યુદ્ધ'ના સામૂહિક સંકલ્પને બિરદાવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખાદ્યતેલ એ દરેક પરિવારનાં દૈનિક જીવન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત છે.વેપારીઓ દ્વારા ભેળસેળ અટકાવીને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ પૂરું પાડવાનું જે બીડું ઝડપાયું છે, તે સમાજ પ્રત્યેના દાયિત્વનું ઉદાહરણ છે.શ્રી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની મહેનતથી મગફળી, કપાસ, તલ અને એરંડા જેવાં તેલીબિયાં પાકોનાં ઉત્પાદનમાં ગુજરાતે દેશમાં અગ્રણી સ્થાન મેળવ્યું છે.સરકાર રાજ્યને તેલીબિયાં ઉત્પાદનનાં કેન્દ્રની સાથે ખાદ્યતેલના પ્રોસાસિંગ, રિફાઇનિંગ, પેકાજિંગ અને વિતરણના મહત્ત્વનાં હબ તરીકે વિકસાવવા કટિબદ્ધ છે.ખેડૂત અને વેપારી એકબીજાના હરીફ નહીં, પરંતુ પૂરક છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતને તેનાં ઉત્પાદનનું પોષણક્ષમ મૂલ્ય મળે, વેપારીને પારદર્શક વ્યવસાયનું વાતાવરણ મળે અને ગ્રાહકને વ્યાજબી ભાવે શુદ્ધ તેલ મળે તેવું સંતુલન જળવાવું જોઈએ.