નવી દિલ્હી તા.29 : જસપ્રીત બુમરાહે
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">પહેલા દાવની નિષ્ફળતા ભૂલીને બીજી ટેસ્ટના બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની ત્રણમાંથી બે વિકેટ ઝડપી છે.આ સાથે જ વિદેશી ધરતી પર સૌથી વધુ ઈન્ટરનેશનલ વિકેટ લેનારા ભારતીય બોલરોની સૂચિમાં બુમરાહ ચોથા ક્રમે આવી ગયો છે.તે જવગલ શ્રીનાથથી આગળ થયો છે.આ સૂચિમાં સ્પિનર અનિલ કુંબલે વિદેશમાં કુલ 477 ઇન્ટરનેશનલ વિકેટ સાથે પહેલા સ્થાને છે.વિદેશમાં કુંબલેએ કુલ 248 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.આ સૂચિમાં બીજા સ્થાને ઝડપી બોલર ઝહિર ખાન છે.તેણે વિદેશમાં 199 ઇન્ટરનેશનલ મેચમાં 398 વિકેટ લીધી છે.ત્રીજા સ્થાને મહાન કપિલ દેવ છે.તેમણે વિદેશમાં 368 ઇન્ટરનેશનલ વિકેટ લીધી હતી.ચોથા નંબર પર હવે બુમરાહ આવી ગયો છે.તેના નામે વિદેશી ધરતી પર 142 મેચમાં 341 ઇન્ટરનેશનલ વિકેટ થઇ છે.પાંચમા નંબર પર જવગલ શ્રીનાથ છે.તેણે વિદેશમાં 184 ઇન્ટરનેશનલ મેચ રમીને 340 વિકેટ ઝડપી હતી.
292 દડા પછી બુમરાહને વિકેટ મળી
જસપ્રીત બુમરાહને 292 દડાના ઇંતેજાર બાદ ટેસ્ટમાં વિકેટ મળી છે.તેની ટેસ્ટ કારકિર્દીમાં આ સૌથી લાંબો ઈંતેજાર છે.આ પહેલાં બુમરાહને 2021માં બે વિકેટ વચ્ચે 28પ દડા ફેંકયા હતા.