નવી દિલ્હી, તા.29 : દેશના લગભગ અડધા
0pt;line-height:115%;font-family:"Nirmala UI",sans-serif;
mso-ansi-language:EN-US">ભાગમાં દુકાળની સ્થિતિ છે.દેશનાં પ્રમુખ જળાશયોમાં પાણીનો ભંડાર ગતિભેર ઘટી રહ્યો છે, તેવાં ચિંતાજનક તારણો આઇઆઇટી, ગાંધીનગરના `ઈન્ડિયા ડ્રાઉટ મોનિટર'ના અહેવાલમાં અપાયાં છે.અહેવાલ અનુસાર, 25 નવેમ્બર, 2026 સુધી દેશના 46.6 ટકા ભાગમાં દુકાળની સ્થિતિ રહી છે.એ જ રીતે, આઇઆઇટી બોમ્બેના અહેવાલ અનુસાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમી મધ્યપ્રદેશ, તેલંગાણા, દક્ષિણ-પશ્ચિમ આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં દુકાળની સ્થિતિ હજુ રહેવાની સંભાવના છે.કેન્દ્રીય જળ આયોગના અહેવાલ અનુસાર, દેશનાં 178 પ્રમુખ જળાશયોમાં હવે 111.209 અબજ ઘનમીટર પાણી બચ્યું છે, જે આ તમામ જળાશયોની કુલ ક્ષમતાના 60.19 ટકા છે.પાણીનું આ સ્તર છેલ્લાં 10 વર્ષની સામાન્ય સરેરાશથી 21 ટકા અને વીતેલાં વર્ષના સમાન સમયગાળાથી 31.64 ટકા ઓછું છે.દક્ષિણ ભારતનાં જળાશયોમાં ક્ષમતાનાં માત્ર 38 ટકા પાણી બચ્યું છે, તો ઉત્તર ભારતમાં સામાન્યથી 27 ટકા ઓછું છે.દેશનાં છ રાજ્યમાં તો સત્તાવાર રીતે દુકાળ ઘોષિત થઇ ચૂક્યો છે, જેમાં કર્ણાટકના 217 તાલુકા, મહારાષ્ટ્રના 305, આંધ્રપ્રદેશ 412, તેલંગાણાના 365, રાજસ્થાનના 80 તાલુકા સામેલ છે.ગુજરાત સરકારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત ચાર જિલ્લામાં દુકાળ જાહેર કરી દીધો છે.છેલાં બે અઠવાડિયાંથી પાણીના સંગ્રહમાં સતત ઘટાડો આવ્યો છે.ઓછા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.