• સોમવાર, 30 નવેમ્બર, 2026

એટીએમ : પાંચ ઉપાડ પછી 23 રૂપિયા ચાર્જ

મુંબઇ, તા.29 : ભારતીય રિઝર્વ બેન્ક ( 0pt;line-height:115%; font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">આરબીઆઇ)એ એટીએમ અને દુકાનોનાં સ્વેપ મશીનમાંથી પૈસા કાઢવા માટે નવા નિયમ લાગુ કરી દીધા છે.આ નિયમો મુજબ, મહિનાની ફ્રી લિમિટ ખતમ થયા બાદ એટીએમથી પૈસા ઉપાડવા માટે દર વખતે 23 રૂપિયા અને વેરા વસૂલાઇ શકે છે.જો કે, રાહતની બાબત એ છે કે, હવેથી બેન્કોએ લોકોને એ જાણકારી આપવી પડશે કે, એટીએમના કેટલા વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) બચ્યાં છે અને હવેથી કયા ટ્રાન્ઝેક્શનથી ચાર્જ લાગશે.નવા નિયમ હેઠળ કોઇ બીજી બેન્કના એટીએમથી એકવારમાં મહત્તમ 10 હજાર રૂપિયા જ ઉપાડી શકાશે.હવેથી મહાનગરો કે નાનાં નગરો, કોઇ પણ સ્થળે બીજી બેન્કનાં એટીએમનો ઉપયોગ કરો તો પણ મહિનામાં કુલ પાંચ વાર મફત એટીએમ સુવિધા મળશે.એટીએમ મશીન ખરાબ હોય, નેટવર્ક ફેઇલ હોય કે મશીનમાં પૈસા ન હોવાથી ટ્રાન્ઝેક્શન ફેઇલ થઇ જાય તો તે પાંચ વારના હિસાબમાં નહીં લેખાય.ખાસ કરીને એટીએમમાં પૈસા નથી, તો ટ્રાન્ઝેક્શન શરૂ થવાથી પહેલાં જ ક્રીન પર `પૈસા ઉપલબ્ધ નથી'ને સંદેશ બતાવવો પડશે.

Ram Katha

Vyapar Utsav

Panchang