• સોમવાર, 30 નવેમ્બર, 2026

ધ્રબુડીમાં 45 લાખના ખર્ચે બનેલા પ્રકલ્પોનું લોકાર્પણ

મોટા ભાડિયા (તા.માંડવી), તા. 29 : તાલુકાના ગુંદિયાળી નજીક આવેલા ભૃગુ આશ્રમ ધબુડી તીર્થધામ વિકાસ ટ્રસ્ટે પોતાની સેવાની વિભાવનામાં નવા પ્રકરણનો ઉમેરો કર્યો હતો.અહીં 25 લાખના ખર્ચે બનેલી ગૌશાળા તથા લોકોપયોગી અન્ય પ્રકલ્પોના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો.અધ્યક્ષસ્થાનેથી સંબોધતા દાતા શાંતિલાલ ડુંગરશી મારૂએ જણાવ્યું હતું કે, ગાયની સેવા કરવાથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને આર્થિક એમ ચારેય પ્રકારનો ફાયદો થાય છે તેથી જીવદયા જેવા સેવાના સંકલ્પને પ્રત્યેક વ્યક્તિએ જીવનનો મંત્ર બનાવી પોતાના આત્મકલ્યાણ અર્થે સતત પ્રવૃત્ત રહેવા અનુરોધ કર્યો હતો.કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરાવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે, બ્રહ્મલીન આઈ હાંસબાઈમાના આશીર્વાદ થકી અને જે તે વખતે સમર્પિત  ટ્રસ્ટીઓ-સેવકગણની સમર્પણ ભાવનાને કારણે અને વર્તમાન હોદ્દેદારોની સામાજિક સેવા તરફની ભાવનાને કારણે આજે આ તીર્થસ્થળ વટવૃક્ષ બનીને ભાવિકોને છાયા આપી રહ્યો છે.મસ્કત ગુજરાતી સમાજ પ્રમુખ ચંદ્રકાંતભાઈ ચોથાણીએ સ્થળની ભવ્યતાથી મંત્રમુગ્ધ બની આપણા શાસ્ત્રો અને પુરાણોમાં આ સ્થળની અનેરી મહતા દર્શાવાઇ હોવાનું જણાવ્યું હતું.દાતા ચંદ્રકાંતભાઈ મોતાએ સંઘ ભાવનાને બિરદાવી સ્થળ વિકાસ માટે શુભકામના વ્યક્ત કરી હતી.જળસંચય ક્ષેત્રના  દેવાંધભાઈ ગઢવીએ પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ પાઠવ્યો હતો.સંસ્થા પ્રમુખ અરાવિંદભાઈ ગોરે જણાવ્યું હતું કે સ્થળની દિવ્યતાને આધ્યાત્મિક સાથે જોડી પ્રવાસન ક્ષેત્રે આ તીર્થસ્થળ કચ્છમાં પોતાની સહભાગીતા વધુ સારી રીતે નોધાવે તે માટે ભવિષ્યમાં અનેક પ્રકલ્પો અહીં સાકાર થવા જઈ રહ્યા છે.ટ્રસ્ટના ઉપ-પ્રમુખ મણીલાલભાઈ અમૃતિયાએ વિકાસના કાર્યોમાં નાણાનો કોઈ અભાવ નહીં રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.25 લાખના ખર્ચે નિર્માણ પામેલી ગૌશાળાના દાતા મુરીબેન ડુંગરશી ધારશી મારૂ પરિવાર હસ્તે શાંતિલાલભાઈ સુવિધા પરિવાર, ગૌશાળામાં નિર્માણ પામેલા અવાડાના દાતા કાનજીભાઈ મનજીભાઈ  હાલાઈ હસ્તે નારણભાઈ કાનજીભાઈ, રામ સરોવરમાં 11 લાખના ખર્ચે નિર્માણ પામેલા યમુના ઘાટના દાતા સ્વ.કુવરજી રામજી રાવજી બોડા, ગંગાઘાટના દાતા સ્વ.સાકરબેન કુંવરજી રામજી બોડા પરિવાર હસ્તે રાજેશભાઈ, મણિલાલભાઈ, શંભુલાલભાઈ રાજગોર, જલધારાના દાતા જયવંતીબેન વિજયભાઈ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરાવિંદભાઈ ટોપરાણી, આર.ઓ.પ્લાન્ટના દાતા સ્વ.નંદુબા સંગ્રામજી જાડેજા હસ્તે બહાદુરાસિંહ સંગ્રામજી જાડેજા, વોટરકુલરના દાતા સ્વ.અનસુયાબેન માધવજી રાવલીયા હસ્તે મુક્તાબેન દેવશીભાઈ ઠક્કર, ગૌશાળામાં 52 જેટલા સીલીંગફેનના દાતા લક્ષ્મીબેન (જ્યોતિ), અશ્વિનભાઈ માધવજી ચંદનનું મંચસ્થ એન્કર વાલા આહિંસાધામ પ્રાગપરના અગ્રણી શાંતિલાલભાઈ ગંગર, હિરેનભાઈ સાવલા, રતનભાઇ ગઢવી, નીતિનભાઈ શાહ સહિતનાઓને ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અરાવિંદ કાનજી મોતા, ટ્રસ્ટીઓ ભરતભાઈ ગોર, નટુભા કાનજીભા જાડેજા, આલાભાઇ ગઢવી, ભરતાસિંહ જાડેજા, સેવકો વખતસિહ જાડેજા, ખેતુભા જાડેજા, રણજીતાસિંહ જાડેજા, નટુભા જાડેજા, કથાકાર નિરંજનભાઇ વ્યાસ વગેરેના હસ્તે સન્માન કરાયું હતું.આ તકે રમેશભાઈ સંઘાણી,  પ્રવીણભાઈ રાજગોર, જવાહરભાઈ નાથાણી, રણજીતાસિંહ જાડેજા, દિનેશભાઈ મોતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ટ્રસ્ટ પરિવારના કરણાસિંહ ભાટી, વિનોદભાઈ રાજગોર, રમેશભાઈ રાજગોર વગેરે સહયોગી બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang