સિડની, તા.29 : કપ્તાન મિચેલ માર્શની 9
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">છક્કાથી આતશી સદી છતાં ઇંગ્લેન્ડ વિરુદ્ધના ચોથી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 7 રને આંચકારૂપ પરાજય થયો હતો.આથી ઇંગ્લેન્ડે પ મેચની ટી-20 શ્રેણી 3-1ની અતૂટ સરસાઇથી કબજે કરી લીધી છે.ઇંગ્લેન્ડના 7 વિકેટે 181 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 174 રન કરી શકી હતી.ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન અને પ્લેયર ઓફ ધ મેચ બનેલ મિચેલ માર્શે એકલવીર બનીને પ7 દડામાં 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 119 રનની આતશી ઇનિંગ રમી હતી.સામે છેડેથી અન્ય કાંગારુ બેટધરો ટપોટપ આઉટ થતાં રહ્યા હતા.માર્શ અંતિમ ઓવરના ચોથા દડા પર આઉટ થયો હતો.આથી ઇંગ્લેન્ડનો 7 રને રોમાંચક વિજય થયો હતો.ઇંગ્લેન્ડ તરફથી હેનરી ક્રોકંબે 3 વિકેટ લીધી હતી.આ પહેલા ઇંગ્લેન્ડના 7 વિકેટે 181 રન થયા હતા.જેમાં સાતમા ક્રમના સેમ કરનના 28 દડામાં 2 ચોક્કા-4 છક્કાથી અણનમ પ0 રન મુખ્ય હતા.જેમ્સ કોલ્સે 33 અને લિયામ ડોસને 23 રન કર્યા હતા.જેમી ઓવરટન 3 છગ્ગા સાથે 20 રને નોટઆઉટ રહ્યો હતો.એક તબક્કે ઇંગ્લેન્ડે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.ઇંગ્લેન્ડ તરફથી સ્પેંસર જોનસન અને રાયલી મેરેડિથને 2-2 વિકેટ મળી હતી.