• શનિવાર, 28 નવેમ્બર, 2026

સંસદનું વિશેષ સત્ર : વિપક્ષો ઊંઘતા ઝડપાયા

મોદી સરકારે અચાનક જાહેરાત કરી કે, `સંસદીય કાર્યવાહી' માટે સંસદનું વિશેષ સત્ર ચાર દિવસ માટે મળશે, ત્યારે વિપક્ષી મોરચાના નેતાઓ સફાળા જાગી ઊઠયા છે અને બળાપા કાઢે છે કે, 106 દિવસ સુધી સંસદના સત્રની સમાપ્તિ જાહેર નહીં કરીને મોદી સરકારે `સંવિધાન દિને' જ વિશેષ સત્રની જાહેરાત કરીને સંવિધાન ઉપર `પ્રહાર' ર્ક્યો છે! હકીકતમાં 0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri; mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri">106 દિવસ સુધી સત્ર યથાવત્ રાખવા પાછળ સરકારનો વ્યૂહ હોવાની પરવા - દરકાર કોઈએ કરી નહીં.આ નિષ્ફળતા છાવરવાના પ્રયાસ થઈ રહ્યા છે! વિપક્ષી મોરચાના નેતાઓ મોદી - અમિત શાહને હઠાવવાના દિવાસ્વપ્નામાં રાચી રહ્યા હતા.હવે જાગ્યા, જગાડયા પછી પસ્તાઈ રહ્યા છે! વિશેષ સત્રની જાહેરાતથી વિપક્ષને આઘાત ભલે લાગ્યો હોય, પણ આશ્ચર્ય નથી.ગયા એપ્રિલ મહિનામાં મહિલા-આરક્ષણ અને ચૂંટણી ક્ષેત્રના નામાંકન અંગેના સરકારી ખરડાને સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મળી નહીં - અને વિપક્ષો ખુશી મનાવી રહ્યા હતા ત્યારે જ વડાપ્રધાને સંસદમાં અને બહાર દૃઢ જાહેરાત કરી હતી કે દેશની નારી-શક્તિને `ન્યાય' અપાવવાનો અમારો દૃઢ નિર્ધાર છે અને સફળ થશું જ.વિપક્ષી મોરચાના નેતાઓ મોદીનું વચન ભૂલી ગયા અને મોદી-અમિત શાહ હઠાવવાના સ્વપ્ન બતાવી રહ્યા હતા ત્યારે મોદી-અમિત શાહે સંવિધાન ખરડો ફરીથી સંસદમાં મંજૂરી માટે લાવવાના પ્રયાસ - વિપક્ષી નેતાઓને સમજાવવા માટે કરી રહ્યા હતા તે આખરે સફળ થયા છે.વડાપ્રધાન મોદી તમામ પક્ષોને સમજાવી રહ્યા હતા કે નારી-શક્તિને માન્યતા અને ન્યાય આપવા માટે સહકાર આપો.એમણે તો ત્યાં સુધી કહ્યું કે નારી-શક્તિને ન્યાય આપવા આડે વિરોધ કરનારા કોઈ સફળ નહીં થાય.`સંવિધાન દિન'ની ઉજવણીમાં પણ વડાપ્રધાને કહ્યું કે, મહિલાઓએ સંવિધાનના ઘડતરમાં જે યોગદાન આપ્યું છે, તેને સ્વીકાર્યા વિના સંવિધાનની યાત્રા અપૂર્ણ-અધૂરી રહેશે, પણ આ વર્ષે આ દિશામાં જે થયું (વિરોધ થયો) તેનાથી આપણા હૃદય શરમથી ભરાઈ આવે છે.વિપક્ષી મોરચાના ધુરંધર નેતાઓએ `બોમ્બ - ફટાકડા ફોડયા વિના વડાપ્રધાનનાં નિવેદનો સાંભળ્યાં અને વિચાર્યાં હોત તો પણ એમને ખ્યાલ આવ્યો હોત કે મોદી ફરીથી ખરડો લાવી રહ્યા છે! વિપક્ષો મોદીને વાંચવામાં ભૂતકાળમાં ઘણીવાર થાપ ખાઈ ગયા છે, છતાં તેમનાં સપનાં ઊંચાં છે.ગયા એપ્રિલ મહિનામાં સંસદીય સુધારા ખરડો લોકસભામાં રજૂ થયો અને તેના ઉપર વોટ લેવાયા ત્યારે સરકારને સ્પષ્ટ બહુમતી મળી હતી, પણ સંવિધાનમાં સુધારા ખરડો પસાર કરવા માટે હાજર રહેલા અને `વોટ' આપનારા સભ્યોમાં બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન મળવું જોઈએ તે નહીં મળતાં ખરડો નામંજૂર થયો હતો.આ વખતે વડાપ્રધાન અને અમિત શાહે નાના-મોટા પક્ષોના સભ્યોનો સતત સંપર્ક સાધીને સમજાવ્યા હતા.પૂર્વભૂમિકા અને ખાતરી થયા પછી ખરડો બીજી વખત રજૂ થઈ રહ્યો છે.અત્યારે લોકસભાના કુલ સભ્યો 543 છે.ત્રણ બેઠકો ખાલી છે.રાજ્યસભામાં સભ્યસંખ્યા 245માંથી એક બેઠક ખાલી છે બે તૃતીયાંશ બહુમતી માટે લોકસભામાં 360 અને રાજ્યસભામાં 163 વોટ જરૂરી છે.રાજ્યસભામાં શાસક પક્ષને ચિંતા નથી જ્યારે લોકસભામાં સમર્થન મેળવવા માટે શાસક પક્ષ સક્રિય હોવાથી સફળતા મળી છે.એનડીએના સભ્યોની સંખ્યા 321 છે તેમાં ડીએમકેના બાવીસ અને શરદ પવાર કોંગ્રેસના આઠ સભ્યો જોડાવાની ખાતરી છે.આ ઉપરાંત આંધ્રપ્રદેશના વાયએસઆર કોંગ્રેસના ચાર સભ્યો જોડાતાં 360 થાય છે.જરૂર પડે શાસક પક્ષના બે-ચાર સભ્યો મતદાન કરે નહીં તો હાજર રહેલા અને મત આપતા સભ્યોની સંખ્યા ઘટે તે રીતે કરી શકાય.આ રીતે ખરડો મંજૂર થવાનો વિશ્વાસ છે.આ ખરડો પસાર થયો તો સ્વતંત્રતા બાદ લોકસભાના મતદાર સંઘોની આ સૌથી મોટી પુનર્રચના હશે.સંખ્યાબળ સંબંધી આત્મવિશ્વાસ સરકારને છે અને ઉત્તર પ્રદેશ તથા અન્ય વિધાનસભાઓની ચૂંટણી પહેલાં લેવાઈ રહેલું આ પગલું સફળ રહ્યું તો ભાજપને ચૂંટણી પ્રચારમાં લાભ થશે.એપ્રિલ મહિનામાં ડીએમકેનો ટેકો મળ્યો નહીં.કારણ કે, એમની દલીલ એવી હતી કે, દક્ષિણ ભારતનાં રાજ્યોએ સંતતિ નિયમનમાં સફળતા મેળવી છે તેથી વસ્તી ઓછી હોવાથી એમને અન્યાય થશે અને લોકસભામાં એમની બેઠકો વધી નહીં શકે.ત્યારે જ અમિત શાહે ગૃહમાં ખાતરી આપી હતી અને હવે લેખિત ખાતરી મળશે કે દરેક રાજ્યની લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં 50 ટકા વધારો થશે અને અન્યાય નહીં થાય.નોંધપાત્ર છે કે, ડીએમકેના નેતા સ્ટાલિન મુખ્ય પ્રધાન હતા ત્યારે વિધાનસભામાં ઠરાવ પસાર થયો હતો કે લોકસભાની 543 બેઠકો છે તેમાં વધારો નહીં થાય.હવે પ્રસ્તુત ખરડાને મંજૂરી મળ્યા પછી 2029માં લોકસભાની 850 બેઠકો માટે ચૂંટણી થશે અને 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હશે.તમામ રાજ્યોમાં બેઠકો વધે છે તેથી તામિલનાડુને હવે વિરોધ નથી.ઉપરાંત રાહુલ ગાંધીએ તામિલનાડુમાં ડીએમકેનો સાથ છોડીને ટીવીકેનો હાથ પકડયા પછી ડીએમકે નારાજ છે તેથી તેના બાવીસ સભ્યો ભાજપ સરકારના ઠરાવને ટેકો આપશે.શરદ પવારનાં સુપુત્રી સુપ્રિયાએ પણ કહ્યું છે કે, દરેક બાબતમાં સરકારનો વિરોધ કરવાની જરૂર નથી.રાષ્ટ્રહિત હોય ત્યારે ટેકો આપવો જોઈએ.જીએસટી વખતે પણ અમે ટેકો આપ્યો જ હતો.તૃણમૂલ કોંગ્રેસ અને શિંદેની શિવસેના એનડીએની સાથે જ છે.આ સંજોગોમાં આ ખરડાને મંજૂરી મળ્યા પછી મોદી - એનડીએને આગામી વિધાનસભાઓ અને 2029માં લોકસભાની ચૂંટણીમાં પણ લાભ મળશે.રાજકીય વિપક્ષો મહિલાઓને માસિક પેન્શન આપવાની જાહેરાતો કરે છે ત્યારે રાજકારણમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખીને એનડીએને વધુ રાજકીય લાભ મળશે અને આ પછી એક રાષ્ટ્ર એક ચૂંટણી પણ આસાન બનશે એવી ભીતિ વિપક્ષને છે.હવે ખરડાનો વિરોધ કરવામાં પણ જોખમ છે! રાજકીય શતરંજમાં મોદી રાહુલ ગાંધીની સામે સચોટ ચાલ ચાલ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang