• સોમવાર, 30 નવેમ્બર, 2026

શ્રીલંકા-એ રાઈઝિંગ એશિયા કપ ચેમ્પિયન

દોહા, તા.29 : રોમાંચક ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 0pt; line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti; mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> પરાસ્ત કરીને શ્રીલંકા-એ ટીમે ત્રીજી વખત રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ જીતી લીધો હતો.પાકિસ્તાન-એ ટીમે નવ વિકેટે 216 રન બનાવ્યા બાદ શ્રીલંકા-એએ 41.3 ઓવરમાં જ નવ વિકેટે 220 રન સાથે વિજય અંકે કર્યો હતો.આ પહેલાં શ્રીલંકાએ 2017 અને 2018માં ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકા એક તબક્કે 198 રને નવ વિકેટ ગુમાવીને સંઘર્ષની સ્થિતિમાં મુકાયું હતું.જો કે, લહિરુ સમરકૂન (15) અને ગરૂકા સંકેત (4)એ 22 રનની અણનમ ભાગીદારી સાથે ટીમને જીત અપાવવા સાથે ચેમ્પિયન બનવાનું પાકિસ્તાન-એનું સપનું ચકનાચૂર કર્યું હતું.વિકેટકીપર નિશાન મદુશ્કાએ 95 દડામાં 87 રન બનાવ્યા હતા.આ પહેલાં, રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ વન-ડે ટૂર્નામેન્ટની ફાઈનલમાં શ્રીલંકા-એ ટીમ વિરુદ્ધ ટોસ જીતી પ્રથમ દાવ લેનાર પાકિસ્તાન-એ ટીમનો પ0 ઓવરમાં 9 વિકેટે 216 રનનો સામાન્ય સ્કોર થયો હતો.પાકિસ્તાન તરફથી શાહઝેબ ખાને અર્ધસદી કરીને 91 દડામાં 4 ચોગ્ગાથી 60 રન કર્યા હતા.આ સિવાય શમાઇલ હુસેને 40, કપ્તાન અબ્દુલ સમદે 33, વિકેટકીપર રોહેલ નઝીરે 37 અને 10મા નંબરના ખેલાડી સુફિયાન મકીમે અણનમ 16 રનનું યોગદાન આપ્યું હતું.શ્રીલંકા તરફથી રવિન્દુ ફર્નાંડો અને ગરૂકા સંકેતને 3-3 વિકેટ મળી હતી.વનુજા સહને બે વિકેટ લીધી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang