ભુજ, તા.29 : કચ્છમાં સરકારી જમીન
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">પર અતિક્રમણ કરનારા દબાણકારો પર તંત્રની તવાઇ જારી રહી છે.શનિ-રવિ દરમિયાન કલેક્ટરના આદેશ તળે વિશેષ ઝુંબેશ હાથ ધરી સરકારી જમીનોને દબાણમુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી રહી છે.કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી અંજારનાં માર્ગદર્શન હેઠળ અંજાર તાલુકાના ખંભરામાં સર્વે નંબર 258માં આવેલી સરકારી જમીન તેમજ મથડા ગામે સર્વે નંબર 270ની સરકારી જમીન પર થયેલું ખેતી વિષયક દબાણ તંત્રે દૂર કરી ખંભરામાં 28,946 અને મથડામાં 6,273 મળી 35,219 ચો.મી.જમીનને દબાણમુક્ત કરી ખુલ્લી કરાવી હતી.બંને ગામમાં હાથ ધરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન 45.73 લાખની સરકારી જમીનને દબાણમુકત કરી ખુલ્લી કરાવવા સાથે તંત્ર દ્વારા આ જમીનોનો સરકારી પક્ષે કબજો લેવામાં આવ્યો હતો.શનિવારે પણ જિલ્લામાં એક લાખ ચો.મી.જમીન દબાણમુક્ત થઇ હતી.તંત્રની જારી રહેલી આ કડક કામગીરીનાં કારણે સરકારી જમીન પર આ અતિક્રમણ કરનારાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.મુખ્યમંત્રીની કડક તાકીદનાં પગલે આગામી સમયમાં આ પ્રકારની ઝુંબેશ જારી રહેશે તેવું વહીવટી તંત્રના સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે.