• સોમવાર, 30 નવેમ્બર, 2026

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ પર ન્યૂઝીલેન્ડની પકડ

ક્રાઇસ્ટચર્ચ, તા.29 : ભારત વિરુદ્ધની બીજા ટેસ્ટમાં 0pt; line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti; mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> ન્યૂઝીલેન્ડે મજબૂત પકડ જમાવી છે.મેચના ત્રીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડ ટીમ ભારતથી 243 રને આગળ થઇ છે અને 7 વિકેટ હજુ અકબંધ છે.બીજા દાવમાં ન્યૂઝીલેન્ડના 3 વિકેટે 133 રન થયા છે.તેને 110 રનની નિર્ણાયક સરસાઇ મળી છે.ભારતીય ટીમ આજે પહેલા દાવમાં 246 રને ઓલઆઉટ થઇ હતી, જેમાં ધ્રુવ જુરેલના લડાયક 88 રન મુખ્ય હતા.કિવીઝ તરફથી કાઇલ જેમિસને 4 વિકેટ લીધી હતી.રમતના હજુ બે દિવસ બાકી છે.આથી ટીમ ઇન્ડિયા માટે હવે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ બચાવવી કઠિન કાર્ય બન્યું છે.ભારતીય ટીમનો પહેલો દાવ આજે 86.1 ઓવરમાં 246 રને સમાપ્ત થયો હતો.ટોપ ઓર્ડર બેટર્સની નિષ્ફળતા વચ્ચે સાતમા ક્રમે બેટિંગમાં આવેલ ધ્રુવ જુરેલે 170 દડામાં 14 ચોગ્ગાથી 88 રનની લડાયક ઇનિંગ રમી હતી.તેના અને આકાશદીપ (29) વચ્ચે આઠમી વિકેટમાં 126 દડામાં 64 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી.આજે અંશુલ કમ્બોજ ઝીરોમાં, ગુરનૂર બ્રાર 10 રને આઉટ થયા હતા.બુમરાહ 4 રને અણનમ રહ્યો હતો.જુરેલ આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.કિવીઝ ફાસ્ટર જેમિસને 4 વિકેટ લીધી હતી.મેટ હેનરી, નાથન સ્મિથ અને જેકબ ડફીને 2-2 વિકેટ પ્રાપ્ત થઇ હતી.ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં 3પ6 રન થયા હતા.આથી તેને 110 રનની સરસાઇ મળી હતી.બીજા દાવમાં બુમરાહ ત્રાટકયો હતો.તેણે શ્રેણીમાં ત્રીજીવાર કિવી કેપ્ટન લાથમ (8)નો શિકાર કર્યો હતો.આ પછી હેનરી નિકોલ્સ (22)ને આઉટ કર્યો હતો.ડવેન કોન્વે પ1 આઉટ થયો હતો.તેની વિકેટ સુંદરે લીધી હતી.રચિન રવીન્દ્ર 46 રને અને ડેરિલ મિચેલ પ રને નોટઆઉટ રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang