• શનિવાર, 28 નવેમ્બર, 2026

ઓવલ પર ટીમ ઇન્ડિયા સામે હિસાબ ચૂકતે કરવાનો પડકાર

ક્રાઇસ્ટચર્ચ, તા.26 : અહીંની હેગલે ઓવલ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે.2020માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાને અહીં ત્રણ દિવસની અંદર 7 વિકેટે હાર સહન કરવી પડી હતી.ભારતીય ટીમના પહેલા દાવમાં 242 0pt;line-height:115%; font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">રનના જવાબમાં કિવિઝ ટીમ 23પ રનમાં સમેટાય હતી.બીજા દાવમાં કિવિઝ પેસ બેટરી સામે ભારતીય બેટધરો ઘૂંટણિયે પડી ગયા હતા.ભારતીય ટીમ 124 રન જ કરી શકી હતી.આ પછી ન્યુઝીલેન્ડે 132 રનનું વિજય લક્ષ્ય ફકત 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું હતું.ભારતીય ટીમ હવે શુભમન ગિલની આગેવાનીમાં આ હારનો હિસાબ ચૂકતે કરવા શુક્રવારથી મેદાનમાં ઉતરશે.ન્યુઝીલેન્ડનો આ મેદાન પર રેકોર્ડ સારો છે.કિવિઝ ટીમે હેગલે ઓવલમાં 1પ ટેસ્ટ મેચ રમ્યા છે.જેમાંથી 9 મેચમાં જીત નોંધાવી છે.જયારે ચાર મેચમાં હાર અને બે ડ્રો રહ્યા છે.અહીં પહેલા બેટિંગ કરનારી ટીમ 1પ ટેસ્ટમાંથી ફકત ચાર મેચમાં જ જીત મેળવી શકી છે.આથી ભારતીય-ન્યુઝીલેન્ડ વચ્ચેના બીજા ટેસ્ટમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ પસંદ કરશે.

Ram Katha

Vyapar Utsav

Panchang