ગાંધીધામ, તા.27 : ભચાઉના જૂના કટારિયા નજીક આવેલી કંપનીમાં કામ
કરતા મહંમદ ઈશરાફીલ આલમ આદીસ અંસારી (ઉ.વ.27) ક્રેન પરથી પટકાતાં તેનું મોત થયું હતું.બીજી બાજુ અંજારના ખેડોઈ નજીકની
કંપનીમાં કામ કરતી વેળાએ પાઈપ લાગતાં જયરામ ત્રિવેણી ચૌધરી (ઉ.વ.45)
0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:
Shruti;mso-hansi-font-family:Calibri">એ જીવ ખોયો હતો તથા અંતરજાળમાં રહેનાર ભરતકુમાર
નાનજી મકવાણા (ઉ.વ.29)એ
આદિપુરમાં બહેનના ઘરે જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો તેમજ ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં
રાજુ રમેશભાઈ પરમાર (ઉ.વ.28)એ
ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો.ભચાઉના જૂના કટારિયા નજીક આવેલી જર્મન કંપની અંદર ક્રેપયાર્ડમાં
ગત તા.26-11ના બપોરના અરસામાં અપમૃત્યુનો આ બનાવ બન્યો
હતો.કંપનીમાં કામ કરનાર મહંમદ અંસારી નામનો યુવાન ક્રેન ઉપર ચડીને કામ કરી રહ્યો હતો, દરમ્યાન કોઈ કારણોસર ક્રેન
ઉપરથી નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.આ ઘવાયેલા યુવાનને સારવાર
અર્થે લાકડિયાની સરકારી હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.આવો જ વધુ એક બનાવ ખેડોઈ નજીક આવેલી માન ઈન્ડસ્ટ્રીઝ
નામની કંપનીમાં ગત તા.26-11ના
સવારના અરસામાં બન્યો હતો.કંપનીમાં કામ કરનાર મૂળ બિહારનો જયરામ નામનો યુવાન કામ કરી
રહ્યો હતો, દરમ્યાન તેનાં કપડાં પાઈપમાં ફસાઈ જતાં તે પડી જતાં પાઈપ તેને લાગ્યું હતું,
જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ યુવાનને સારવાર અર્થે રામબાગ લઈ
જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવની પણ પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે.કચ્છની કંપનીઓમાં સમયાંતરે શ્રમિકોનાં મોતના બનાવ બહાર આવતાં હોય છે ત્યારે
વધુ બે યુવાનનાં મોતના પગલે શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત સપાટી ઉપર આવ્યો
હતો.અપમૃત્યુનો એક બનાવ આદિપુરના વોર્ડ-3-બીમાં બન્યો હતો.અંતરજાળના રવેચીનગરમાં રહેનાર ભરતકુમાર
નામનો યુવાન ગત તા.25-11ના
પોતાના બહેન જમનાબેનના ઘરે આવ્યો હતો, દરમ્યાન ગઈકાલે વહેલી પરોઢે આ મહિલા જાગતાં પોતાનો ભાઈ લટકતી
હાલતમાં મળી આવ્યો હતો.યુવાને ઘરની બહાર આવેલી લોખંડની આડીમાં દુપટ્ટા વડે ગળે ફાંસો
ખાઈ પોતાનો જીવ દીધો હતો.બીજી તરફ ગાંધીધામના કાર્ગો એકતાનગરમાં પણ યુવાને અનંતની
વાટ પકડી હતી.અહીં રહેનાર જશુભાઈ પરમાર અને તેમના પત્ની ગઈકાલે બપોરના અરસામાં બહારથી
પોતાના ઘરે આવતાં તેમનો ભાઈ રાજુ પરમાર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.આ યુવાને ઘરના
રૂમમાં પંખાના કડાંમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.આ બંને બનાવમાં આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.